WT-20: આજે ફાઇનલમાં સુપરનોવાઝ ટાઇટલ મેળવવાની હેટ્રીક લગાવી શકશે કે પછી નવા ચમ્પિયન્સને જોવા મળી શકશે

|

Nov 09, 2020 | 11:52 AM

WT-20 ચેલેન્જ 2020 ની ફાઇનલ મેચ 9, નવેમ્બર ને સોમવારે ટ્રેલબ્લેઝર્સ અને સુપરનોવાઝ વચ્ચે રમવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં મિતાલી રાજની કેપ્ટનશીપ વાળી ટીમ વેલોસિટી બહાર થઇ ચુકી છે, કારણ કે વેલોસિટી ટીમનો નેટ રન રેટ ખરાબ હતો. વળી એક એક મેચ જીતીને અને નેટ રન રેટ સાથે બે વાર વુમન ટી-20 લીગની ચેમ્પિયન સુપરનોવાઝ અને […]

WT-20: આજે ફાઇનલમાં સુપરનોવાઝ ટાઇટલ મેળવવાની હેટ્રીક લગાવી શકશે કે પછી નવા ચમ્પિયન્સને જોવા મળી શકશે

Follow us on

WT-20 ચેલેન્જ 2020 ની ફાઇનલ મેચ 9, નવેમ્બર ને સોમવારે ટ્રેલબ્લેઝર્સ અને સુપરનોવાઝ વચ્ચે રમવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં મિતાલી રાજની કેપ્ટનશીપ વાળી ટીમ વેલોસિટી બહાર થઇ ચુકી છે, કારણ કે વેલોસિટી ટીમનો નેટ રન રેટ ખરાબ હતો. વળી એક એક મેચ જીતીને અને નેટ રન રેટ સાથે બે વાર વુમન ટી-20 લીગની ચેમ્પિયન સુપરનોવાઝ અને ટ્રેલબ્લેઝર્સ ફાઇનલમાં પહોંચી ગઇ હતી.

સુપરનોવાઝની ટીમ સોમવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી વુમન્સ ટી-20 ચેલેન્જ ની ફાઇનલમાં ટ્રેલબ્લેઝર્સ થી ટકરાશે. સુપરનોવાઝની નજર ટાઇટલ મેળવવાની હેટ્રીક પર હશે, જ્યારે ટ્રેલબ્લેઝર્સની ટીમ વુમન્સ ટી20 ચેલેન્જ ની નવી ચેમ્પિયન્સ બનવા માટે ચાહશે. બંને ટીમો આ પહેલા શનિવારે એક બીજા થી ટકરાઇ હતી. જેમાં સુપરનોવાઝે ટ્રેલબ્લેઝર્સને કશ્મકશ મેચમાં બે રન થી હાર આપી હતી. આવામાં ફાઇનલ મેચ ખુબ દિલચશ્પ રહેશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ટુર્નામેન્ટની ત્રીજી ટીમ વેલોસિટી બે મેચમાં એક જીત મેળવી શકી હતી જ્યારે બીજી મેચમાં ટીમે એકદમ ખરાબ રીતચે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ટીમ ટ્રેલબ્લેઝર્સ સામે 50 રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. ટુર્નામેન્ટમાં ત્રણેય ટીમો બે-બે મેચ રમી હતી. છેલ્લી મેચની વાત કરવામાં આવે તો સુપરનોવાઝે શનિવારે ટ્રેલબ્લેઝર્સ સામે પ્રથમ બેટીંગ કરવા સાથે છ વિકેટ ના નુકશાન પર 146 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટ્રેલબ્લેઝર્સની ટીમ પુરી ઓવર રમવા બાદ 144 રન બનાવી શકી હતી અને માત્ર બે રન બનાવી ને મેચ હારી ગઇ હતી.

સુપરનોવાઝ ને એક વકત ફરી થી ચમારી અટ્ટાપટ્ટુ થી શાનદાર પ્રદર્શનની આશા હશે, જેણે પાછલી મેચમાં 48 બોલ પર પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ની મદદ થી સર્વાધીક 67 રનની ઇનીંગ રમી હતી. તો વળી ટ્રેલબ્લેઝર્સ ની ટીમ પણ ચાહશે કે એકવાર ફરી થી એકજુટ થઇને પ્રદર્શન કરી શકે તો, જેનાથી ચેમ્પિયનનુ પિંછુ સ્મૃતિ મંધાનાની ટીમ ના માથા પર સજાવી શકાય છે. ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે મેચ રમાશે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ સુપરનોવાઝ અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે વર્ષ 2018માં એક માત્ર મેચ રમાઇ હતી. જેમાં સુપરનોવાઝે જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2019માં રમાયેલી મેચમાં ટ્રેલબ્લેઝર્સને બે રન થી સુપરનોવાઝે હાર આપી હતી.

આ વર્ષે ફરી એકવાર સુપરનોવાઝે પલટવાર કર્યો છે. આવામાં ટ્રેલબ્લેઝર્સ પાસે ના બદલો લેવાનો જ મોકો છે, પરંતુ ટાઇટલ જીતવાનો પણ મોકો હશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article