Tokyo Olympics 2020 : ભારતીય ખેલાડીઓનું પહેલુ દળ ટોક્યો જવા રવાના, રમત-ગમત મંત્રીએ આપી શુભેચ્છાઓ

|

Jul 18, 2021 | 9:40 AM

ભારતના સૌથી શ્રેષ્ઠ એથ્લીટ ટોક્યો ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવા માટે નિકળ્યા છે. શનિવાર 17 જુલાઇ સાંજે રાજધાની નવી દિલ્લીના ઇન્દિરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટથી ભારતીય એથ્લીટ અને સપોર્ટ સ્ટાફની પહેલી ટીમ ટોક્યો માટે રવાના થઇ ગઇ છે.

Tokyo Olympics 2020 : ભારતીય ખેલાડીઓનું પહેલુ દળ ટોક્યો જવા રવાના, રમત-ગમત મંત્રીએ આપી શુભેચ્છાઓ
1st Batch of Indian Athletes

Follow us on

ભારતના સૌથી શ્રેષ્ઠ એથ્લીટ ટોક્યો ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવા માટે નિકળ્યા છે. શનિવાર 17 જુલાઇ સાંજે રાજધાની નવી દિલ્લીના ઇન્દિરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટથી ભારતીય એથ્લીટ અને સપોર્ટ સ્ટાફની પહેલી ટીમ ટોક્યો માટે રવાના થઇ ગઇ છે.

એયરપોર્ટ પર એક ખાસ વિદાઇ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. જેમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેલાડીઓને ટોક્યો જવા માટે રવાના કરવામાં આવ્યા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આઈજીઆઈ એયપોર્ટ પર થયુ સ્વાગત 

આઈજીઆઈ એયરપોર્ટ પર થયેલા કાર્યક્રમમાં પહેલા ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યુ. ખેલાડીઓ માટે રેડ કાર્પેટ પાથરવામાં આવ્યુ અને એરપોર્ટ પર ઉપસ્થિત સ્ટાફે તાલીઓ વગાડી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

આ દરમિયાન ભારતીય એથ્લીટને વિદાય આપવા માટે રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યમંત્રી નિસિથ પ્રામાણિક, ભારતીય ખેલ પ્રાધિકરણના મહાનિદેશક સંદીપ પ્રધાન અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિંદર બત્રા અને મહાસચિવ રાજીવ મહેતા સાથે અન્ય અધિકારીઓ પણ સામેલ હતા.

88 સભ્યો ટોક્યો જવા રવાના 

પહેલી ટીમમાં 54 એથ્લીટ સહિત કુલ 88 સભ્યો ટોક્યો માટે નિકળ્યા. ભારતના કેટલાક ખેલાડીઓ પહેલેથી જ અલગ-અલગ જગ્યા પરથી ટોક્યો પહોંચી ચૂક્યા છે અને રવાના થઇ ચૂક્યા છે. પરંતુ ભારતથી પહેલુ ગ્રુપ શનિવારે નિકળ્યુ. જેમાં 8 રમતો સાથે જોડાયેલા એથ્લીટ અને સપોર્ટ સ્ટાફના સભ્યો સામેલ છે.

આમાં હૉકીની મહિલા અને પુરુષ બંને ટીમ, આર્ચરી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જુડો, જિમ્નાસ્ટિક, સ્વિમિંગ અને વેટ લિફટિંગ સાથે જોડાયેલા ખેલાડીઓ અને સહયોગી સભ્યો સામેલ છે. આ વખતે ઓલિમ્પિક માટે ભારતના 228 લોકોનુ દળ જઇ રહ્યુ છે. જેમાં 119 ખેલાડીઓ સામેલ છે.

અમુક ખેલાડીઓ પહેલેથી જ પહોંચી ચૂક્યા છે ટોક્યો 

આ ખેલાડીઓ સિવાય વિદેશમાં ટ્રેનિંગ લઇ રહેલા ભારતના કેટલાક ખેલાડી ટોક્યો પહોંચી ચૂક્યા છે. વરુણ ઠક્કર, ગણપતિ ચેંગપ્પા, વિષ્ણુ સરવનન, નેત્રા કુમાનન સાથે ભારતીય નૌકાયન દળ સૌથી પહેલા ટોક્યો પહોંચ્યુ હતુ. મીરાબાઇ ચાનુ શુક્રવારે જ અમેરિકામાં પોતાના ટ્રેનિંગ કેન્દ્રથી ટોક્યો પહોંચી ગયા હતા.

તેમની સાથે રાષ્ટ્રીય કોચ વિજય શર્મા અને સહાયક કોચ સંદીપ કુમાર પણ ટોક્યો ગયા છે. ચાનૂના અન્ય એક સહાયક કોચ પ્રમોદ શર્મા દિલ્લીથી પહેલા દળ સાથે ટોક્યો રવાના થઇ ચૂક્યા છે.

Published On - 7:10 am, Sun, 18 July 21

Next Article