Hockey India : ઓલિમ્પિકમાં ભારતી હોકી ટીમે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું, ગોલકિપર શ્રીજેશે શાનદાર પ્રદર્શન કર્યું

|

Jul 24, 2021 | 7:02 PM

ટોકિયો ઓલિમ્પિક(Tokyo Olympics) માં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ(New Zealand)ને 3-2થી હરાવ્યું છે.

Hockey India : ઓલિમ્પિકમાં ભારતી હોકી ટીમે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું, ગોલકિપર શ્રીજેશે શાનદાર પ્રદર્શન કર્યું
Tokyo Olympics hockey Indian men win opening match 3-2 against New Zealand

Follow us on

Hockey India ; ભારતની પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્ના (Tokyo Olympics)મેદાન પર વિજય સાથે શરૂઆત કરી હતી. હૉકી ટીમે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand)ને હરાવ્યું હતું. ભારતે આ મેચ 3-૨થી જીતી લીધી હતી.
આ જીત સાથે, મનપ્રીત સિંહની ટીમને આગળ વધી છે.ન્યૂઝીલેન્ડ સામે ભારતના 3 ગોલ 2ખેલાડી (Player)ઓએ કર્યા હતા. હરમનપ્રીતસિંહે 2 જ્યારે રુપિંદર પાલસિંહે એક ગોલ ફટકાર્યો હતો. મેચમાં બંને ટીમો તરફથી રોમાંચક ટક્કર જોવા મળી હતી.

મેચનો પહેલો ગોલ ન્યુઝીલેન્ડ (New Zealand)કર્યો હતો. કીવી ટીમે મેચની પ્રથમ 2 મિનિટમાં ગોલ કરીને 1-0થી લીડ મેળવી લીધી હતી. પરંતુ આ પછી ભારતે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરીને મેચ બરાબરી કરી દીધી હતી. ભારત માટે પહેલો ગોલ ન્યૂઝીલેન્ડના ગોલપોસ્ટ પર હરમનપ્રીત સિંહની સ્ટીકથી થયો હતો. બંને ટીમો વચ્ચેનો મેચનો પ્રથમ ક્વાર્ટર 1-1થી બરાબરી પર પૂર્ણ થયો હતો.

મેચના બીજા અને ત્રીજા કવાર્ટરમાં ભારતે મેચમાં લીડ લીધી હતી. ન્યૂઝિલેન્ડની ગોલપોસ્ટ પર રુપિન્દર પાલસિંહે ભારત માટે બીજો ગોલ ફટકાર્યો હતો. જ્યારે ત્રીજો ગોલ ફરી એક વખત હરમનપ્રીત સિંહે કર્યો હતો. જો કે, ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં, ન્યુઝીલેન્ડ (New Zealand)ના ખેલાડીએ મેચનો પ્રથમ ગોલ કરીને મેચને 3-૨ પર પહોંચાડી હતી.

મેચનો ચોથો ક્વાર્ટર ગોલ વગર રહ્યો હતો પરંતુ તે ખૂબ જ રોમાંચક હતો. ચોથા ક્વાર્ટરમાં જ્યારે ન્યુઝીલેન્ડને છેલ્લી 3 મિનિટમાં 3 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પરંતુ ભારતીય ગોલકીપર શ્રીજેશે ન્યૂઝીલેન્ડ (New Zealand)ના કોર્નર ગોલના તમામ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતાજેના કારણે ભારત મેચ 3-2થી જીતવામાં સફળ રહ્યું હતુ. ભારતની આગામી મેચ વધુ રોમાંચક હશે. આ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પણ વાંચો : Live Tokyo Olympics 2020 Live : મનિકા બત્રા અને સુતીર્થા મુખર્જીએ મહિલા સિંગ્લ્સમાં જીતથી શરુઆત કરી

Next Article