યુવરાજસિંહને સૌરવ ગાંગુલીએ આપ્યો તગડો ઝટકો, આ ટૂર્નામેન્ટમાં રમવાની ના આપી પરમિશન

|

Dec 28, 2020 | 10:45 PM

સિક્સર કિંગ યુવરાજસિંહની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની ઈચ્છાને તગડો ઝટકો લાગ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી માટે તેમને પંજાબના સંભવિતોની લિસ્ટમાં પસંદ કરવામાં આવ્યા હતા.

યુવરાજસિંહને સૌરવ ગાંગુલીએ આપ્યો તગડો ઝટકો, આ ટૂર્નામેન્ટમાં રમવાની ના આપી પરમિશન

Follow us on

સિક્સર કિંગ યુવરાજસિંહની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની ઈચ્છાને તગડો ઝટકો લાગ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી માટે તેમને પંજાબના સંભવિતોની લિસ્ટમાં પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવરાજે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખીને નિવૃતિથી પાછા આવીને રમવાની પરમિશન આપવા માટે કહ્યું હતુ. એક અહેવાલ મુજબ BCCIએ યુવરાજને પરવાનગી આપી નથી. ત્યારે પંજાબે મનદીપસિંહને 20 સભ્યની ટીમના કેપ્ટન બનાવ્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 10 જાન્યુઆરીથી શરૂ થવાની છે.

 

ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ તે કેનેડામાં ગ્લોબલ ટી-20 અને યુએઈમાં ટી-10 લીગમાં રમ્યા હતા. BCCI પોતાની સાથે જોડાયેલા ક્રિકેટરોને બીજા દેશોની ટી-20 અથવા બીજી લીગમાં રમવાની પરવાનગી આપતું નથી પણ સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડી બીજા દેશોમાં રમી શકે છે. આ કારણથી યુવરાજ બહાર રમ્યા હતા પણ થોડા મહિના પહેલા તેમને ફરીથી ઘરેલુ ક્રિકેટમાં વાપસીની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચો: ભારતીય ટીમના સૌથી ખરાબ કેપ્ટન, જેમને સાથી ખેલાડીને રન આઉટ કરવા માટે સોનાની ઘડીયાળની આપી હતી લાલચ

Next Article