રણજી ટ્રોફીમાં ટોપર્સ વિકેટ ટેકર 22 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો, હવે BJPની ટિકિટ પર વિધાનસભામાં ઝુકાવ્યુ

|

Mar 25, 2021 | 5:09 PM

બંગાળ (Bangal)ના પૂર્વ ઝડપી બોલર અશોક ડિંડા (Ashok Dinda)નો આજે જન્મદિવસ છે. ઘરેલુ ક્રિકેટમાં દિગ્ગજ સ્થાન ધરાવનારા ડિંડાએ ભારતીય ટીમ (Team India) માટે વન ડે અને T20 ક્રિકેટ રમી છે.

રણજી ટ્રોફીમાં ટોપર્સ વિકેટ ટેકર 22 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો, હવે BJPની ટિકિટ પર વિધાનસભામાં ઝુકાવ્યુ
Ashok Dinda

Follow us on

બંગાળ (Bangal)ના પૂર્વ ઝડપી બોલર અશોક ડિંડા (Ashok Dinda)નો આજે જન્મદિવસ છે. ઘરેલુ ક્રિકેટમાં દિગ્ગજ સ્થાન ધરાવનારા ડિંડાએ ભારતીય ટીમ (Team India) માટે વન ડે અને T20 ક્રિકેટ રમી છે. જો કે તે ક્યારેય ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. અશોક ડિંડા IPLમાં પણ કલકત્તા નાઈટ રાઈડર્સ, સહારા પુણે વોરિયર્સ, રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટ, દિલ્હી ડેયરવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોંર જેવી ટીમો માટે રમી ચુક્યો છે.

 

જોકે હંમેશા તેની બોલીંગની આલોચના જ કરવામાં આવી છે. જ્યારે પણ કોઈ બોલર IPLમાં ખરાબ બોલીંગ કરે તો તેને ડિંડા સ્કૂલ ઓફ બોલીંગ સાથે જોડી દેવામાં આવે છે. જોકે આ પ્રકારની મજાક કરનારા એ વાતને ભૂલી જાય છે કે ઘરેલુ ક્રિકેટમાં અશોક ડિંડાએ કેટલી મહેનત કરી છે. રણજી ટ્રોફી (Ranji Trophy)માં તેનાથી વધારે વિકેટ માત્ર પાંચ જ બોલર મેળવી શક્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

અશોક ડિંડાનો જન્મ 25 માર્ચે 1984માં પૂર્વી મિદનાપુરના નૈચનપુર ગામમાં થયો હતો. ઓછી ઉંમરમાં જ અટલ દેવ બર્મન નામના એક કોચે ડિંડાની પ્રતિભાને ઓળખી લીધી હતી. એવામાં ડીંડા ગામમાં નહીં રહેતા તે કોચની સાથે કલકત્તા ચાલ્યો ગયો હતો. જ્યાં જલ્દીથી કાલીઘાટ ક્લબ સાથે જોડાઈ ગયો હતો. ત્યારબાદ તે ઓસ્ટ્રેલીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટસ સાથે પણ રમ્યો હતો. વર્ષ 2005માં બંગાળ માટે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ.

 

આ દરમ્યાન તેણે ઝડપ અને બોલીંગ એકશન દ્વારા સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. ત્યારબાદ તેણે 116 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં તેના નામે 420 વિકેટ રહી હતી. 123 રન પર આઠ વિકેટની એક ઈનીંગમાં તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન પણ રહ્યુ હતુ. તેણે રણજી ટ્રોફીમાં જ 339 વિકેટો ઝડપી હતી. આ મામલામાં તેનાથી આગળ વિનયકુમાર, પંકજસિંહ, બસંત મોહંતી, મદનલાલ અને આશિષ વિંસ્ટન જૈદી રહ્યા હતા.

 

ભારત માટે 9 T20 મેચ રમ્યો
અશોક ડિ઼ંડા આઈપીએલની પ્રથમ સિઝનમાં કલકત્તા નાઈટ રાઈડર્સથી જોડાયા હતા. જેમાં તેણે 13 મેચમાં 6.66ની ઈકોનોમી સાથે 9 વિકેટ ઝડપી હતી. તેના એક વર્ષ બાદ 2009માં શ્રીલંકા સામેની T20 મેચમાં તેણે ભારત તરફથી ડેબ્યૂ કર્યુ હતુ. જે મેચમાં ત્રણ ઓવરમાં 34 રન આપીને એક વિકેટ તેના હિસ્સામાં આવી હતી. વર્ષ 2012 સુધી તે ભારતીય T20 ટીમનો હિસ્સો રહ્યો હતો. તે દરમ્યાન તેણે નવ મેચ રમીને 17 વિકેટ ઝડપી હતી.

 

વિકેટ લેવાની તેની સરેરાશ 14.41ની રહી હતી. દરમ્યાન ઈકોનોમી પણ 8.16ની રહી હતી. ભારત માટે રમેલી તમામ T20 મેચમાં કમ સે કમ એક વિકેટ તો તેણે જરુર મેળવી હતી. શ્રીલંકાની સામે 2012માં 19 રન પર ચાર વિકેટ તેનુ સૌથી સારુ પ્રદર્શન રહ્યુ હતુ. પરંતુ આ ફોર્મેટમાં તે વધારે સમય માટે ટીમ ઈન્ડીયા તરફથી રમી શક્યો નહોતો.

 

13 વન ડેમાં જ ટીમનો હિસ્સો રહ્યો

વર્ષ 2010માં તેની પસંદગી ભારતીય ટીમમાં વન ડે ક્રિકેટ માટે થઈ હતી. ઝિમ્બાબ્વે સામે બુલાવાયોમાં તેણે ડેબ્યુ કર્યુ હતુ. પ્રથમ મેચમાં ડિંડાએ કોઈ વિકેટ મેળવી શક્યો નહોતો. તેના બાદ તેણે ભારત માટે 13 વન ડે રમી હતી. જેમાં તેણે 12 વિકેટ ઝડપી હતી. 44 રન આપીને 2 વિકેટ તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતુ. વર્ષ 2013માં તે અંતિમ મેચ ટીમ ઈન્ડીયા વતીથી રમ્યો હતો. વર્ષ 2015માં તેને વિશ્વકપમાં સંભવિતોમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ટીમમાં સ્થાન પામી શક્યો નહોતો.

 

આઈપીએલમાં અશોક ડિંડા પાંચ ટીમોથી રમ્યો હતો. અહીં તેણે અલગ અલગ સિઝનમાં મળીને 78 મેચ રમી હતી અને 69 વિકેટ મેળવી હતી. ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી 2021માં તેણે સંન્યાસ લઈ લીધો હતો. હવે તે રાજકારણમાં પ્રવૃત્ત થઈ ચુક્યો છે. અશોક ડિંડાએ હવે ક્રિકેટના બદલે રાજકીય ભવિષ્ય તરફ કૂચ કરી છે. તે બંગાળ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવી ચુક્યો છે. અશોક ડિંડા ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે.

 

આ પણ વાંચો: IPL 2021: હવે રવિન્દ્ર જાડેજાના રમવાને લઈને સવાલો ઉઠવા લાગ્યા, ટીમ ચેન્નાઈ જાડેજાને લઈને બેખબર!

Published On - 5:07 pm, Thu, 25 March 21

Next Article