US OPEN FINAL: ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિમ પ્રથમ વખત વિજેતા બન્યો, પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ રોમાંચક મેચ જીતી લીધી

|

Sep 14, 2020 | 9:37 AM

વિશ્વનો નંબર ત્રણ ક્રમાંકિત થયેલ ડોમિનિક થિમ યુએસ ઓપનના નવા ચેમ્પિયન બન્યા છે. યુએસ ઓપન સિંગલ્સનો ખિતાબ જીતનાર તે ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી છે. આ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે રોમાંચક ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાંડર ઝવેરેવને 2-6, 4-6, 6–4, 6–3, 7–6 (6) થી હરાવી. ૭૧ વર્ષ પછી, યુએસ ઓપનના ફાઇનલમાં પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ […]

US OPEN FINAL: ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિમ પ્રથમ વખત વિજેતા બન્યો, પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ રોમાંચક મેચ જીતી લીધી

Follow us on

વિશ્વનો નંબર ત્રણ ક્રમાંકિત થયેલ ડોમિનિક થિમ યુએસ ઓપનના નવા ચેમ્પિયન બન્યા છે. યુએસ ઓપન સિંગલ્સનો ખિતાબ જીતનાર તે ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી છે. આ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે રોમાંચક ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાંડર ઝવેરેવને 2-6, 4-6, 6–4, 6–3, 7–6 (6) થી હરાવી. ૭૧ વર્ષ પછી, યુએસ ઓપનના ફાઇનલમાં પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ કોઇ ખેલાડીએ ટાઇટલ કબજે કર્યું હતુ. અગાઉ પાંચો ગોંઝાલેઝે 1949 માં આ પરાક્રમ કર્યું હતું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

27 વર્ષનો થિમ 6 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ નવો ખેલાડી છે. તે પહેલાં, 2014માં મારીન સિલિચે આમ કર્યું હતું. એ વખતે ક્રોએશિયાના ખેલાડીએ યુએસ ઓપનની ફાઇનલમાં જાપાનના કેઇ નિશીકોરીને હરાવ્યો હતો. અગાઉ, થિમ ત્રણ ગ્રાન્ડ સ્લેમ્સના ફાઇનલ હારી ગયો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચથી તેનો પરાજય થયો હતો. તો તેણે 2018 અને 2019 માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલ પણ ગુમાવી હતી.

ઝવેરેવ ફાઇનલમાં સખત હરીફાઇ આપી

23 વર્ષીય ઝવેરેવ છેલ્લા 10 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમવાનો સૌથી યુવા ખેલાડી હતો. પરંતુ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ સેમિફાઇનલમાં, તેણે સ્પેનના પાબ્લો કારેનિયો બુસ્તાને બે સેટથી 3-6,2-6, 6-3, 6-4, 6-3 થી હરાવ્યો હતો. ઝવેરેવની કારકિર્દીમાં આવુ પહેલી વાર બન્યું હતુ, કે જ્યારે તેણે બે સેટથી પાછળ રહ્યા પછી પણ મેચ જીતી લીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

17 વર્ષમાં પાંચમી વખત નવો ચેમ્પિયન મળ્યો

યુએસ ઓપનને છેલ્લા 17 વર્ષમાં પાંચમો નવો વિજેતા મળ્યો છે. 2004 થી લઇને 2019 ની વચ્ચેના 16 વર્ષોમાં, બ્રિગ થ્રી જોકોવિચ, ફેડરર અને નડાલે 12 ખિતાબ જીત્યા હતા. જુઆન માર્ટિન ડેલ પોટ્રો (2009), એન્ડી મરે (2012), મારિન સિલિચ (2014) અને સ્ટેન વાવરિન્કા (2016) બાકીના ચાર વખતે ચેમ્પિયન થા હતા. 2004 થી 2008 સુધી, ફેડરરે સતત પાંચ વર્ષ સુધી આ ખિતાબ પોતાને નામે રાખ્યો હતો. તો નડાલે 2010, 2013, 2017, 2019માં 4 વખત ટુર્નામેન્ટ જીતી હતી. જોકોવિચે 2011, 2015 અને 2018 માં યુએસ ઓપનને નુ ટાઇટલ કબજે કર્યું હતુ.

બિગ થ્રી યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી શક્યા નહી.

આવુ 16 વર્ષમાં પહેલીવાર બન્યું હતું જ્યારે,  ટેનિસના બિગ થ્રી નોવાક જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ માંથી કોઈ ખેલાડી ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ન હતા. 2004 માં ફ્રેન્ચ ઓપનમાં ત્રણેય ખેલાડીઓ અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શક્યા નહોતા. એ વખતે ફેડરરને ત્રીજા રાઉન્ડના મુકાબલામાં ગુસ્તાવો ક્યુર્ટન દ્વારા હરાવ્યો હતો.

Next Article