Tokyo Paralympics બ્રોન્ઝ મેડાલિસ્ટ શરદ કુમારના હૃદયમાં સોજો આવતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યો

|

Sep 24, 2021 | 10:26 AM

શરદ ગયા મહિને ટોક્યોમાં ટી -42 ફાઇનલમાં ભાગ લીધો હતો જ્યારે તેની ઇવેન્ટની આગળ તાલીમ લેતી વખતે ઘૂંટણમાં ઇજા થઇ હતી.

Tokyo Paralympics બ્રોન્ઝ મેડાલિસ્ટ શરદ કુમારના હૃદયમાં સોજો આવતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યો
tokyo paralympic bronze medalist sharad kumar admits in hospital due to heart inflammation

Follow us on

Tokyo Paralympics ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં ભારતને બ્રોન્ઝ મેડલ જીતનાર હાઇ જમ્પર શરદ કુમાર (Sharad Kumar)ને હૃદયમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને કેટલાક ટેસ્ટ પણ કર્યા છે. હજુ રિપોર્ટ આવવાના બાકી છે.

કુમારે ટોક્યોમાં પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics )માં T-42 હાઇ જમ્પ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal)જીત્યો હતો. તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે તેમને છાતીમાં તકલીફ થઈ હતી. એક અહેવાલમાં શરદે કહ્યું હતું કે,મારા હૃદયમાં સોજો છે.”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પટનામાં જન્મેલા કુમાર દિલ્હીના છતરપુર વિસ્તારમાં રહે છે. તેમને આ સપ્તાહની શરૂઆતમાં રજા આપવામાં આવી હતી પરંતુ કેટલાક ટેસ્ટ માટે પાછા આવવું પડ્યું હતું. તેણે કહ્યું, “હું વધુ ટેસ્ટ માટે અહીં આવ્યો છું. હું હોસ્પિટલથી 10 મિનિટ દૂર રહું છું, તેથી મેં હોસ્પિટલ સત્તાવાળાઓ પાસેથી ઘરે જવાની પરવાનગી માંગી હતી.

 

 

બાળપણમાં પોલિયો થયો હતો

કુમારને બાળપણમાં ખોટી પોલિયો દવાના કારણે ડાબા પગમાં લકવો થયો હતો. તેણે ગત મહિને ટોક્યોમાં ટી -42 ફાઇનલમાં ભાગ લીધો હતો જ્યારે તેની ઇવેન્ટની આગળ તાલીમ લેતી વખતે ઘૂંટણમાં ઇજા થઇ હતી. બાદમાં તેણે ખુલાસો કર્યો કે તે ઈજાને કારણે સ્પર્ધામાંથી ખસી જવાનો વિચાર કરી રહ્યો હતો, પરંતુ તેણે 1.83 મીટરની છલાંગ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં તેણે કહ્યું કે, તે ટૂર્નામેન્ટમાંથી ખસી જવા માગે છે. તે 2014 અને 2018 એશિયન પેરા ગેમ્સમાં ચેમ્પિયન બન્યો હતો. 2019માં, તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. ટી -42 વર્ગ તે ખેલાડીઓ માટે છે જેમને પગમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય.

ખેલ રત્ન માટે નામાંકિત

શરદ (Sharad Kumar)એવા ખેલાડીઓમાંના એક છે જેમનું નામ પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા(Paralympic Committee of India) (PCI) દ્વારા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ (Major Dhyanchand Khel Ratna Award)માટે મોકલવામાં આવ્યું હતું. તેમના સિવાય શૂટર મનીષ નરવાલ, બેડમિન્ટન ખેલાડી પ્રમોજ ભગત, ભાલા ફેંકનાર સુંદરસિંહ ગુર્જરના નામ PCI દ્વારા સામેલ કરવામાં આવ્યા છે.

આવી રહી કારકિર્દી

શરદે (Sharad Kumar)2010માં ગુઆંગઝાઉમાં એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું. તે 2012 માં લંડન પેરાલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યો. 19 વર્ષની ઉંમરે, તે નંબર 1 ક્રમાંકિત ખેલાડી બન્યો, પરંતુ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાને કારણે તે લંડન પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહીં. તેણે 2014માં એશિયન પેરા ગેમ્સમાંથી પરત ફરી અને ગોલ્ડ મેડલ જીત્યો.

આ પણ વાંચો : IPL 2021: આ પાંચ ખેલાડીઓએ લગાવ્યા છે આઇપીએલના સૌથી લાંબા છગ્ગા, આ એક સિક્સરનો હજુ સુધી નથી તુટી શક્યો રેકોર્ડ

Next Article