T-20: રાજસ્થાન અને પંજાબને હવે જીત સિવાય ચાલી શકે એમ નથી, આ કારણ છે હવે લડી લેવા માટેના

|

Oct 30, 2020 | 8:41 AM

ટી-20 લીગની પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે હવે આજની મેચમાં જીત મેળવવા માટે કમરકસી લેવી પડે એમ છે. આજે શુક્રવારે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ યોજાનારી છે. શેખ ઝાયદ સ્ટેડીયમમાં યોજાનારી આજની આ મેચમાં બંને ટીમોનુ લક્ષ્ય જીત મેળવવાનુ જ હોય તે નિશ્વિત છે. પંજાબે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાંથી છ […]

T-20: રાજસ્થાન અને પંજાબને હવે જીત સિવાય ચાલી શકે એમ નથી, આ કારણ છે હવે લડી લેવા માટેના

Follow us on

ટી-20 લીગની પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે હવે આજની મેચમાં જીત મેળવવા માટે કમરકસી લેવી પડે એમ છે. આજે શુક્રવારે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ યોજાનારી છે. શેખ ઝાયદ સ્ટેડીયમમાં યોજાનારી આજની આ મેચમાં બંને ટીમોનુ લક્ષ્ય જીત મેળવવાનુ જ હોય તે નિશ્વિત છે. પંજાબે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાંથી છ મેચોને તે જીતી ચુક્યુ છે. આમ છ મેચ હારવાને લઇને તેની પાસે જીતના 12 પોઇન્ટ છે. તે પોઇન્ટ હાલમાં તેને પ્લેઓફની રેસમાં રાખી ચુક્યુ છે. તો સામે રાજસ્થાને પણ 12 મેચમાંથી પાંચ મેચ જીતી છે અને સાત મેચમાં હાર સહન કરી છે. તે દશ પોઇન્ટ ધરાવે છે, બંને ટીમો પાસે પ્લેઓફમાં જવાની શક્યતાઓના દ્રાર હજુ સુધી તો ખુલ્લા લાગી રહ્યા છે. પરંતુ આગળનો પડાવ એ માટે જીતવો અત્યંત જરુરી છે.

કિંગ્સ ઇલેવન પંજાબે તેની ગઇ પાંચ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે અને લગાતાર પાંચ જીત હાંસલ કરી લીધી છે. આમ સતત જીત મેળવવાને લઇને તે પોઇન્ટ ટેબલમાં પણ ઉપર ચઢતુ ગયુ હતુ અને પ્લેઓફની રેસમાં પણ ટકી રહ્યુ હતુ. જો આ જ પ્રમાણેની ગતી થી પ્રદર્શન જારી રાખી શકે છે તો પંજાબ બાકીની બે મેચોને જીતીને પ્લેઓફમાં દાવેદારી કરી શકે છે. તો વળી રાજસ્થાન માટે આ કામ થોડુ મુશ્કેલ છે. તેણે બંને મેચ જીતવા ઉપરાંત પણ પંજાબ, કલકત્તા અને હૈદરાબાદની હાર પર પણ ભરોસો રાખવો પડી શકે છે. રાજસ્થાને પાછળની મેચમાં ડિફેન્ડીંગ ટીમ મુંબઇને જબદસ્ત મહાત આપી હતી. મુંબઇ સામે બેન સ્ટોક્સે જે ફોર્મ દેખાડ્યુ હતુ એ પંજાબ માટે માથાનો દુખાવો બની શકે છે. લાંબા સમય થી બેટ થી શાંત રહેવા વાળા સ્ટોક્સે મુંબઇ ન મજબુત બોલીંગ આક્રમણ સામે શતક કર્યુ હતુ અને જેના દ્રારા ટીમને જીત અપાવી હતી. સંજુ સૈમસને પણ તેમને સાથ આપ્યો હતો અને તેણે પણ ફોર્મમાં પરત આવતા અર્ધ શતક લગાવ્યુ હતુ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજસ્થાન આ બંને બેટ્સમેનો થી આ જ પ્રકારની આશાઓ હવે પંજાબ સામે પણ લગાવી રહ્યુ હશે અને આગામી બે મેચો માટે પણ. સાથે જ તે પોતાના ઓપનર રોબિન ઉથપ્પાથી પણ આશા હશે કે તેનુ પણ બેટ ચાલતુ રહે. કેપ્ટન સ્ટિવ સ્મિથ અને જોસ બટલર પણ ટુર્નામેન્ટના અંત્મ પડાવમાં પોતાનુ યોગદાન આપવા ચાહશે. બંને બેટ્સમેનો હાલમાં ફોર્મમાં છે. રાજસ્થાનના બોલરોએ મુંબઇ સામે નિરાશા આપી હતી. મુંબઇના બેટ્સમેનોએ 195 રન કર્યા હતા. જોફ્રા આર્ચરની આગેવાની હેઠળનના બોલીંગ આક્રમણ સામે ફરી એકવાર બેટ્સમેનોનુ સારુ આક્રમણ થનારુ છે.

