WTC 2021: વિલિયમસનના વખાણના બહાને માઇકલ વોનની વિરાટ કોહલી અને ઇન્ડીયન ક્રિકેટ પ્રત્યેની ઇર્ષા છલકાઇ

|

May 15, 2021 | 8:55 AM

ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનની બેટીંગના વખાણ કરીને ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી પર કટાક્ષ કરવા લાગ્યો છે.

WTC 2021: વિલિયમસનના વખાણના બહાને માઇકલ વોનની વિરાટ કોહલી અને ઇન્ડીયન ક્રિકેટ પ્રત્યેની ઇર્ષા છલકાઇ
Virat Kohli & Michael Vaughan

Follow us on

ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) પહેલા ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન (Kane Williamson) ની બેટીંગના વખાણ કરીને ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર કટાક્ષ કરવા લાગ્યો છે. વોને તો વિલિયમસનના વખાણ કરતા એટલી હદે કહી દીધુ કે, જો કેન વિલિયમસન ભારતીય હોત તો, તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હોત. જોકે વિરાટ કોહલીના રહેતા એમ નહી કહેવાય, કારણ કે વિલિયમસન ભારતીય નથી. વોનને વિરાટના સોશિયલ મીડિયા પર મળતા ફોલોઅરને જોઇને પણ ઇર્ષા થતી હોય એવો ભાવ પણ તેની વાતોમાં છલકાયો હતો.

માઇકલ વોનની ભારતીય ક્રિકેટને લઇને જાણે અકળામણ બહાર આવી હતી. તેણે કહ્યુ હતુ કે, કેન વિલિયમસન ભારતીય હોત તો, તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હોત. જોકે તમે એમ નથી કહી શકતા કારણ કે, તમને એ કહેવા માટે પરવાનગી નથી કે વિરાટ કોહલી મહાન ખેલાડી નથી. તેના માટે તમારે સોશિયલ મીડિયાનો સામનો કરવો પડશે. એટલા માટે તમે એમ કહી શકો છો કે, વિરાટ વિશુદ્ધ રુપથી ક્લીક અને લાઇક મેળવવામાં બેસ્ટ છે. વિલિયમસન ત્રણેય ફોર્મેટમાં એટલો જ શ્રેષ્ઠ છે કે જે રીતે તે શાંત થઇને રમે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વોન એ વાત કરતા આગળ કહ્યુ હતુ કે, હું એટલા માટે આમ કહી રહ્યો છુ કે, ન્યુઝીલેન્ડનો આ ખેલાડી ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ છે. જોકે તે વિરાટ કોહલીની બરાબરી નથી કરી શકતો, કારણ કે તે ઇન્સ્ટાગ્રામ પર 100 મિલીયન ફોલોઅર્સ નથી ધરાવતો. તે બ્રાન્ડ એંડોર્સમેન્ટ દ્વારા મોટી રકમની કમાણી પણ કરી નથી શકતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ આગામી 18 જૂનથી રમાનારી છે. ઇંગ્લેંડના સાઉથમ્પટન માં રમાનારી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ કેન વિલિયમસન નિભાવશે.

Next Article