Fastag રિચાર્જ કરતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો લાગી જશે 5 હજારનો ચૂનો

|

May 22, 2022 | 11:18 AM

ફાસ્ટેગ રિચાર્જ (FASTag Recharge)કરતા પહેલા તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ કપાઈ જશે અને કોઈ રિચાર્જ થશે નહીં.

Fastag રિચાર્જ કરતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો લાગી જશે 5 હજારનો ચૂનો
FASTag
Image Credit source: File Photo

Follow us on

ટોલ પ્લાઝા પર લાગેલા લાંબા ટ્રાફિક જામમાંથી છુટકારો મેળવવા માટે સરકારે ફાસ્ટેગ શરૂ કર્યું હતું. ફાસ્ટેગ (FASTag)એ એક પ્રકારની સિસ્ટમ છે જેમાં ટોલ પ્લાઝા (Toll Plaza)પર તમારૂ વાહન રોક્યા વિના ફાસ્ટેગ લેનમાંથી પસાર થવાનું હોય છે જેમાં રોકડ ટોલ ચૂકવવો પડતો નથી. તમે તમારી કાર પર લાગેલા ફાસ્ટેગની મદદથી તમારો ટોલ ટેક્સ ચૂકવી શકો છો. જેમાં તમારે બસ તમારૂ ફાસ્ટેગ રિચાર્જ (FASTag Recharge)કરાવવાનું રહેશે . પરંતુ તેમાં તમારે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ફાસ્ટેગ રિચાર્જ કરતા પહેલા તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ કપાઈ જશે અને કોઈ રિચાર્જ થશે નહીં. Paytm, Phonepe થી Fastag રિચાર્જ કરતા પહેલા તમારે વાહન નંબર નાખવો પડશે. જો વાહન નંબર ખોટો હશે તો તમારા બેંક ખાતામાંથી પૈસા કપાશે અને ફાસ્ટેગ રિચાર્જ પણ થશે નહીં.

ઉપરાંત, તમારા માટે એ ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારું ફાસ્ટેગ કઈ બેંક સાથે જોડાયેલ છે. ફાસ્ટેગ ચોક્કસ બેંક સાથે જોડાયેલ છે. જો તમે Paytm પર રિચાર્જ કરવા જાઓ છો, તો સૌથી પહેલા તમને બેંક સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવે છે. બેંકની સાચી વિગતો દાખલ કર્યા પછી જ તમારું રિચાર્જ શક્ય બનશે. અહીં ખોટી માહિતી દાખલ કરવાનો અર્થ છે કે તમારા બેંક ખાતુ ખાલી થઈ જવું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું છે ફાસ્ટેગના ફાયદા

જો ફાસ્ટેગ યુઝર્સના ખાતામાં પૈસા નથી તો વધુ મુશ્કેલી આવી શકે છે અને યુઝર્સને ડબલ ચાર્જ ચૂકવવો પડી શકે છે. ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ઓછા હોય તો યુઝર્સે તરત જ રિચાર્જ કરાવવું જોઈએ. ઘણી વખત રિચાર્જ કર્યા પછી પણ ખાતામાં પૈસા આવવામાં થોડો સમય લાગે છે. તેથી, પ્રયાસ કરવો જોઈએ કે ટોલ પ્લાઝા પહેલાં, તમારે એકાઉન્ટ રિચાર્જ કરવું જોઈએ. સાથે જ અહીં એ પણ જણાવી દઈએ કે જો તમારી પાસે FASTag નથી, તો જલ્દીથી તે સ્ટીકર તમારી કારમાં લગાવો અને તેને રિચાર્જ કરાવી રાખો, નહીં તો તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે.

Next Article