T-20: વિરાટ કોહલી પર આ બોલર પડી રહ્યો છે ભારે, સાત વખત કર્યો છે વિરાટને શિકાર

|

Nov 01, 2020 | 10:28 AM

ટી-20 લીગ ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવા વાળા બેટ્સમેન વિરાટ કોહલી છે, જોકે એક બોલરે તેના નાકમાં દમ લાવી દીધો છે.  આ બોલર બીજો કોઇ નહી પરંતુ  છે. સંદિપ કુમારે રન મશીન વિરાટ કોહલીને ટી-20 લીગના ઇતિહાસમાં સૌથી વધુ વખત આઉટ કર્યો છે. તેના થી વધુ વખત વિરાટ કોહલીને કોઇ પણ બોલરે આઉટ કરી […]

T-20: વિરાટ કોહલી પર આ બોલર પડી રહ્યો છે ભારે, સાત વખત કર્યો છે વિરાટને શિકાર

Follow us on

ટી-20 લીગ ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવા વાળા બેટ્સમેન વિરાટ કોહલી છે, જોકે એક બોલરે તેના નાકમાં દમ લાવી દીધો છે.  આ બોલર બીજો કોઇ નહી પરંતુ  છે. સંદિપ કુમારે રન મશીન વિરાટ કોહલીને ટી-20 લીગના ઇતિહાસમાં સૌથી વધુ વખત આઉટ કર્યો છે. તેના થી વધુ વખત વિરાટ કોહલીને કોઇ પણ બોલરે આઉટ કરી શક્યો નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી સનરાઇઝર્સ હૈદરાબાદની સામે, ટી-20 લીગમાં 52 મી મેચમાં ત્રણ નંબર પર રમવા માટે ક્રિઝ પર આવ્યો હતો. આ મેચ પહેલા વિરાટ કોહલી અને સંદિપ શર્માનો રેકોર્ડ દર્શાવવામા આવી રહ્યો હતો. વિરાટ કોહલી એ સંદિપ ના ત્રણ બોલ પર ત્રણ રન બનાવી લીધા હતા, જોકે પોતાના રેકોર્ડને સુધારવા માટે થઇને તેણે કવર ડ્રાઇવ લગાવી, પરંતુ સંદિપ શર્માએ તેમને કેન વિલિયમસનના હાથમાં કેચ ઝડપાવી શિકાર કરી લીધો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સાથે જ સંદિપ શર્માએ વિરાટ કોહલીને સાતમી વાર મેદાન પર થી ચાલતો કરી દીધો હતો.ટી-20 લીગના ઇતિહાસમાં વિરાટ કોહલીને સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ આશિષ નહેરા પાસે હતો. નહેરાએ વિરાટને છ વખત પેવેલીયન મોકલ્યો હતો. જોકે સંદિપ શર્માએ આ રેકોર્ડને તોડી દીધો છે. વિરાટ કોહલી ધવલ કુલકર્ણી, મહમંદ શામી અને મિશેલ મેકલેનઘન સામે ચાર ચાર વાર આઉટ થઇ ચુક્યો છે. જોકે સંદિપ શર્મા સામેના આંકડા તેના માટે નિરાશાજનક છે.

સંદિપ શર્માએ વિરાટ કોહલીની સામે 12 ટી-20 મેચમાં બોલીંગ કરી છે, જેમાં તેણે વિરાટને સાર વખત આઉટ કર્યો છે. આ દરમ્યાન વિરાટ તેની સામે 68 રન બનાવી ચુક્યો છે, જેમા તેનો સ્ટ્રાઇક રેટ 139 રનનો છે. તો વળી ટી-20 લીગમાં કોઇ એક બેટ્સમેનને સૌથી વધુ વાર આઉટ કરવાના મામલામાં તે ઝાહીર ખાનની સાથે એક નંબર પર પહોંચી ચુક્યો છે, કારણ કે ઝાહીર ખાન આ અગાઉ એમએસ ધોનીને સાત વખત આઉટ કરી ચુક્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article