World Series: આવતા મહિને રાયપુરમાં સચિન, બ્રાયન લારા, બ્રેટ લી, મુરલીધરન સહિતના દિગ્ગજો T20 રમશે

|

Feb 10, 2021 | 9:51 AM

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) , વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા અને મુથૈયા મુલરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટર આગામી માર્ચ માસમાં ક્રિકેટ રમતા જોવા મળશે. રાયપુર (Raipur) માં આગામી બીજી માર્ચ થી 21 માર્ચ સુધી રમાનાર રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) T20 રમાનારી છે. જેાં આ દિગ્ગજો મેદાનમાં રમવા માટે ઉતરશે.

World Series: આવતા મહિને રાયપુરમાં સચિન, બ્રાયન લારા, બ્રેટ લી, મુરલીધરન સહિતના દિગ્ગજો T20 રમશે
ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ, અને ભારતના પૂર્વ ક્રિકેટરો ભાગ લેશે.

Follow us on

World Series: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) , વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા અને મુથૈયા મુલરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટર આગામી માર્ચ માસમાં ક્રિકેટ રમતા જોવા મળશે. રાયપુર (Raipur) માં આગામી બીજી માર્ચ થી 21 માર્ચ સુધી રમાનાર રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) T20 રમાનારી છે. જેાં આ દિગ્ગજો મેદાનમાં રમવા માટે ઉતરશે.

આ પહેલા સિઝનની ચાર મેચ બાદ કોરોના મહામારીને લઇને પાછલા વર્ષે 11 માર્ચ થી મોકુફ કરી દેવામાં આવી હતી. આયોજકોએ ઘોષણા કરી હતી કે, બાકી રહેલી તમામ મેચ રાયપુરમાં 65,000 ક્ષમતા વાળા નવનિર્મીત શહિદવીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Raipur Stadium) માં રમાશે.

જે મુજબ, સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન અને મુથૈયા મુરલીધરન સહિતના ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતરશે. તેમની સાથે ક્રિકેટ રમતા પાંચ દેશોના અનેક પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ રમતમાં જોડાનારા છે. જેમાં ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ, અને ભારતના પૂર્વ ક્રિકેટરો ભાગ લેશે. જેનુ આયોજન દેશમાં માર્ગ સુરક્ષાને લઇને જાગૃતી ફેલાવવા માટે કરવામાં આવે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

માહિતીમાં જાણકારી આપતા કહેવાયુ છે કે, દેશમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે. અહી ક્રિકેટરોને આદર્શ હિરોના રુપે પણ જોવામાં આવે છે. આવામાં લીગનો ઉદ્દેશ્ય પણ માર્ગો પર પોતાના વ્યવહારના પ્રતિ લોકોની માનસિકતામાં બદલાવ લાવવાની છે. છત્તિસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ (CM Bhupesh Badhel) એ પણ કહ્યુ હતુ કે, માર્ગ સુરક્ષા વિશ્વ સિરીઝ T20 દરમ્યાન રાયપુરમાં દિગ્ગજોની મહેમાનગતી અમારા માટે ગર્વ અને સન્માનની વાત છે. તેમણે કહ્યુ કે, આ એક અદ્ભુત અવધારણા છે કે, લોકોને માર્ગ પર ના જોખમોને લઇને જાગૃતિ કરાઇ રહી છે. એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે, ભારતીય માર્ગો પર પ્રત્યેક ચાર મીનીટે એક વ્યક્તિનુ મોત નિપજે છે.

Next Article