Virat Kohli ને કેટલી વાર આઉટ કર્યો છે ? સવાલના જવાબમાં આ બોલરે કંઇક આવો જવાબ આપ્યો

|

May 23, 2021 | 9:32 AM

ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની વિકેટ ઝડપવાનુ વિશ્વના તમામ બોલરને માટે એક સપનુ હોય છે. તે સાકાર કરવા બોલર આકરી મહેનત સાથે મોકો શોધતો રહેતો હોય છે.

Virat Kohli ને કેટલી વાર આઉટ કર્યો છે ? સવાલના જવાબમાં આ બોલરે કંઇક આવો જવાબ આપ્યો
Virat Kohli & Washington Sundar

Follow us on

ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની વિકેટ ઝડપવાનુ વિશ્વના તમામ બોલરને માટે એક સપનુ હોય છે. તે સાકાર કરવા બોલર આકરી મહેનત સાથે મોકો શોધતો રહેતો હોય છે. જ્યારે સફળ થાય ત્યારે લક્ષ્ય પ્રાપ્તીની અનહદ ખૂશી બોલરના ચહેરા પર છલકાતી હોય છે.

વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને પણ આવો જ એક સવાલ એક શો દરમ્યાન વાતચીતમાં પુછવામાં આવ્યો હતો. પૂછાયુ કે કોહલીને નેટ પર કેટલી વાર આઉટ કરે છે ? તો તેણે કંઇક આવો જવાબ આપ્યો હતો.

કોહલીને આઉટ કરવાના સવાલના જવાબમાં સુંદરે કહ્યુ હતુ કે, “હું તેમને વધારે આઉટ નથી કરી શક્યો. તે ક્રિકેટના બાદશાહ છે. મને નથી લાગતુ કે, હું તેમને દરેક સેશનમાં આઉટ કરી શકુ. કદાચ દરેક બે સેશનમાં એક વખત, જો હું તેમને આઉટ કરુ છુ તો મને ખૂબ ખુશી થાય છે.”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિરાટ કોહલી અને સ્પિનર વોશિંગ્ટન સુંદર બંને આઇપીએલ દરમ્યાન પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમે છે. જ્યારે ભારતીય ટીમમાં પણ હવે સુંદર સામેલ થઇ ચુક્યો છે. ઇંગ્લેંડ પ્રવાસ માટે ટીમ ઇન્ડીયામાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થયો છે. જૂન માસમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમશે.

ઓગષ્ટ માસમાં ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી ઇંગ્લેંડમાં રમનાર છે. તાજેતરમાં જ ભારતે ઇંગ્લેંડને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર રીતે હરાવ્યુ હતુ. હવે ઇંગ્લેડમાં તેના જ ઘરમાં ઇંગ્લેંડ સામે વિજેતા થવા માટે ભારતીય ટીમ કમર કસી લેશે.

વિરાટ કોહલીની વાત કરવામા આવે તો, કોહલીએ 91 ટેસ્ટ મેચ દરમ્યાન 52.37 રનની સરેરાશથી 7490 રન બનાવ્યા છે. જ્યારે વન ડે ક્રિકેટ 254 મેચ રમીને 59.07 રનની સરેરાશ ધરાવે છે. તેણે વન ડેમાં 12169 રન કર્યા છે. ટી20 ક્રિકેટમાં 90 મેચ રમીને 3159 રન બનાવ્યા છે. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 શતક લગાવી ચુક્યો છે.

Next Article