Wrestling : પ્રિયા મલિકે વર્લ્ડ કૈડેટ કુશ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

|

Jul 25, 2021 | 3:23 PM

Wrestling : પ્રિયા મલિકની સફળતાએ દેશને ગર્વ કરવાનો મોકો આપ્યો છે. પ્રિયાની આ સફળતા પર તેમને ટ્વિટર પર ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે.

Wrestling : પ્રિયા મલિકે વર્લ્ડ કૈડેટ કુશ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો
Priya Malik

Follow us on

વિશ્વ કૈડેટ ચેમ્પિયનશિપમાં ભારતને મોટી સફળતા મળી છે. ભારતની મહિલા ખેલાડી પ્રિયા મલિકે (Priya Malik) હંગરીમાં આયોજિત આ ચેમ્પિયનશિપમાં મહિલાઓના 73 કિલો ભારવર્ગમાં સ્વર્ણપદક (Gold Medal) પોતાના નામે કર્યો છે. પ્રિયાએ વર્લ્ડ કૈડેટ કુશ્તી ચેમ્પિયનશીપમાં બેલારુસની પહેલાવાનને 5-0થી પરાજિત કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

પ્રિયા 2019માં પુણેમાં ખેલો ઇન્ડિયામાં સ્વર્ણ પદક, 2019માં દિલ્લીમાં 17 સ્કૂલ ગેમ્સમાં સ્વર્ણ પદક અને 2020માં પટનામાં નેશનલ કૈડટ ચેમ્પિયનશીપમાં સ્વર્ણ પદક જીતી ચુકી છે. પ્રિયા મલિકે વર્ષ 2020માં રાષ્ટ્રીય સ્કૂલ ખેલમાં સ્વર્ણ જીત્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મીરાબાઇ ચાનૂએ શનિવારે જ ટોક્યો ઓલિમ્પિક-2020માં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો અને ઇતિહાસ રચ્યો હતો. પ્રિયા મલિકની સફળતાએ દેશને ગર્વ કરવાનો મોકો આપ્યો છે. પ્રિયાની આ સફળતા પર તેમને ટ્વિટર પર ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે.

હરિયાણાના રમત-ગમત મંત્રીએ આપી શુભેચ્છાઓ 

પ્રિયાની આ ઉપલબ્ધિ પર હરિયાણાના રમત ગમત મંત્રી સંદીપ સિંહે તેમને શુભેચ્છા આપી. તેમણે લખ્યુ મહિલા કુશ્તી ખેલાડી પ્રિયા મલિક હરિયાણાની દિકીને હંગરીના બુડાપેસ્ટમાં આયોજિત વિશ્વ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડન મેડલ જીતવા પર શુભેચ્છા.

તનુ પણ બની છે વિશ્વ ચેમ્પિયન 

ભારતની એક અને યુવા પહેલવાન તનુ પણ વિશ્વ ચેમ્પિયન બની છે. તનુએ પોતાના મુકાબલામાં એક પણ અંક ન ગુમાવતા 43 કિલોગ્રામ ભારવર્ગનુ ટાઇટલ પોતાના નામે કર્યુ.

Next Article