Delhi: વિરાટની દીકરીને મળી ઓનલાઈન ધમકી ! DCW એ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી, FIR રિપોર્ટ માંગ્યો

|

Nov 02, 2021 | 4:54 PM

ભારત-પાકિસ્તાન મેચમાં મળેલી હાર બાદ દિલ્હી મહિલા આયોગે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રીને ઓનલાઈન મળી રહેલી ધમકીઓનું સંજ્ઞાન લીધું હતું. તેણે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.

Delhi: વિરાટની દીકરીને મળી ઓનલાઈન ધમકી ! DCW એ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી, FIR રિપોર્ટ માંગ્યો
Virat Kohli Family

Follow us on

Delhi: દુબઈમાં તાજેતરમાં રમાયેલ ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021)માં ભારત-પાકિસ્તાન (Indian-Pakistan) ક્રિકેટ મેચમાં ટીમની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પુત્રીને ઓનલાઈન ધમકીઓ મળી  છે. દિલ્હી કમિશન ફોર વુમન (DWC) એ દિલ્હી પોલીસ (Delhi Police)ને નોટિસ ફટકારી છે. મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, જે રીતે 9 મહિનાની બાળકીને ટ્વિટર પર ધમકીઓ મળી રહી છે. તે ખરેખર શરમજનક છે.

ભારત-પાકિસ્તાન મેચના અભિયાનની શરૂઆત ભારત માટે ખૂબ જ ખરાબ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેને બીજી મેચમાં ન્યુઝીલેન્ડના હાથે 8 વિકેટથી હાર મળી હતી. આ બે પરાજય બાદ ભારતની સેમિફાઈનલમાં પહોંચવાની આશાને ફટકો પડ્યો છે. ત્યારથી માત્ર વિરાટ કોહલી અને લગભગ આખી ટીમ ઈન્ડિયાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરીને નિશાન બનાવવામાં આવી રહી છે.

મેચ હારવા માટે પુત્રીને બળાત્કારની ધમકી મળી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઈએ કે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર, તેમના ધ્યાન પર કેટલાક એવા ટ્વીટ આવ્યા છે, જેમાં કેટલાક લોકોએ વિરાટ કોહલીની 9 મહિનાની પુત્રી સાથે બળાત્કાર કરવાની ધમકી આપી છે. કારણ કે, ભારત-પાકિસ્તાન સામેની મેચ હારી ગઈ હતી.

આ સાથે વિરાટ કોહલીએ પોતાના સાથી બોલર મોહમ્મદ શમીને ધર્મના આધારે નિશાન બનાવવાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. દિલ્હી મહિલા આયોગે આ મામલે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. હું ઈચ્છું છું કે આ મામલામાં તે લોકો વિરૂદ્ધ વહેલી તકે FIR નોંધવામાં આવે. જેણે 9 મહિનાની બાળકીને ધમકી આપી છે. આ લોકોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

આરોપીઓને પકડવા માટે કયા નક્કર પગલાં લેવા જોઈએ – સ્વાતિ માલીવાલ

આ દરમિયાન ડીસીડબ્લ્યુ ચીફે દિલ્હી પોલીસ પાસેથી આ સંબંધમાં એફઆઈઆરની માહિતી માંગી છે. માલીવાલે કહ્યું છે કે, જો કોઈ ધરપકડ કરવામાં આવી નથી, તો દિલ્હી પોલીસને આ વિશે જાણ કરવી જોઈએ. તેને ધમકી આપનાર આરોપીને પકડવા તેણે કયા નક્કર પગલાં લીધા છે ?

 

આ પણ વાંચો : T20 world cup 2021 : ટીમ ઈન્ડિયાના સેમિફાઈનલમાં જવાની આ ત્રણ સીડી છે, જાણો ભારત હવે કોની સાથે ટકરાશે

Next Article