યુવરાજસિંહને સૌરવ ગાંગુલીએ આપ્યો ઝટકો, હવે તે આ ટુર્નામેન્ટમાં પણ નહી રમી શકે

|

Dec 29, 2020 | 8:29 AM

યુવરાજ સિંહ (Yuvraj Singh) ની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali) T20 ટ્રોફીને માટે તેનો પંજાબના સંભવિતોની યાદીમાં સમાવેશ થયો હતો. ત્યાર બાદ યુવરાજ સિંહે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને પત્ર લખીને રિટાયરમેન્ટ (Retirement) થી પરત આવીને રમવા માટે પરમિશન આપવા કહ્યુ હતુ. સૂત્રીય માહિતિ છે […]

યુવરાજસિંહને સૌરવ ગાંગુલીએ આપ્યો ઝટકો, હવે તે આ ટુર્નામેન્ટમાં પણ નહી રમી શકે

Follow us on

યુવરાજ સિંહ (Yuvraj Singh) ની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali) T20 ટ્રોફીને માટે તેનો પંજાબના સંભવિતોની યાદીમાં સમાવેશ થયો હતો. ત્યાર બાદ યુવરાજ સિંહે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને પત્ર લખીને રિટાયરમેન્ટ (Retirement) થી પરત આવીને રમવા માટે પરમિશન આપવા કહ્યુ હતુ. સૂત્રીય માહિતિ છે કે, BCCIએ યુવરાજને અનુમતી નથી આપી. આવામાં પંજાબના મનદિપ સિંહ (Mandeep Singh) ને 20 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવાયો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 10 જાન્યુઆરીથી શરુ થનારી છે.

યુવરાજસિંહે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનુ એલાન કર્યુ હતુ. ત્યાર બાદ તે કેનાડામાં ગ્લોબલ T20 અને યુએઇમાં ટી10 લીગ રમ્યો હતો. BCCI પોતાના થી જોડાયેલા ખેલાડીઓને બીજા દેશોમાં લીગ રમવા માટે નથી અનુમતી આપતુ. જોકે સંન્યાસ લીધા બાદ ખેલાડી બીજા દેશની લીગમાં રમી શકે છે. આ કારણ થી જ યુવરાજ બહાર રમ્યો હતો. જોકે થોડાક સમય અગાઉ જ યુવરાજે ઘરેલુ ક્રિકેટમાં વાપસીની ઇચ્છા જાહેર કરી હતી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પંજાબ એલીટ ગૃપ એ માં છે. તેની સાથે કર્ણાટક, જમ્મુ કાશ્મિર, ઉત્તર પ્રદેશ, રેલ્વ અને ત્રિપુરાને સાથે રાખવામાં આવ્યા છે.આ ગૃપમાં મેચ અલૂરમાં રમાશે. પંજાબની ટીમ બીજી જાન્યુઆરીએ ટુર્નામેન્ટને રમવા માટે બેંગ્લોર રવાના થનાર છે. પંજાબ પાછળના વર્ષે ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શકી હતી. ગુરુકિરત સિંહને પંજાબનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. રોહન મારવાહ ની પસંદગી આશ્વર્ય ભરી રીતે થઇ છે. તે 32 સભ્યોની સંભવિત યાદીમાં પણ નહોતો, જોકે લુધિયાણામાં તેણે T20માં જબરદસ્ત બેટીંગ કરી હતી. આવામાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Next Article