વિલન પ્રાણે કપિલદેવના કેરીયરમાં પણ ફુંક્યા હતા ‘પ્રાણ’, બસ એક ગુસ્સાએ કેરિયરને નિખારી દીધી

|

Jan 06, 2021 | 9:11 PM

62 વર્ષના થઈ રહેલા કપિલ દેવ (Kapil Dev)ના જન્મ દિવસે અનેક પ્રકારની ખાસ વાતોને યાદ કરવામાં આવી રહી છે. પરંતુ બોલિવુડ (Bollywood)ના વિલન પ્રાણ (Actor Pran)ની ભૂમિકા પણ કપિલ દેવના કેરિયરમાં મહત્વની છે.

વિલન પ્રાણે કપિલદેવના કેરીયરમાં પણ ફુંક્યા હતા પ્રાણ, બસ એક ગુસ્સાએ કેરિયરને નિખારી દીધી
Kapil Dev & Actor Pran

Follow us on

62 વર્ષના થઈ રહેલા કપિલ દેવ (Kapil Dev)ના જન્મ દિવસે અનેક પ્રકારની ખાસ વાતોને યાદ કરવામાં આવી રહી છે. પરંતુ બોલિવુડ (Bollywood)ના વિલન પ્રાણ (Actor Pran)ની ભૂમિકા પણ કપિલ દેવના કેરિયરમાં મહત્વની છે. પ્રાણ આમ તો ફિલ્મી પડદા પર ભલે વિલનની ભૂમિકામાં નજર આવતા હશે, પરંતુ કપિલદેવ માટે પ્રાણ વાસ્તવિક જીવનમાં ‘પ્રાણ’ ફુંકનારા સાબિત થયા હતા. કપિલ દેવ જે મુકામ પર પહોંચી શક્યા હતા, તેમાં કેટલાક ચહેરાએ મદદ કરી હતી. પ્રાણ આ ચહેરાઓમા મુખ્ય હતા કારણ કે પ્રાણે આગવા અંદાજથી બોર્ડને લલકારી દીધુ હતુ.

 

ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે, પ્રાણને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો. એટલે સુધી કે તે મુંબઈ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડીયામાં સદસ્ય પણ બન્યા હતા. બ્રેબોર્ન સ્ટેડીયમમાં રમાનાર મોટાભાગની મોટી મેચને જોવા માટે પ્રાણ જતા હતા. સીસીઆઈની બહાર ટિકિટ લેનારાઓમાંથી પ્રાણ સૌથી આગળ રહેતા હતા. સવારે પાંચ વાગ્યાથી જ તેઓ પહોંચી જતા હતા. કેટલાક મિત્રો એ પણ ક્રિકેટ મેચ જોવા માટેનું એક ગૃપ બનાવી લીધુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

કપિલ દેવની બોલીંગ સ્કીલમાં વધારે સુધારો કરવા માટે તેમને ઓસ્ટ્રેલીયા તાલીમ માટે મોકલવા બીસીસીઆઈ ઈચ્છી રહ્યુ છે. પરંતુ તે દિવસોમાં બોર્ડની સ્થિતી પણ આજ જેવી ધનકુબેરના ભંડાર જેવી નહોતી. તે સમયે બોર્ડ પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે, કપિલ દેવને તે ઓસ્ટ્રેલીયા વિશેષ પ્રકારની તાલીમ મેળવવા માટે મોકલવાના ખર્ચની જવાબદારી ઉઠાવી શકે. ક્રિકેટ બોર્ડે પણ પોતાના હાથને ઉંચા કરી દીધા હતા. જોકે કપિલને લાગી રહ્યુ હતુ કે પોતાનું જવુ જરુરી હતુ. વિદેશમાં તાલીમ પણ તે દિવસોમાં મોટી વાત માનવામાં આવતી હતી. અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ પણ તે સમયગાળામાં જેમતેમ કરીને ખર્ચ નિકાળતા હતા.

 

એક દિવસ મેગેઝીનમાં ખાલિદ અંસારીએ એલાન કર્યુ હતુ કે, કપિલ દેવના વિમાની ભાડાને તે ચુકવવા માટે તૈયાર છે. જો બાકીના ખર્ચ અંગે કોઈ સ્પોન્સર મળી જાય. પ્રાણે એ સમયે ખર્ચ આપવા માટે જવાબદારી પણ જાહેર કરી હતી. પ્રાણે એ દિવસોમાં ગુસ્સામાં આવીને બોર્ડને ખર્ચને લઈને એક લેટર પણ લખી દીધો હતો. જો તમારી પાસે પૈસા નથી તો કપિલની તાલીમને લઈને તમામ ખર્ચ હું ઉઠાવવા માટે તૈયાર છુ. ઓસ્ટ્રેલીયા આવવા જવા અને ત્યાં તાલીમ દરમ્યાનનો તમામ ખર્ચ પોતે જ ઉઠાવશે.

 

પ્રાણના આ લેટરને લઈને ધમાલ મચી ગઈ હતી. બોર્ડે બેઠક યોજી ચર્ચા કરીને આખરે કપિલને ઓસ્ટ્રેલીયા મોકલવા માટે બોર્ડના ખર્ચે વ્યવસ્થા કરવામાં આવી હતી. કપિલે બાદમાં પ્રાણનો આભાર પણ માન્યો હતો કે, તમારા પ્રયાસથી જ આ શક્ય બન્યુ છે. બોર્ડને લાગ્યુ હતુ કે બોલિવુડના લોકપ્રિય વિલનની આ જવાબદારી ઉઠાવવાની વાત બોર્ડની આબરુના ધજાગરા ઉડાવશે. બોર્ડે આબરુના ડરે આખરે સહમતી સાધી અને કપિલને ઓસ્ટ્રેલીયા મોકલ્યો હતો.

Next Article