Women Hockey Team : ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારી 6 ધાકડ છોકરીઓ, વિશ્વને હોકી ટીમની તાકાત દેખાડી

|

Aug 06, 2021 | 11:48 AM

વિશ્વએ પ્રથમ વખત ભારતની મહિલા હોકીની તાકાત જોય છે, જે પહેલા જોવા મળ્યું ન હતું. ગ્રુપ સ્ટેજથી બ્રોન્ઝ મેડલ મેચ સુધી ભારતીય મહિલાઓએ રમતોના મહાકુંભમાં ભારતની તાકાત દેખાડી છે.

Women Hockey Team : ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારી 6 ધાકડ છોકરીઓ, વિશ્વને હોકી ટીમની તાકાત દેખાડી
ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારી 6 ધાકડ છોકરીઓ

Follow us on

Women’s Hockey Team : ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women’s Hockey Team) ટોક્યોમાં એસ્ટ્રો ટર્ફ પર ઇતિહાસ રચ્યો છે. તેણે ઓલિમ્પિક (Tokyo Olympics) ની જમીન પર અનોખી કહાની લખી છે. આ બધું શક્ય બન્યું છે.

ભારતીય હોકીની તે 6 તાકાતવાન છોકરીઓના કારણે જેમણે તેમની સ્ટીકથી 12 ગોલ કર્યા છે. જેનાથી જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાયેલા રમતોના મહાકુંભમાં ભારતની તાકાત દેખાડી છે. વિશ્વએ પ્રથમ વખત ભારતની મહિલા હોકી (Women’s Hockey) ની તાકાત જોય છે, જે પહેલા જોવા મળ્યું ન હતું.


ભારતીય મહિલા હોકીની ધાકડ છોકરીઓ

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ભારતીય મહિલા હોકીની 6 ધાકડ છોકરીઓએ મળીને 12 ગોલ કર્યા અને સૌથી વધુ 4 ગોલ ટીમના અનુભવી અને સ્ટાર ફોરવર્ડ વંદના કટારિયાની સ્ટીકમાંથી થયા છે. વંદનાએ ગ્રુપ સ્ટેજ પર દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ગ્રુપ મેચમાં એક પછી એક ત્રણ ગોલ કર્યા અને ઓલિમ્પિક મેચ (Olympic Match) માં ગોલની હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય બની હતી.

ત્યારબાદ તેણે ગ્રેટ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ મેચમાં ગોલ કર્યો, જે ટુર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજમાં ભારતીય મહિલા હોકી ટીમનો પ્રથમ ગોલ હતો.

મહત્વની મેચોમાં પોતાની તાકાત દેખાડી

 

વંદનાની જેમ ગુરજીત કૌર પણ ગોલ કરવાના મામલામાં ઓછી ન હતી. તેણે મહત્વની મેચોમાં પોતાની તાકાત દેખાડી છે. ટીમના આ સ્ટાર ડિફેન્ડર ડ્રેક ફ્લિકમાં પણ નિષ્ણાત છે. તેણે ટુર્નામેન્ટમાં કુલ 4 ગોલ કર્યા હતા. આ ગોલ ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને બ્રોન્ઝ મેડલ મેચોમાં તેની હોકી સ્ટિકમાંથી થયા હતા.

આ સિવાય ટીમની કેપ્ટન રાની રામપાલે (Rani Rampal) પણ એક ગોલ કર્યો હતો. જ્યારે શર્મિલા દેવી (Sharmila Devi), નવનીત કૌર અને નેહાની સ્ટીકમાંથી પણ 1-1 ગોલ કર્યા હતા.

 

આ પણ વાંચો : Tokyo Olympics 2020 live : ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, રવિ દહિયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય પહેલવાન

Next Article