India vs Pakistan : પાકિસ્તાની દિગ્ગજને હાર બાદ વિરાટ કોહલીનું વર્તન ગમ્યું, કહ્યું તે પરફેક્ટ ખેલાડી છે

|

Oct 26, 2021 | 3:17 PM

T20 વર્લ્ડ કપ 2021ની પોતાની પ્રથમ મેચમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું હતું. વર્લ્ડ કપ (ODI અને T20)માં ભારત સામે પાકિસ્તાનની આ પ્રથમ જીત છે.

India vs Pakistan : પાકિસ્તાની દિગ્ગજને હાર બાદ વિરાટ કોહલીનું વર્તન ગમ્યું, કહ્યું તે પરફેક્ટ ખેલાડી છે
ભારત-પાકિસ્તાન મેચ બાદ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને મળ્યાનો વિરાટ કોહલીનો ફોટો ઘણો વાયરલ થયો છે.

Follow us on

India vs Pakistan : પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીરે (Sana Mir) ટી20 વર્લ્ડ કપ 2021માં (T20 World Cup 2021) ભારત-પાકિસ્તાન (India vs Pakistan)મેચ બાદ વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી.

તેણે કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સંપૂર્ણ ખેલદિલી સાથે હાર સ્વીકારે છે. તે એક આદર્શ ખેલાડી છે, જે ભારતીય કેપ્ટનની સુરક્ષાની ભાવના પણ દર્શાવે છે. T20 વર્લ્ડ કપ (T20 World Cup)ની પોતાની પ્રથમ મેચમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું હતું. વર્લ્ડ કપ (ODI અને T20)માં ભારત સામે પાકિસ્તાન (India vs Pakistan)ની આ પ્રથમ જીત છે. મેચ બાદ કોહલીએ વિજેતા ટીમના હીરો મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યો હતો. બાબર આઝમ સાથે પણ મુલાકાત થઈ હતી.

મીરે (Sana Mir) આઈસીસી (ICC)ની ઓફિશિયલ વેબસાઈટ પર પોતાની કોલમમાં લખ્યું છે કે, “વિરાટ કોહલીએ હારને ખૂબ જ શિષ્ટતા સાથે સ્વીકારી અને હું તેની ખેલદિલીની પ્રશંસા કરું છું. ટોચના ખેલાડીઓની આ પ્રકારની વર્તણૂક જોવી ખરેખર ખૂબ સરસ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મીરે કહ્યું કે, જો ભારત મોટી જીત સાથે ટુર્નામેન્ટમાં વાપસી કરશે તો તેને આશ્ચર્ય થશે નહીં. તેણે કહ્યું, મને આશા છે કે અમે ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ને એકબીજા સામે રમતા જોઈ શકીશું.

બાબરની પ્રશંસા કરી

પાકિસ્તાનની જીત અંગે સના મીરે કહ્યું કે, તેને મેચ દરમિયાન બાબર આઝમનું વર્તન ગમ્યું. ભારત સામેની જીત બાદ તેણે જીતની ઉજવણીમાં ડૂબવાને બદલે તરત જ પોતાનું ધ્યાન આગામી મેચ તરફ વાળ્યું હતું. મીરે (Sana Mir)  લખ્યું, ‘પાકિસ્તાન ચોક્કસપણે આ પ્રદર્શનથી ટૂર્નામેન્ટની ફેવરિટ ટીમ બની ગયું છે તેનું ધ્યાન આગામી મેચો પર હતું. તે પણ સ્પષ્ટ છે કે ટીમ સાચી દિશામાં આગળ વધી રહી છે.

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે દુબઇમાં ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) ની મેચ રમાઇ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે (Babar Azam) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનુ પંસદ કર્યુ હતુ. પાકિસ્તાનના ઓપનરોએ ભારતે આપેલા પડકારને વિના વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. ભારતીય ટીમ માટે પાકિસ્તાનના હાથે શરમજનક હાર મેળવી હતી. ભારતે આપેલા 152 રનના પડકારને 18 મી ઓવરમાં જ પાર પાડી લઇને પાકિસ્તાને પ્રથવાર ભારત સામે વિશ્વકપમાં જીત મેળવી હતી.

આ પણ  વાંચો : IPL New Team : 56 હજાર કરોડની નેટવર્થ, 3 લાખ કર્મચારીઓ, જાણો કોણ છે CVC કેપિટલ પાર્ટનર્સ જેણે IPLની અમદાવાદની ટીમ ખરીદી?

Next Article