AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics 2020: ભારતે 2 કલાકમાં 4 મેડલ જીત્યા, આજે ત્રણેય રંગના મેડલ ભારતના ખાતામાં જમા થયા

નિશાનેબાજીથી લઈને ભાલા ફેંક (javelin throw) સુધીની રમતમાં ભારતીય પેરા રમતવીરોએ ભારતનો ધ્વજ લહેરાવ્યો. પેરાલિમ્પિક્સને માત્ર 6 દિવસ થયા છે પરંતુ 7 મેડલ ભારતની બેગમાં જમા થયા છે.

Tokyo Paralympics 2020: ભારતે 2 કલાકમાં 4 મેડલ જીત્યા, આજે ત્રણેય રંગના મેડલ ભારતના ખાતામાં જમા થયા
tokyo paralympics 2020 shooter avani lakhera win gold devendra jhajharia yogesh kathuniya wins silver sundar singh gurjar bronze
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 11:57 AM
Share

Tokyo Paralympics 2020: આજે ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics)માં ભારતની સફળતા અદ્દભુત રહી છે. જન્માષ્ટમીના દિવસે ટોક્યોમાં ભારતનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. શૂટિંગ (Shooting)થી લઈને ભાલા ફેંક(javelin throw) , ભારતીય પેરા રમતવીરોએ ભારતનો ધ્વજ લહેરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિક્સને હજુ માત્ર 6 દિવસ થયા છે પરંતુ 7 મેડલ ભારતના ખાતામાં પડ્યા છે. તેમાંથી સોમવારે માત્ર 2 કલાકના ગાળામાં રમાયેલી ત્રણ રમતોમાં ભારતે 4 મેડલ જીત્યા છે.

ભારતે મહિલા શૂટિંગમાં ગોલ્ડ મેડલ (Gold medal) જીત્યો છેં. મેન્સ ડિસ્ક થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ભાલા ફેંક(javelin throw) માં સિલ્વર પણ બ્રોન્ઝ જીત્યો. એટલે કે, તમે જે મેડલ જોવા માંગો છો તેનો દરેક રંગ ભારતના ખાતામાં જોવા મળ્યો હતો.

અવની લેખરા

ભારતની મહિલા શૂટર અવની લેખરા જેમણે 10 મીટર એર રાઈફલમાં પેરાલિમ્પિક્સનો રેકોર્ડ (Paralympics record)બનાવ્યો છે, તેમણે દેશ માટે સોનેરી જીત નોંધાવી છે. અવની લેખરાએ ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા,

જે પેરાલિમ્પિક્સ ગેમ્સ(Paralympics)ના ઇતિહાસમાં નવો રેકોર્ડ છે. તે વર્લ્ડ રેકોર્ડ (World record)ની પણ બરાબર છે. આ અવનીની પ્રથમ પેરાલિમ્પિક્સ હતી અને તેના પ્રથમ પ્રયાસમાં જ તેણે કહ્યું હતું કે, તે અહીં કોઈ અનુભવ એકત્ર કરવા નથી આવી પરંતુ મેડલ માટે લક્ષ્ય રાખવા આવી છે અને તેણે આ જ રીતે દેશને ગૌરવ અપાવ્યું છે.

અવનીને 11 વર્ષની ઉમરે થયો હતો અકસ્માત

જ્યારે અવની લેખરા 11 વર્ષની હતી, ત્યારે તે એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં તેણીને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. જયપુર, રાજસ્થાનની રહેવાસી, અવની (Avani lekhara)એ મહિલાઓની 10 મીટર AR રાઇફલની SH1 ઇવેન્ટમાં વિશ્વ રેન્કિંગ 5 માં સ્થાને છે

યોગેશ કથુનિયા

યોગેશ કથુનિયા (Yogesh Kathunia)એ પુરુષોની ડિસ્ક થ્રો ઇવેન્ટની ફાઇનલમાં તેની શાનદાર જીત સાથે ભારતને રોમાંચિત કરી દીધો. યોગેશ કથુનિયાએ F56 કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. આ સફળતા મેળવવા માટે તેણે પોતાની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

યોગેશને ફરી પગ પર ઊભો કરવા માતાએ ઉઠાવી હતી જહેમત

9 વર્ષની ઉંમર સુધી સામાન્ય જીવન જીવતા યોગેશ કથુનિયાને 2006 માં વ્હીલચેર પર આવવું પડ્યું હતું. દીકરાને ફરી પોતાના પગ પર ઉભો કરવા માટે, તેની માતા મીના દેવીએ ફિઝીયોથેરાપી શીખી અને પોતે સારવાર આપવાનું શરૂ કર્યું. 3 વર્ષ પછી, માતાની મહેનત ફળ આપી અને તે ફરીથી તેના પગ પર ઉભી રહી. પરિણામ એ આવ્યું કે, આજે તે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં સફળ રહ્યો.

જેવલિન થ્રોમાં ડબલ ધમાલ

સોમવારે ભારતને પુરુષોની ભાલા ફેંક (javelin throw) માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. દેવેન્દ્ર ઝાઝરિયાએ 64.35 મીટરના અંતર સુધી બરછી ફેંકીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે 64.01 મીટર સુધી બરછી ફેંકીને બ્રોન્ઝ જીત્યો. મતલબ, રિયોની જેમ ભારતના ખાતામાં ભાલા ફેંક (javelin throw) માં ટોક્યોમાં ગોલ્ડ મેડલ આવી શક્યું નથી. પણ ડબલ ધમાલ ચોક્કસ જોવા મળી.

આ પણ વાંચો : Tokyo Paralympics : દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર મેડલ, સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો

આ પણ વાંચો : Avani lekhara : ભારતની અવની લેખરાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

Follow Us
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">