લોકેશ રાહુલ અને ક્રિસ ગેઇલ લગાતાર રન બનાવી રહ્યા છે. મનદિપસિંહ એ પણ પાછળની મેચમાં શાનદાર અર્ધ શતકીય રમત રમી હતી અને ટીમને જીત અપાવી હતી. મયંક અગ્રવાલ ની ગેરહાજરીમાં રાહુલ સાથે મનદીપ ઇનીંગની શરુઆત કરવા માટે આવ્યો હતો. મયંક અગ્રવાલ હવે આ મેચમાં રમશે કે નહી તે અંગે ટીમ તરફ થી કોઇ સુચના સામે આવી શકી નથી. નિકોલસ પુરન પણ ફોર્મ મેળવી ચુક્યો છે અને જો તેનુ બેટ ચાલી શકે છે તો રાજસ્થાનના બોલરો ને પરેશાની થઇ શકે છે.

તો વળી પંજાબની બોલીંગ ની વાત છે તો, તેના મોટેભાગે બોલરો સારુ પ્રદર્શન કરી રહ્યા છે. મહમંદ શામી, ક્રિસ જોર્ડન અને યુવાન અર્શદીપ સિંહ ની ઝડપી બોલરોની તીગડી અસરદાર પ્રદર્શન કર્યુ છે. આ ત્રણેય બોલરો રાજસ્થાનને ઓચા સ્કોર પર રોકવા માટે દમ રાખી રહ્યા છે. સ્પિન બોલીંગમા રવિ બિશ્નોઇ અને મુરુગન અશ્વિન જોડીએ પંજાબ માટે મધ્યમ ઓવરોમાં પંજાબ માટે સારુ કર્યુ હતુ. આ જોડીએ મહત્વની જોડીઓને તોડી છે અને રન પણ રોક્યા છે. જીત બંને ટીમોને રેસમાં બનાવી ને રાખશે, પરંતુ હાર તેમની આશાઓને તોડી નાંખશે. પંજાબને જો હાર મળે છે તો પણ તે એક મેચ જીતીને તે 14 અંક પર પહોચી શકે છે. જ્યાં તેને ફરી થી બીજી ટીમોના આંકડા તેના પ્લેઓફનુ ભવિષ્ય નક્કિ કરશે. જોકે રાજસ્થાનના માટે હાર ખુબ જ નુકશાનકારક રહેશે. આમ તે પ્લેઓફની બહાર પણ થઇ શકે છે.

કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, મુરુગન અશ્વિન, મુજીબ ઉર રહેમાન,પ્રભસિમરન સિંહ, જેમ્સ નિસ્સમ, મનદિપ સિંઘ, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

આ પણ વાંચોઃ T-20 લીગ: ચેન્નાઈ અને કોલક્તા વચ્ચેની મેચ છેલ્લી ઘડી સુધી બની રોમાંચક, અંતે જાડેજાએ ફટકારી વિનિંગ સિક્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article