વર્લ્ડ કપમાં સ્ટિવ સ્મિથ ને કોહલી કેમ કર્યો હતો સપોર્ટ, કોહલીએ આપ્યો જવાબ

વર્લ્ડ કપમાં સ્ટિવ સ્મિથ ને કોહલી કેમ કર્યો હતો સપોર્ટ, કોહલીએ આપ્યો જવાબ

ટીમ ઇન્ડીયા અને ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમની વચ્ચેની સીરીઝ આજ થી શરુ થઇ રહી છે. જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે પિંક બોલ ટેસ્ટમાં પોતાનો દમ દેખાડવાના જુસ્સા થી મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક બની રહેવાની આશા છે. મેચના એક દિવસ પહેલા જ ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 17, 2020 | 10:09 AM

ટીમ ઇન્ડીયા અને ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમની વચ્ચેની સીરીઝ આજ થી શરુ થઇ રહી છે. જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે પિંક બોલ ટેસ્ટમાં પોતાનો દમ દેખાડવાના જુસ્સા થી મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક બની રહેવાની આશા છે. મેચના એક દિવસ પહેલા જ ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ બંને એક સાથે જોવા મળ્યા હતા. આ દરમ્યાન સ્મિથે વિરાટને ગત વર્ષે ઇંગ્લેંડમાં યોજાયેલા વિશ્વકપની એક ઘટનાને યાદ કરતા પૂછ્યુ હતુ. તેણે પૂછ્યુ કે તમને સપોર્ટ કરતા પ્રેક્ષકોને હૂટિંગ ના કરવા માટે કહ્યુ હતુ.

સ્મિથના આ સવાલ પર વિરાટ કોહલીએ પણ પોતાનો જવાબ મુકતા વાત કરી હતી. કહ્યુ હતુ કે મારા હિસાબ થી એક ઘટના ઘટી ચુકી હતી. જેને આપને અહેસાસ છે અને આપ તેનો પશ્વાતાપ કરતા લાંબા સમય બાદ વાપસી કરી છે. આવામાં કોઇ પણ આ પ્રકારની ચીજ સ્થાયી નથી હોતી. તેના માટે લગાતાર કોઇ એક વ્યક્તિને વ્યક્તિગત રીતે પરેશાન કરવો યોગ્ય નથી. ઉલ્લેખનિય છે કે, કોહલીના આમ કરવાને લઇને ક્રિકેટ જગતના અનેક પૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ તેની સરાહના કરી હતી.

વિશ્વકપમાં આ મેચ દરમ્યાન જ્યારે સ્ટીવ સ્મિથ બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે કેટલાક પ્રેક્ષકો તેમને હૂટીંગ કરી રહ્યા હતા. વિરાટ કોહલીને આ વાતનો અહેસાસ થયો ત્યારે આમ કરવા થી અટકાવ્યા હતા. સાથએ જ સ્મિથ માટે તાળીઓ પાડવા માટે પણ અપીલ કરી હતી. ભારતીય પ્રસંશકોએ સ્મિથ સ્ટ્રાઇક પર આવતા જ ધોખેબાજ-ધોખેબાજ કહેવુ શરુ કર્યુ હતુ. પ્રંશસકો આમ એટલા માટે કહી રહ્યા હતા કે સ્મિથ અને ડેવિડ વોર્નર બોલ ટેમ્પરીંગમાં સામે આવ્યા હતા. તેને લઇને બંને ને નેશનલ ટીમ દ્રારા પ્રતિબંધ લગાવી દેવાયો હતો. સજાનુ એલાન થતા જ સ્મિથની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે મિડીયાના સામે જ રોવા લાગી ગયો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati