Tokyo Olympics: મનુ ભાકરને પીસ્ટલે આપ્યો દગો, યશસ્વિની નિશાન ચુકી ગઇ, મહિલા 10 મી એર પિસ્ટલમાં આશા ખતમ

|

Jul 25, 2021 | 12:06 PM

ક્વોલિફીકેશન રાઉન્ડમાં જ મનુ ભાકરે 575 પોઇન્ટ હાંસલ કર્યા હતા. જ્યારે યશસ્વિની દેશવાલે 574 પોઇન્ટ મેળવ્યા હતા. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે 577 પોઇન્ટ જરુરી હતા.

Tokyo Olympics: મનુ ભાકરને પીસ્ટલે આપ્યો દગો, યશસ્વિની નિશાન ચુકી ગઇ, મહિલા 10 મી એર પિસ્ટલમાં આશા ખતમ
Manu Bhakar-Yashaswini

Follow us on

ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics) માં સુપર સન્ડે ની શરુઆત ભારત માટે સારી રહી નથી. મહિલાઓ માટે 10 મીટર એર પિસ્ટલ (Women’s 10m Air Pistol) ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવવામાં બંને શૂટરો નિષ્ફળ રહી હતી. મનુ ભાકર (Manu Bhaker) અને યશસ્વિની દેશવાલ (Yashaswini Deswal) નિષ્ફળ રહી હતી. ક્વોલિફીકેશન રાઉન્ડમાં જ બંને શૂટરો નિશાન ચૂક્યા હતા. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટોપ 8 માં પહોંચવુ પડતુ હોય છે.

જોકે મનુ ભાકર આ ક્રમમાં 12 માં સ્થાન પર રહી હતી. જ્યારે યશસ્વની 13 માં સ્થાને રહી હતી. ક્વોલિફીકેશનમાં મનુ ભાકર શાનદાર પ્રદર્શન કરી રહી હતી. જોકે આ દરમ્યાન જ તેને તેની પિસ્ટલે ધોખો આપી દીધો હતો. તેણે ફાઇનલ બર્થ માત્ર 2 પોઇન્ટ માટે ચુકી જવુ પડ્યુ હતુ. તો યશસ્વિની માટે પણ આ અંતર માત્ર 3 પોઇન્ટનો રહ્યો છે.

ક્વોલીફેકેશન રાઉન્ડમાં મનુ ભાકરે 575 પોઇન્ટ હાંસલ કર્યા હતા અને આમ તે 12માં સ્થાન પર રહી હતી. જ્યારે યશસ્વિની દેશવાલ એ 574 પોઇન્ટ મેળવ્યા હતા. 13 માં સ્થાન પર તેણે ફિનીશ કર્યુ હતુ. ફાઇનલમાં ક્વોલિફાઇ કરવા માટે આ બંનેને 577 પોઇન્ટની જરુર હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મનુ ને પિસ્ટલ નો સાથ ના મળ્યો, યશસ્વિની નિશાન ચુકી ગઇ

ભારતીય શૂટર મનુ ભાકર ક્વોલિફીકેશન રાઉન્ડની શરુઆત જોરદાર રહી હતી. તેના દમદાર ટચને જોઇને લાગી રહ્યુ હતુ કે, તે ફાઇનલમાં પહોંચી શકે છે. જોકે તે વખતે જ તેની પિસ્ટલમાં ટેકનીકલી ખરાબી આવી ગઇ હતી. જેના કારણે તેનો 5 મીનીટ થી પણ વધારે સમય ખરાબ થઇ ચુક્યો હતો. જ્યારે તે પિસ્ટલ તૈયાર કરીને પરત ફરી તો, તેના નિશાન ના સમયે તેની પર દબાણ સ્પષ્ટ જોવાતુ હતુ. તેની જ અસર થઇ રહી છે કે, તે ફાઇનલની રેસ થી બહાર થઇ ગઇ હતી.

જોકે તેણે પરત ફરવા માટે અંતિમ શોટ સુધી પ્રયાલ કર્યો હતો. ફ્રાન્સ અને યુક્રેનના શૂટર થી તેનુ શૂટ ઓફ થયુ હતુ. જોકે પિસ્ટલની માફક તેને કિસ્મતનો પણ સાથ નહોતો મળ્યો. જ્યારે યશસ્વિની દેશવાલ પાસે પણ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે મોકો અંત સુધી હતો. જોકે 9 s અને એક 8 એ તેની આશાઓને ખતમ કરી દીધી હતી.

 

આ પણ વાંચોઃ IND vs SL 1st T20I: હવે T20 ના ક્રિકેટ જંગને જીતવા ટીમ ઇન્ડીયા મેદાને ઉતરશે, મીસ્ટ્રી સ્પિનરને મળશે તક!

Next Article