Breaking News : ભારતના દિગ્ગજ ખેલાડીનું કાર અકસ્માતમાં નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
ભારતીય રમતગમત જગતમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. પંજાબના જાલંધરમાં એક દુ:ખદ ઘટનામાં, વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનું નિધન થયું છે. તેમણે 114 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. ફૌજા સિંહનું જીવન પ્રેરણાદાયક છે.

પંજાબના જલંધરમાં એક દુખદ ઘટનામાં વર્લ્ડના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનું નિધન થયું છે. 114 વર્ષની ઉંમરમાં ફૌજા સિંહ અકસ્માતનો શિકાર બન્યા હતા. ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેનું નિધન થયું હતુ. આ ઘટના રમતજગત માટે ખુબ જ દુખદ છે. ફૌજા સિંહને જલંધરમાં તેમના ઘરની બહાર એક અજાણ્યા વાહને ટકકર મારી હતી. આ દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
ફૌજા સિંહનું નિધન
ફૌજા સિંહના મૃત્યુંથી તેમના ચાહકો પણ દુખી થયા છે.લોકો તેમને એક માત્ર મહાન એથ્લીટ નહી પરંતુ સાહસ અને પ્રેરણાના રુપમાં યાદ કરી રહ્યા છે. પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.114 વર્ષની ઉંમરે, તેઓ અજોડ ઉત્સાહ સાથે ‘નશા મુક્ત – રંગલા પંજાબ’ કૂચમાં મારી સાથે જોડાયા. તેમનો વારસો ડ્રગ-મુક્ત પંજાબ માટે પ્રેરણારૂપ રહેશે. ઓમ શાંતિ ઓમ.’
PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ સોશિયલ મીડિયા પર ફૌજા સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, તેમના દઢ સંકલ્પ અને ફિટનેસના પ્રતિ સમર્પણથી ભારતના યુવાઓને પ્રેરિત કર્યા હતા. તેમનું નિધન ખુબ જ દુખદ છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.
Fauja Singh Ji was extraordinary because of his unique persona and the manner in which he inspired the youth of India on a very important topic of fitness. He was an exceptional athlete with incredible determination. Pained by his passing away. My thoughts are with his family and…
— Narendra Modi (@narendramodi) July 15, 2025
ફૌજા સિંહનું જીવન એક પ્રેરણા છે, ફૌજા સિંહ પાંચ વર્ષની ઉંમર સુધી ચાલી પણ શકતા ન હતા. જ્યારે ચાલતા શીખ્યા ત્યારબાદ પાછુ વળીને ન જોયું ફૌજા સિંહનો જન્મ 1911ના રોજ જલંધરમાં વ્યાસ ગામમાં થયો હતો. તેમણે દોડમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. ફૌજા સિંહ એક બ્રિટિશ શીખ અને પંજાબી ભારતીય મૂળના મેરેથોન દોડવીર છે. તેમણે અનેક વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. તેનું વ્યક્તિગત બેસ્ટ લંડન મેરાથોન 2003 માટે 6 કલાક 2 મિનિટ છે. તેમજ 90 ઉપરની ઉંમરમાં કેટેગરીમાં તેનો બેસ્ટ 2003 ટોરન્ટો વોટરફ્રંટ મેરાથોનમાં સૌથી વુદ્ધ 92 વર્ષની ઉંમરમાં 5 કલાક 40 મિનિટ છે.
