Video : વેંકટેશ અય્યરે WWE સ્ટાર અંડરટેકર પાસેથી માંગી ખાસ ભેટ, અંડરટેકર પુરી કરશે વેંકટેશ ઐયરની ઈચ્છા

|

Nov 21, 2021 | 1:49 PM

વેંકટેશ અય્યરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનું તેમનું સપનું પૂરું કર્યું છે. જ્યારે તેણે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની શરૂઆતની T20 ઈન્ટરનેશનલમાં કોચ રાહુલ દ્રવિડ ભૂમિકા ભજવી હતી.

Video : વેંકટેશ અય્યરે WWE સ્ટાર અંડરટેકર પાસેથી માંગી ખાસ ભેટ, અંડરટેકર પુરી કરશે વેંકટેશ ઐયરની ઈચ્છા
Undertaker

Follow us on

Venkatesh Iyer : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમતી વખતે પણ હેડલાઈન્સમાં હતો. વેંકટેશ અય્યર ટીમમાં નવો છે. આવ સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પ્રશંસકો સાથે પરિચય કરાવ્યો. અય્યરે તેના મિત્ર આવેશ ખાન વિશે વાત કરી અને જણાવ્યું કે, કેવી રીતે કેપ્ટન રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

આ સાથે, 26 વર્ષીય ક્રિકેટરે એ પણ ખુલાસો કર્યો કે તે WWEનો મોટો ફેન છે. અય્યરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે WWEના દિગ્ગજ ‘ધ અંડરટેકર’નો મોટો પ્રશંસક છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વેંકટેશ અય્યરે કહ્યું કે, “અંડરટેકર મારા બાળપણના હીરોમાંથી એક છે. હું WWE અને અંડરટેકરનો મોટો ફેન છું. મને ખરેખર આશા છે કે, તે આ વિડિયો જોશે અને મને WWE બેલ્ટ આપે.” હવે જોવાનું એ રહે છે કે અંડરટેકર વેંકટેશ ઐયરની ઈચ્છા પૂરી કરે છે કે નહીં?

‘ધ ડેડમેન’ તરીકે ઓળખાતા અંડરટેકરે જૂન 2020માં ઇન-રિંગ એક્શનમાંથી નિવૃત્તિ લીધી હતી અને ગયા વર્ષે સર્વાઇવર સિરીઝમાં તેની વિદાયમાં ભાગ લીધો હતો. ત્યારથી તે WWE પર નથી. અંડરટેકર તાજેતરમાં સાઉદી અરેબિયામાં હતો, પરંતુ WWE ક્રાઉન જ્વેલમાં દેખાયો ન હતો.

વેંકટેશ અય્યરનું કહેવું છે કે, તેઓ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ જે શીખવે છે તે દરેક બાબતને ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરશે. વેંકટેશે ન્યુઝીલેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ પહેલા કહ્યું હતું કે, “હું મારાથી બને તેટલું શીખવા માંગુ છું જેમાં રાહુલ સર એક લિજેન્ડ છે અને તેમની પાસે ઘણી બધી વસ્તુઓ શેર કરવાની છે.”

તેણે કહ્યું, “આપણે વસ્તુઓ કેવી રીતે શીખીએ છીએ તેના પર નિર્ભર રહેશે કે અમને શું કરવાનું કહેવામાં આવે છે.” કેપ્ટન રોહિત શર્માએ તેને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપી છે અને તે ચોક્કસપણે એક ખાસ ક્ષણ હતી.

વેંકટેશે કહ્યું, “જો વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક રોહિત શર્મા મારી સાથે કંઈક શેર કરે તો તે ખાસ હશે. હું આ ટુર્નામેન્ટની દરેક ક્ષણને માણવાનો પ્રયત્ન કરીશ.” તેણે કહ્યું, “મેં કેપ્ટન, કોચ અને રિષભ પંત સાથે પણ વાત કરી. તેણે ટીમમાં મારું સ્વાગત કર્યું, જેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ પહેલીવાર બોલિવૂડ પાર્ટીમાં પહોંચી રિયા ચક્રવર્તી, જુઓ Photos

Next Article