WT-20 લીગ: સુપરનોવાઝ સામે રોમાંચક મેચમાં વેદા અને સુષ્માની શાનદાર ભાગીદારીએ વેલોસીટીને શાનદાર જીત અપાવી

|

Nov 04, 2020 | 11:08 PM

શારજાહ ખાતે આજે Womens T20 Challenge 2020ની પ્રથમ મેચ રમાઈ હતી. સુપરનોવાઝ અને વેલોસીટી વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં વેલોસીટીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. સુપરનોવાઝની ટીમ અગાઉ બે વાર ટાઇટલ જીતી ચુકી છે. સુપરનોવાઝે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 126 રન કર્યા હતા. જવાબમાં વેલોસીટીએ ધીમી રમત છતાં પણ વિકેટ […]

WT-20 લીગ: સુપરનોવાઝ સામે રોમાંચક મેચમાં વેદા અને સુષ્માની શાનદાર ભાગીદારીએ વેલોસીટીને શાનદાર જીત અપાવી

Follow us on

શારજાહ ખાતે આજે Womens T20 Challenge 2020ની પ્રથમ મેચ રમાઈ હતી. સુપરનોવાઝ અને વેલોસીટી વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં વેલોસીટીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. સુપરનોવાઝની ટીમ અગાઉ બે વાર ટાઇટલ જીતી ચુકી છે. સુપરનોવાઝે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 126 રન કર્યા હતા. જવાબમાં વેલોસીટીએ ધીમી રમત છતાં પણ વિકેટ ટકાવી રાખીને મેચને અંત સુધી રોમાંચક સ્થિતી ભરી બનાવી રાખ્યો હતો. વેલોસીટીએ 19.5 ઓવરમાં રોમાંચક સ્થિતીમાં ચોગ્ગો ફટકારીને 129 રન કરીને જીત મેળવી હતી. વેલોસીટીએ 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વેલોસીટીની બેટીંગ

ટીમે પ્રથમ વિકેટ ટીમના શુન્ય રનના સ્કોર પર જ ઓપનર ડૈનીયલ વ્યોટના સ્વરુપમાં ગુમાવી હતી. ટીમનો સ્કોર હજુ 17 રન પર પહોંચ્યો હતો, ત્યાં 17 રન જોડીને ધુંઆધાર ખેલાડી શેફાલી વર્મા પણ વિકેટ ગુમાવી બેઠી હતી. કેપ્ટન મિથાલી રાજ પણ સાત રન કરીને ટીમના 38 રનના સ્કોર પર ત્રીજી વિકેટના સ્વરુપ પર આઉટ થઈ હતી. વેદા કૃષ્ણમુર્તી અને સુષ્મા વર્માએ ટીમની સ્થિતીને સંભાળી હતી. વેદાએ 29 અને સુષ્માએ 34 રન કર્યા હતા. સ્યુન લ્યુસે અણનમ 37 રન 21 બોલમાં કરીને ટીમને જીત અપાવી હતી.

સુપરનોવાઝની બોલીંગ

આમ તો મેચમાં સમયાંતરે વિકેટ ઝડપતી બોલીંગ કરી હતી, પરંતુ વેદા અને સુષ્માની ભાગીદારી પર કાબુ ટીમના બોલર મેળવી શક્યા નહોતા અને પરિણામે હારની સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. આયાબોન્ગાએ ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રાધા યાદવ, પુનમ યાદવ અને શશિકલાએ એક એક વિકેટ ઝડપી હતી. શકિરા સલામાને ચાર ઓવરમાં 19 રન આપ્યા હતા. પરંતુ તે વિકેટ ઝડપી શકવા સફળ રહી નહોતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપરનોવાઝની બેટીંગ

ઓપનર ચમારી અટ્ટાપટુએ સારી રમત દાખવી હતી. તેણે 39 બોલમાં 44 રન ફટકાર્યા હતા. જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા પણ સામેલ હતા. ટીમે 30 રનના સ્કોર પર પ્રથમ વિકેટ પ્રિયા પુણીયાની ગુમાવી હતી, જે 11 રન કરીને આઉટ થઈ હતી. 42 રનના સ્કોર પર ટીમ હતી ત્યારે બીજી વિકેટ જેમીમા રોડ્રીઝની વિકેટ ગુમાવી હતી. તેણે સાત રન જોડ્યા હતા. અટ્ટાપટ્ટુ ટીમના 89 રનના સ્કોર પર આઉટ થઇ હતી. જોકે કેપ્ટન હરમનપ્રિત કૌરે બાજી સંભાળવાનો પ્રયત્ન કરીને 27 બોલમાં 31 રન જોડ્યા હતા. પરંતુ તે પણ 111 રનના પર ટીમ પહોંચી ત્યારે આઉટ થઈ ચુકી હતી. પુજા વસ્ત્રાકર શુન્ય રન પર વિકેટ ગુમાવી બેઠી હતી. જ્યારે શશિકલા શ્રીવર્ધને 18 રન કરીને રન આઉટ થઈ હતી. રાધા યાદવ બે અને શકિરા સલમાને પાંચ રન કરીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

વેલોસીટીની બોલીંગ

જહાંઆરા આલમ અને લેઈ કાસ્પેરેકે સારુ બોલીંગ પ્રદર્શન કરીને સુપરનોવાઝની ટીમને દબાણમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. બંને બોલરોએ બે-બે વિકેટ ઝડપી હતી. એકતા બિસ્ટે પણ જેમીમાનું ઓફ સ્ટમ્પ ખેરવીને ક્લીન બોલ્ડ કરી દીધી હતી. અંતિમ ઓવર દરમ્યાન પણ સળંગ બે વિકેટ ઝડપતા ચાર ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. શિખા પાંડેએ પણ કરકસર ભરી બોલીગ કરી હતી, તેણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી શકી નહોતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article