Mithali Raj Retirement: મિતાલીના ‘રાજ’ને સંભાળવા માટે બે ખેલાડીઓ વચ્ચે ટક્કર, કોણ બનશે ટેસ્ટ અને વનડેમાં નવો કેપ્ટન

|

Jun 08, 2022 | 5:38 PM

ભારતની વર્તમાન મહિલા ટીમ પર નજર કરીએ તો, મિતાલીના વારસાને આગળ ધપાવવા માટે બે નામો જોવા મળે છે, જેનો તેને થોડો અનુભવ પણ છે અને તે છે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને સ્મૃતિ મંધાના.

Mithali Raj Retirement: મિતાલીના રાજને સંભાળવા માટે બે ખેલાડીઓ વચ્ચે ટક્કર, કોણ બનશે ટેસ્ટ અને વનડેમાં નવો કેપ્ટન
મિતાલીના 'રાજ'ને સંભાળવા માટે બે ખેલાડીઓ વચ્ચે ટક્કર
Image Credit source: Twitter

Follow us on

Mithali Raj Retirement: મિતાલી રાજે (Mithali Raj)નિવૃત્તિ જાહેર કરી છે. આ જાહેરાત સાથે મહિલા ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે. પરંતુ આ સાથે જ ભારતીય ક્રિકેટ સામે એક મોટો પ્રશ્ન પણ ઉભો થયો છે અને તે સવાલ એ છે કે હવે ભારતની મહિલા ક્રિકેટની આગામી કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન માત્ર વનડેમાં જ નહીં પરંતુ ટેસ્ટમાં પણ ઊભો થયો છે. આખરે મિતાલીના રાજને કોણ સંભાળશે? ભારતની વર્તમાન મહિલા ટીમ પર નજર કરીએ તો, મિતાલીના વારસાને આગળ ધપાવવા માટે બે નામો જોવા મળે છે, જેનો તેને થોડો ઘણો અનુભવ પણ છે અને તે છે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને સ્મૃતિ મંધાના. બંને ખેલાડીઓ માત્ર જબરદસ્ત ખેલાડી નથી પરંતુ બંનેમાં ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા પણ છે.

મિતાલી રાજની ODI કારકિર્દી 232 મેચોની હતી, જેમાં તેણે કેપ્ટન તરીકે 155 મેચ રમી હતી, જેમાં તેની બેટિંગ એવરેજ 53 થી વધુ હતી. તે એક ખેલાડી તરીકે જે મેચોમાં રમી છે, તેમાં તેણે 46 કરતા ઓછી સરેરાશથી રન બનાવ્યા છે. તેની કારકિર્દીની સરેરાશ પણ 50.68 રહી છે. મિતાલી રાજે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 12 મેચ રમી છે. આમાં તેણે 8 મેચમાં કેપ્ટનશિપ કરી અને 4 ખેલાડી તરીકે રમી. ટેસ્ટમાં એક ખેલાડી તરીકે મિતાલીની બેટિંગ એવરેજ કેપ્ટન કરતાં વધુ રહી છે. જ્યારે તેણે કેપ્ટન તરીકે 32થીવધુની એવરેજથી રન બનાવ્યા છે, ત્યારે તેણે ખેલાડી તરીકે 78થી વધુની એવરેજથી રન બનાવ્યા છે.

મિતાલીના 2 દાવેદાર

હવે વાત કરીએ તે બે દાવેદારોની, જેમના નામ મિતાલીના વારસાને આગળ વધારવામાં સૌથી આગળ છે. તેમાં સૌથી પહેલું નામ હરમનપ્રીત કૌરનું છે, જેને 5 વનડેમાં કેપ્ટનશિપનો અનુભવ પણ છે. તે 5 મેચમાં હરમનપ્રીતની બેટિંગ એવરેજ 81થી વધુ છે. એક ખેલાડી તરીકે રમાયેલી 133 ODIમાં તેની એવરેજ 34થી ઓછી થઈ ગઈ છે. હરમનની ODIમાં કારકિર્દીની સરેરાશ 35થી થોડી વધારે છે. આ સાથે જ તેની પાસે ટેસ્ટમાં 3 મેચ રમવાનો અનુભવ છે પરંતુ તેની પાસે કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

સ્મૃતિ મંધાનાને આંતરરાષ્ટ્રીય વનડે કે ટેસ્ટમાં કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી. પરંતુ તે ખેલાડીઓ અદ્ભુત છે. આ સાથે તે ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી પણ નિભાવી રહી છે. મંધાનાને ક્રિકેટની સમજ છે. મિતાલીએ એક ખેલાડી તરીકે અત્યાર સુધી 71 ODI રમી છે, જેમાં તેણે 42.24ની એવરેજથી રન બનાવ્યા છે. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4 મેચ રમી છે.જેમાં તેની એવરેજ 46.42 છે. મહિલા ક્રિકેટ ટીમમાં વિભાજિત કેપ્ટનશિપનો યુગ જોવા મળી શકે છે, જેમાં સ્મૃતિ મંધાનાને ટેસ્ટ અને હરમનપ્રીત કૌરને વન-ડેની કમાન સોંપવામાં આવી શકે છે.

Next Article