virat kohli : માત્ર ક્રિકેટ જ નહીં, ઈન્સ્ટાગ્રામ ‘કિંગ’ પણ છે વિરાટ કોહલી, ટૂંક સમયમાં અનુભવી ફૂટબોલર નેમારને પાછળ છોડી શકે છે

|

Oct 22, 2021 | 11:54 AM

વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 162 મિલિયન ફોલોઅર્સ છે. બીજી બાજુ, પેરિસ સેન્ટ જર્મન ક્લબના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી નેમારના 163 મિલિયન ફોલોઅર્સ છે. બંને વચ્ચેનો તફાવત માત્ર 1 મિલિયન છે.

virat kohli : માત્ર ક્રિકેટ જ નહીં, ઈન્સ્ટાગ્રામ કિંગ પણ છે વિરાટ કોહલી, ટૂંક સમયમાં અનુભવી ફૂટબોલર નેમારને પાછળ છોડી શકે છે
virat kohli

Follow us on

virat kohli : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli Instagram Followers) ને તેની બેટિંગના કારણે ફેન્સ ક્રિકેટ કિંગ કહેવામાં આવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. હવે તે સુપ્રસિદ્ધ બ્રાઝિલિયન ફૂટબોલર જુનિયર નેમાર (Virat Kohli vs Neymar Junior)ને પાછળ છોડવાની નજીક છે.

ઇન્સ્ટા પર કોહલીના ફોલોઅર્સ (Followers)ની સંખ્યા આ વર્ષે માર્ચમાં 100 મિલિયન એટલે કે એક કરોડને વટાવી ગઈ હતી. કોહલીના જાદુઈ આંકડા સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે, જ્યારે રમતની દુનિયામાં ચોથો અને ઓવરઓલ 23મો સેલિબ્રેટી બની ગયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ત્યારબાદ તેણે 150 મિલિયનનો આંકડો પાર કર્યો અને આવું કરનાર પ્રથમ એશિયન બન્યો. હાલમાં તેના 162 મિલિયન ફોલોઅર્સ છે. પેરિસ સેન્ટ જર્મન ક્લબના પ્રખ્યાત ફૂટબોલર નેમાર જુનિયર ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ(Neymar Junior Instagram Followers)ના 163 મિલિયન ફોલોઅર્સ છે. કદાચ કોહલી ટી 20 વર્લ્ડ કપ દરમિયાન જ નેમારને પાછળ છોડી શકે.

પોર્ટુગલના મહાન સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo Instagram Followers)આજે પણ સોશિયલ મીડિયા પર રમત જગતનું નેતૃત્વ કરી રહ્યા છે. તેના 358 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સી ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ (Lionel Messi Instagram Followers) આ યાદીમાં બીજા નંબરે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા 276 મિલિયન છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) માં રમાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારતે તેની બંને પ્રેક્ટિસ મેચ રમી છે અને શાનદાર પ્રદર્શન કરીને તે બંને જીતી છે. પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે (Indian Cricket Team) બે વિકેટના નુકસાને 17.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારત-પાકિસ્તાન (India vs Pakistan) ની ટક્કર 24 ઓક્ટોબરે થવાની છે.

આ પણ વાંચો : T20 World cup 2021: રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે જામી છે નંબર-1 ની ટક્કર, તેમની લડાઇ મેચની મજાને બમણી કરી દેશે

આ પણ વાંચો : T20 World Cup 2007 : વિશ્વ વિજેતા ખેલાડીઓમાંથી, કેટલાક પોલીસમાં કાર્યરત અને કેટલાક કોમેન્ટ્રી કરી રહ્યા છે, જાણો કોણ શું કરે છે

Next Article