AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirabai Chanu : ટ્રક ચાલકો મીરાબાઈને મફતમાં લઈ જતા હતા ટ્રેનિંગ સેન્ટર, ટ્રક ડ્રાઈવરોનું કર્યું આ રીતે સન્માન

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતનું પ્રથમ સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ ટ્રક ડ્રાઈવરોને ભેટ આપી હતી. જે તેને તેના ગામથી ટ્રેનિંગ સેન્ટરમાં લઈ જતા હતા અને બદલામાં પૈસા પણ લેતા ન હતા.

Mirabai Chanu : ટ્રક ચાલકો મીરાબાઈને મફતમાં લઈ જતા હતા ટ્રેનિંગ સેન્ટર, ટ્રક ડ્રાઈવરોનું કર્યું આ રીતે સન્માન
મીરાબાઈ ચાનુએ ટ્રક ડાઈવરોનું સન્માન કર્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 1:29 PM
Share

Mirabai Chanu : આજે સમગ્ર દેશ મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) ને જાણે છે, જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. તેણે મહિલાઓની 49 કિલો વર્ગમાં કુલ 202 કિલો વજન ઉંચકીને ઓલિમ્પિક (Olympic) માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં મેડલનું ખાતું ખોલ્યું હતું.

આ ઔતિહાસિક જીત બાદ 26 વર્ષીય સ્ટાર વેઇટલિફ્ટર (Weightlifter) મણિપુરમાં તેના ઘરે પહોંચી છે. એક તરફ દેશભરમાં તેમના સન્માનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમને પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મીરાબાઈ તે લોકોનો આભાર માને છે જેઓ આ મુકામ સુધી પહોંચવામાં મદદરૂપ થયા હતા.

મીરાબાઈનું ગામ, નોંગપોક કાચિંગ, મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્સ (Sports Complex) થી 25 કિલોમીટરથી વધુ દૂર હતું. આવી સ્થિતિમાં મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) પાસે દરરોજ આ લાંબી મુસાફરી કરવા માટે પૈસા નહોતા. આવી સ્થિતિમાં, તે ઘણી વખત ઈમ્ફાલ જઈ રહેલા ટ્રક ડ્રાઈવરો પાસેથી લિફ્ટ માંગીને એકેડેમી પહોંચતી હતી. આ ટ્રક ડ્રાઈવર તેમની પાસેથી પૈસા લીધા ન હતા. મેડલ જીત્યા પછી, તેમણે આવા ટ્રક ડ્રાઈવરો (Drivers) ને શોધી કાઢ્યા અને તેમના ઘરે તેમનું સ્વાગત કર્યું હતું.

મીરાબાઈને વર્ષોથી સ્પોર્ટ્સ એકેડમીમાં મફત લઈ જનારા આ ડ્રાઈવરોને ઓલિમ્પિક વિજેતાએ તેમના ઘરે બોલાવીને સન્માનિત કર્યા હતા. તેમણે એક શર્ટ, એક મણિપુરી દુપટ્ટો આપ્યો અને 150 જેટલા ટ્રક ડ્રાઈવરો અને મદદગારોને ભોજન કરાવ્યું હતું. ટ્રક ડ્રાઈવરોને મળતી વખતે મીરાબાઈ પણ ભાવુક થઈ ગયા.

તેમણે કહ્યું કે, જો વેઇટલિફ્ટર (Weightlifter) બનવાનું તેમનું સપનું ક્યારેય પૂરું ન થયું હોત જો આ ટ્રક ડ્રાઇવરોએ તેમને મદદ ન કરી હોત. મીરાબાઈ ચાનુના આ પગલાની સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે, જીત બાદ તેઓએ ફરી એક વખત ટ્રક ચાલકોને સન્માન આપીને દિલ જીતી લીધું છે. મીરાબાઈના ઘરે બેઠેલા ડ્રાઈવરોની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર કરી વાત, ખેલાડીઓની આંખમાં આવ્યા આસું

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">