વર્ષ 2020માં ભારત તરફ થી વન ડેમાં સૌથી વધુ છગ્ગા લગાવ્યા છે આ ત્રણ બેટ્સમેનોએ, જાણો ખાસ વિગતો

|

Dec 07, 2020 | 11:46 AM

જ્યાર થી ટી-20 ક્રિકેટનુ આગમન થયુ છે ત્યાર થી ખેલાડી તે ફોર્મેટમાં તો છગ્ગા લગાવે જ છે, સાથે વન ડે માં પણ છગ્ગા લગાવતા ખચકાતા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હવે વન ડે ફોર્મેટમાં પણ મોટા શોટ્સ રમવા થી નથી ડરતા. વર્ષના સમાપન સાથે પણ ખેલાડીઓમાં પ્રદર્શનની સમીક્ષા શરુ થઇ જતી હોય છે. જોકે વર્ષના […]

વર્ષ 2020માં ભારત તરફ થી વન ડેમાં સૌથી વધુ છગ્ગા લગાવ્યા છે આ ત્રણ બેટ્સમેનોએ, જાણો ખાસ વિગતો

Follow us on

જ્યાર થી ટી-20 ક્રિકેટનુ આગમન થયુ છે ત્યાર થી ખેલાડી તે ફોર્મેટમાં તો છગ્ગા લગાવે જ છે, સાથે વન ડે માં પણ છગ્ગા લગાવતા ખચકાતા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હવે વન ડે ફોર્મેટમાં પણ મોટા શોટ્સ રમવા થી નથી ડરતા. વર્ષના સમાપન સાથે પણ ખેલાડીઓમાં પ્રદર્શનની સમીક્ષા શરુ થઇ જતી હોય છે. જોકે વર્ષના સમાપનમાં હજુ ઘણાં દીવસો બાકી છે, પરંતુ ભારતીય ક્રિકટ ટીમના માટે વન ડે કેલેન્ડર સમાપ્ત થઇ ચુક્યુ છે.

આ ત્રણ ખેલાડીઓ કે જેમણે વર્ષ 2020 દરમ્યાન ભારતીય ટીમ માટે સૌથી વધુ છગ્ગા વન ડે મેચ દરમ્યાન લગાવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેએલ રાહુલઃ ભારતીય ટીમના આ બેટ્સમેને વર્ષ દરમ્યાન દમદાર પ્રદર્શન કર્યુ છે તેણે ટીમ માટે સર્વાધીક છગ્ગા લગાવ્યા છે. તેણે 9 વન ડે વર્ષ દરમ્યાન રમી છે. જે દરમ્યાન રાહુલે 16 છગ્ગા લગાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 106 થી વધારે છે. આ જ બતાવે છે કે વર્ષ દરમ્યાન રાહુલે ઝડપથી નિરંતર રન બનાવ્યા છે.

રવિન્દ્રસિંહ જાડેજાઃ જાડેજાએ પોતાની બેટીંગમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ઘણો જ સુધારો કર્યો છે. તેનુ પ્રદર્શન હવે બેટ્સમેન તરીકે નિખરવા લાગ્યુ છે. જાડેજા નિચલા ક્રમે બેટીંગ કરે છે અને તેનુ કાર્ય પણ ઝડપી રન બનાવવાનુ છે. તેનામાં મોટા શોટ્સ રમવાની કાબેલીયત છે. તેનો પરીચય પણ તેણે ઓસ્ટ્રેલીયા સામે આપ્યો છે. જાડેજાએ વર્ષ દરમ્યાન 9 મેચ રમી છે અને જેમાં 55 રનની એવરેજ થી 223 રન બનાવ્યા છે. તેણે 8 છગ્ગા લગાવ્યા છે. તે છગ્ગા લગાવનારા બેટ્સમેનમાં બીજા ક્રમે છે.

હાર્દીક પંડ્યાઃ ભારતીય ટીમમાં પંડ્યાનુ કામ ઝડપ થી રન બનાવવાનુ છે. તેની બેટીંગ ને લઇને ટીમ પણ ઘણી વાર મુશ્કેલીમાંથી બહાર આવી શકી છે. આ વર્ષે ઇજાને લઇને પંડ્યા એક માત્ર વન ડે સીરીઝ જ રમી શક્યો હતો. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝમાં ત્રણ વન ડે મેચમાં 6 છગ્ગા લગાવ્યા હતા. જે આ વર્ષે સૌથી વધુ છગ્ગા લગાવનારા ખેલાડીમાં ત્રીજા ક્રમે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article