AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics કેપ્ટન વિરાટ કોહલીનો ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીને વિરાટ સંદેશ, કહ્યું છા જાઓ !

પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 12 મેડલ જીત્યા છે. જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પરંતુ આ વખતે ભારતે તેની અત્યાર સુધીની સૌથી મોટી ટીમને મેદાનમાં ઉતારી છે.

Tokyo Paralympics કેપ્ટન વિરાટ કોહલીનો ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીને વિરાટ સંદેશ, કહ્યું છા જાઓ !
ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીને વિરાટ સંદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 1:48 PM
Share

Tokyo Paralympics : વિરાટ કોહલી (Virat Kohli) હેડિંગ્લે ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. ઇંગ્લેન્ડ (England) સામેની આ મેચ માટે તેની પ્રેક્ટિસ છેલ્લા તબક્કામાં છે. આવી સ્થિતિમાં, પોતાના સમય પત્રકમાંથી સમય કાઢીને, ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલીએ ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ભાગ લેનારા 54 ભારતીયોને મોટો સંદેશ આપ્યો છે.

તેમણે પોતાના સંદેશ દ્વારા તે બધાને પ્રોત્સાહિત કર્યા છે. તેનાથી બધાની હિંમત વધી છે. જેથી તે પોતાની મજબૂત રમતથી વધુમાં વધુ મેડલ જીતી શકે. પેરાલિમ્પિક્સ (Paralympics) ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 12 મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પરંતુ, આ વખતે ભારતે તેની અત્યાર સુધીની સૌથી મોટી ટીમને મેદાનમાં ઉતારી છે.

આ વખતે ભારત પેરાલિમ્પિક્સની બે નવી રમતોમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. આ વખતે ભારત 9 રમતમાં 54 ખેલાડીઓ મેદાનમાં હશે. આ પહેલા ભારતની સૌથી મોટી 19 સભ્યોની ટીમ રિયો ઓલિમ્પિકમાં ઉતરી હતી. હવે જ્યારે સૌથી મોટી ટીમ આ વખતે મેદાનમાં છે, સ્વાભાવિક છે કે, તેમની પાસેથી વધુ મેડલની અપેક્ષા રાખવામાં આવશે.

વિરાટ કોહલીનો 54 ભારતીયો માટે સંદેશ

ભારતીય પુરુષ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીના પ્રોત્સાહનથી 54 ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશ માટે મહત્તમ મેડલ જીતી શકે છે. કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડથી મોકલેલા પોતાના વિરાટ સંદેશમાં ભારતીય ટીમ માટે લખ્યું- “મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. હું દરેક માટે ઉત્સાહ કરીશ. આશા છે કે તમે અમને ગર્વ કરવાની તક આપશો.”

વિરાટ પહેલા સચિને પણ પ્રોત્સાહન આપ્યું છે

વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકરે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ટીમને પણ પ્રોત્સાહિત કરી છે. તેમણે પોતાના સંદેશમાં લખ્યું- “તમે બધા સક્ષમ છો અને અમારા માટે પ્રેરણા પણ છો. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે.”

વિરાટ અને સચિન માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પણ વિશ્વ ક્રિકેટના બે મોટા નામ છે. આવા સફળ ખેલાડીઓ પાસેથી પોતાના માટે બે શબ્દો સાંભળીને, ચોક્કસપણે તે 54 ભારતીયોની છાતી પહોળી થઈ ગઈ, જેઓ હાલમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : shaili singh મારો રાષ્ટ્રીય રેકોર્ડ તોડશે તો હું ખુશ થઈશ : અંજુ બોબી જ્યોર્જ

આ પણ વાંચો : Tokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું – એકતાનો સંદેશ આપશે

g clip-path="url(#clip0_868_265)">