Olympic Champion: સેક્સથી મને વધુ તાકાત મળે છે, 3 ગોલ્ડ મેડલ જીતનારી આ ખેલાડીએ કર્યો દાવો

|

Aug 19, 2021 | 11:46 PM

રશિયાની ઓલિમ્પિક ચેમ્પિયન અલ્લા એનાટોલીયેવના શિશ્કીનાની ગણતરી વિશ્વના ટોચના રમતવીરોમાં થાય છે અને તે સેક્સને ફિઝીકલ એક્સરસાઈઝ સમજે છે. અલ્લાએ કહ્યું કે, તે સ્પોર્ટસના મેદાનમાં તેમનું પરફોમન્સ સુધારવા માટે મેચ પહેલા સેક્સને પ્રાથમિક્તા આપે છે.

Olympic Champion: સેક્સથી મને વધુ તાકાત મળે છે, 3 ગોલ્ડ મેડલ જીતનારી આ ખેલાડીએ કર્યો દાવો
alla shishkina

Follow us on

Olympic Champion: અલ્લા એનાટોલીયેવના શિશ્કી (Alla Shishkina)ના ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. અલ્લા સિંક્રનાઈઝ્ડ સ્વિમિંગમાં ભાગ લે છે આ પહેલા વર્ષ 2016માં રિયો ઓલિમ્પિક (Rio Olympics) અને 2012માં લંડન ઓલિમ્પિક (London Olympics)માં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અલ્લાએ એક સમાચાર એજન્સી સાથે તેમની ઑન ફીલ્ડ પરફોમન્સને લઈ વાત કરી હતી.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમણે કહ્યું કે સાયન્સ, રિસર્ચ અને ડોક્ટરની સલાહ પર વિશ્વાસ કરું છું અને તેમણે પોતાના ડોક્ટર ડેનિસ સાથે આ વિશે વાત કરી હતી. સાયન્ટિફિક કોમ્યુનિટીનું માનવું છે કે જો તમારે તમારા પ્રોફેશલ સ્પોર્ટસ (Professional sports)માં થોડા સમય માટે પુરી તાકાતથી પરફોમન્સ કરવાનું છે તો સેકસ આ મામલે યોગ્ય સાબિત થઈ શકે છે.

 

તેમણે આગળ કહ્યું કે જો તમે લાંબા રાઉન્ડમાં ભાગ લેવાનો છે તો તમારું પરફોમન્સ ફીલ્ડ પર ખુબ ઉતાર-ચઢાવ રહે છે. તેથી હું સેક્સને પ્રાથમિક્તા આપીશ નહીં પરંતુ મને લાગે છે કે મનુષ્ય પોતાની બોડીના હિસાબથી નિર્ણય લેવો જોઈએ તે સ્વસ્થ છે તો ડોક્ટરની સલાહ લઈને રુટીન ફોલો કરી શકે છે.

 

અલ્લા એનાટોલીયેવના શિશ્કીના(Alla Shishkina)એ કહ્યું કે સ્પર્ધા પહેલા ઓર્ગેઝમ વગર સેક્સને કારણે સ્નાયુઓની મજબૂતાઈ વધી શકે છે. આ સિવાય ટેસ્ટોસ્ટેરોન પણ કોઈપણ ખેલાડીને સ્પોર્ટસ અગ્રેશન માટે મદદ કરે છે. મોસ્કોમાં જન્મેલી એલાએ આ પહેલા પણ રમતો, સેક્સ અને ફિટનેસ વિશે પોતાનો અભિપ્રાય શેર કર્યો છે.

 

 

નોંધનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાના મેન્ટલ હેલ્થ કોચ પેટ્રિક એન્થોની અપટન પણ તેમના એક પુસ્તકને કારણે જબરદસ્ત હેડલાઈન્સમાં આવ્યા હતા. પેટ્રિક વર્ષ 2008-2011 સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. તે વર્ષ 2011માં જીતેલા વર્લ્ડ કપ ટ્રોફીનો પણ ભાગ રહી ચૂક્યા છે. વર્લ્ડ કપ જીતવાની સાથે જ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો.

 

પેટ્રિકે પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે મેચ પહેલા સેક્સ કરવાથી પ્રદર્શન સુધારવામાં મદદ મળે છે. તેણે વર્ષ 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)પહેલા નોટ તૈયાર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતુ કે, ઓન-ફીલ્ડ પરફોમન્સ પર સુધારો જોવા મળે છે, પરંતુ પેટ્રિકના આ પુસ્તકને લઈ વિવાદ પણ સર્જાયો હતો.

 

પેટ્રિકની આ સલાહને કારણે ટીમ ઈન્ડિયા (Team India)ના કોચ ગેરી ક્રિસ્ટન (Gary Kristen)ખુબ જ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓ પત્રકાર પરિષદ યોજીને આ પુસ્તકથી દૂર થઈ ગયા હતા. ત્યારબાદ પેટ્રિકે ગૈરી પાસે માફી પણ માગી હતી. એક ઈન્ટરવ્યુ (Interview)માં પેટ્રિકે કહ્યું હતુ કે, હું કોઈ પણ ખેલાડીને આ રીત ફોલો કરવાની સલાહ આપી નહોતી. મેં માત્ર જાણકારી શેર કરી હતી.

 

 

આ પણ વાંચો : Kiwi Hair Pack : લાંબા અને મુલાયમ વાળ માટે કિવી હેર પેક ટ્રાય કરો

Next Article