Breaking News : 11 લોકોના મોત માટે કોણ જવાબદાર? વિરાટ કોહલીએ 3 મહિના પછી પોતાનું મૌન તોડ્યું

બેંગ્લોરમાં બનેલી ઘટના પર વિરાટ કોહલીએ પોતાનું મૌન તોડ્યું છે. આરસીબીના આઈપીએલ ટાઇટલ જીત્યા બાદ ઉજવણીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો ચાલો જાણીએ કે, 3 મહિના બાદ વિરાટ કોહલીએ શું કહ્યું છે.

Breaking News : 11 લોકોના મોત માટે કોણ જવાબદાર? વિરાટ કોહલીએ 3 મહિના પછી પોતાનું મૌન તોડ્યું
| Updated on: Sep 03, 2025 | 2:02 PM

18 વર્ષ લાંબી રાહ જોયા બાદ આરસીબીની ટીમે આઈપીએલમાં ખિતાબ જીત્યો હતો. આરસીબીના ચાહકો માટે આ કોઈ તહેવારથી ઓછી ખુશી ન હતી. આને લઈ આરસીબીના ચાહકો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી અને આ ઘટનામાં કેટલાક લોકોના મૃત્યું પણ થયા હતા. આ મામલે વિરાટ કોહલીએ 3 મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે.

11 લોકોના મોત માટે કોણ જવાબદાર?

બેંગ્લોરમાં બનેલી ઘટના પર વિરાટ કોહલીએ પોતાનું મૌન તોડ્યું છે. આરસીબીના આઈપીએલ ટાઇટલ જીત્યા બાદ ઉજવણીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેટલાક લોકો ઘાયલ થયા હતા. વિરાટ કોહલીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરી છે. ટીમે ભવિષ્યમાં વધુ સારા ભીડ વ્યવસ્થાપનનું વચન પણ આપ્યું છે.

 

આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મૃતકો અને ઘાયલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સાવધાની સમ્માન અને જવાબદારીઓ સાથે આગળ વધવાનું વચન આપ્યું છે.
RCBએ વિરાટ કોહલીને ટાંકીને કહ્યું, ‘જીવનમાં કંઈપણ તમને 4 જૂન જેવી દુર્ઘટના માટે તૈયાર કરતું નથી. તે અમારી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં સૌથી ખુશ ક્ષણ હોવી જોઈએ. પરંતુ તે દુર્ઘટનામાં ફેરવાઈ ગયું. હું એ પરિવારો વિશે વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું જેમને ગુમાવ્યા છે અને ઘાયલ ચાહકો માટે પણ વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું. તમારું નુકસાન હવે અમારી સ્ટોરીનો ભાગ છે. આપણે બધા સાવધાની, આદર અને જવાબદારી સાથે આગળ વધીશું.’

શું હતો સમગ્ર મામલો

RCB ટીમે IPL 2025 જીતી લીધી છે અને આ પછી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ સન્માન દરમિયાન કંઈક એવું બન્યું જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 11 લોકોના મોત થયા હતા. આ ભાગદોડમાં 20 લોકો ઘાયલ પણ થયા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Published On - 1:51 pm, Wed, 3 September 25