Technology News: WhatsApp લાવ્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, મેસેજમાં લખવામાં ભૂલ કરનારાઓને હવે નહીં આવે પછતાવાનો વારો

|

Jun 08, 2022 | 5:06 PM

રિપોર્ટ અનુસાર, વોટ્સએપ (WhatsApp) તેના યૂઝર્સ માટે એડિટ ઓપ્શન રોલઆઉટ કરી શકે છે. અત્યારે, વપરાશકર્તાઓ પાસે ફક્ત પોતાના માટે અથવા ચેટમાં દરેક માટે ટેક્સ્ટને ડિલેટ કરવાનો વિકલ્પ છે

Technology News: WhatsApp લાવ્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, મેસેજમાં લખવામાં ભૂલ કરનારાઓને હવે નહીં આવે પછતાવાનો વારો
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

આજે દરેક લોકો સ્માર્ટફોન (Smartphone)માં વોટ્સએપ યુઝ કરી રહ્યા છે ત્યારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ(WhatsApp)તેના યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ સારો બનાવવા માટે કામ કરતું રહે છે. હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે કે કંપની એક નવા એડિટ બટન પર કામ કરી રહી છે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp તેના યૂઝર્સ માટે એડિટ ઓપ્શન રોલઆઉટ કરી શકે છે. અત્યારે, વપરાશકર્તાઓ પાસે ફક્ત પોતાના માટે અથવા ચેટમાં દરેક માટે ટેક્સ્ટને ડિલેટ કરવાનો વિકલ્પ છે, પરંતુ આ સુવિધા વપરાશકર્તાઓને તેને એડિટ કરવાની મંજૂરી આપશે. અગાઉ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે (Twitter)જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં એડિટ બટન રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

WABetaInfo ના એક અહેવાલ મુજબ WhatsApp Android, iOS અને ડેસ્કટોપ માટે WhatsApp બીટામાં ટેક્સ્ટ મેસેજને એડિટ કેપેસિટી લાવવા પર કામ કરી રહ્યું છે. રિપોર્ટમાં શેર કરાયેલા સ્ક્રીનશોટ્સ દર્શાવે છે કે મેસેજિંગ પ્લેટફોર્મે આ ફીચર પર 5 વર્ષ પહેલા કામ કરવાનું શરૂ કર્યું હતું. તે એમ પણ જણાવે છે કે ટેક્સ્ટને એડિટ કરવા માટે, તમારે ટેક્સ્ટને પસંદ કરવો પડશે અને એડિટ વિકલ્પ પસંદ કરવો પડશે જે કૉપિ અને ફોરવર્ડ સાથે પૉપ અપ થાય છે.

WhatsAppનો નવો એડિટ વિકલ્પ કેવી રીતે કામ કરશે?

આ ફીચરની મદદથી તમે મોકલેલા ટેક્સ્ટ મેસેજમાં ટાઈપો અથવા અન્ય ભૂલોને સુધારી શકશો. જો કે, મેસેજ સિવાય, વપરાશકર્તાઓ એડિટ ટેક્સ્ટને કાઢી શકશે નહીં. Android માટે WhatsApp બીટામાંથી લેવાયેલ સ્ક્રીનશોટ. તે iOS અને ડેસ્કટોપ માટે પણ રોલ આઉટ થવાની અપેક્ષા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રિપોર્ટ અનુસાર, ” બની શકે છે કે એડિટ મેસેજના પાછલા વર્ઝનની તપાસ કરવા માટે કોઈ એડિટ હિસ્ટ્રી નહીં હોય, પરંતુ આ ફીચર ડેવલપમેન્ટ હેઠળ છે, આ સુવિધાને રિલીઝ કરતા પહેલા કંપનીની યોજના બદલાઈ શકે છે.” આ ફીચર હજુ ડેવલપમેન્ટના તબક્કામાં હોવાથી, એવી શક્યતા છે કે કંપની રોલ આઉટ સમયે આ ફીચરનું વધુ સારું વર્ઝન લઈને આવી શકે છે.

Published On - 3:51 pm, Wed, 1 June 22

Next Article