Vijay Hazare Trophy: ઇશાન કિશનની ચોગ્ગા અને છગ્ગા ભરેલી આતશી ઇનીંગ, 91 બોલમાં 173 રન ફટકાર્યા

|

Feb 20, 2021 | 3:22 PM

વિજય હજારે (Vijay Hazare) ટ્રોફી 2021 ની શરુઆત થઇ ચુકી છે. ઝારખંડના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કીશન (Ishan Kishan) એ તેની શરુઆત ધુંઆધાર અંદાજમાં કરી છે. બાયો સિક્યોર વાતાવારણમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કુલ 9 મેચો રમાઇ રહી છે.

Vijay Hazare Trophy: ઇશાન કિશનની ચોગ્ગા અને છગ્ગા ભરેલી આતશી ઇનીંગ, 91 બોલમાં 173 રન ફટકાર્યા
ઇશાનની દમદાર પારીને લઇને ઝારખંડ એ 50 ઓવરમાં 9 વિકેટ પર 422 રન બનાવ્યા હતા.

Follow us on

વિજય હજારે (Vijay Hazare) ટ્રોફી 2021 ની શરુઆત થઇ ચુકી છે. ઝારખંડના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કીશન (Ishan Kishan) એ તેની શરુઆત ધુંઆધાર અંદાજમાં કરી છે. બાયો સિક્યોર વાતાવારણમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કુલ 9 મેચો રમાઇ રહી છે. વિજય હજારે ટ્રોફી વન ડે ફોર્મેટમાં રમાઇ રહી છે. પ્રથમ દિવસે રાઉન્ડ-01 ના એલીટ ગૃપ બી માં ઝારખંડ (Jharkhand) અને મધ્યપ્રદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. મધ્યપ્રદેશ એ ટોસ જીતીને ઝારખંડને પ્રથમ બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. મેચ ઇંદોરના હોલકર સ્ટેડીયમ (Holkar Stadium) માં રમાઇ રહી છે. ઇશાનની દમદાર પારીને લઇને ઝારખંડ એ 50 ઓવરમાં 9 વિકેટ પર 422 રન બનાવ્યા હતા. ઇશાન ઉપરાંત અનૂકલ રોય એ 72 અને વિરાટ સિંહ એ 68 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સુમિત કુમાર એ 52 રનની ઇનીંગ રમી હતી.

ઇશાન કિશન એ ઉત્કર્ષ સિંહની સાથે મળીને ઇનીંગની શરુઆત કરી હતી. ઝારખંડની શરુઆત સારી રહી નહોતી. ટીમે પ્રથમ વિકેટ 10 રન પર ગુમાવી દીધી હતી. ઉતકર્ષ ના આઉટ થવા બાદ ઇશાન અને કુમાર કુશાગ્ર એ 113 રનની ભાગીદારી રમત રમી હતી. જેમાં મોટાભાગના રન ઇશાનના રહ્યા હતા. ઇશાન એ 94 બોલ માં 173 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 19 ચોગ્ગા અને 11 છગ્ગા લગાવ્યા હતા. તેની આ આતશી ઇનીંગ દરમ્યાન તેણે મધ્યપ્રદેશના બોલરો અંકિત શર્મા, શુભમ શર્મા અને સારાંશ જૈનની મન મુકીને ધોલાઇ કરી હતી. મુંબઇ ઇન્ડીયન્સે તેની ઇનીંગને લઇને ટ્વીટ કર્યુ હતુ.

https://twitter.com/mipaltan/status/1363006045547880449?s=20

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઇશાન ની વિકેટ ગોરવ યાદવને મળી હતી. વિજય હજારે ટ્રોફીમાં શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરના મામલામાં ઇશાન 7માં સ્થાન પર આ ઇનીંગ સાથે પહોંચી ગયો હતો. સંજુ સેમસન અણનમ 212, યશસ્વી જયસ્વાલ 203 રન, કૌશલ 202 રન, અજીંક્ય રહાણે 187 રન, વાસિમ જાફર અણનમ 178 રન અને બેંસ 173 રન સાથે તેની આગળ છે.

Next Article