વિરાટ કોહલીના પરત ફરવાથી ટીમનુ લાઇન અપ નબળુ પડશે, જો કે આખરી ઈલેવનની પસંદગી નક્કિ કરશે સીરીઝ

Avnish Goswami

|

Updated on: Nov 23, 2020 | 7:20 AM

મહાન ક્રિકેટર ઇયાન ચેપલનુ માનવુ છે કે આવતા મહિને ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મચ રમાશે. ત્યાર બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પરત ફરશે અને જેને લઇને ટીમની લાઇન અપમાં ઘણી જ નબળાઇ આવશે. જેનાથી ટીમ પસંદગીની દુવિધા ઉભી થશે, પરંતુ સીરીઝ કઇ દિશામાં જશે તે ફેંસલો પણ તેના થી જ થશે. કોહલી […]

વિરાટ કોહલીના પરત ફરવાથી ટીમનુ લાઇન અપ નબળુ પડશે, જો કે આખરી ઈલેવનની પસંદગી નક્કિ કરશે સીરીઝ

મહાન ક્રિકેટર ઇયાન ચેપલનુ માનવુ છે કે આવતા મહિને ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મચ રમાશે. ત્યાર બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પરત ફરશે અને જેને લઇને ટીમની લાઇન અપમાં ઘણી જ નબળાઇ આવશે. જેનાથી ટીમ પસંદગીની દુવિધા ઉભી થશે, પરંતુ સીરીઝ કઇ દિશામાં જશે તે ફેંસલો પણ તેના થી જ થશે.

કોહલી એડીલેડમાં રમાનારી 17 ડીસેમ્બરની ટેસ્ટ મેચમાં રમનાર છે, ત્યાર બાદ બાકીની ત્રણ મેચ દરમ્યાન તે પિતૃત્વ રજાને લઇને ભારત પરત ફરી જનાર છે. આમ બાકીની ત્રણ ટેસ્ટ મેચ તેની ગેર હાજરીમાં રમાનારી છે. આ સંજોગોને લઇને 77 વર્ષના ચેપલને લાગે છે કે યુવા ભારતીય બેટ્સમેનોએ પોતાનુ કૌશલ્ય દેખાડવા માટે આ એક દમ યોગ્ય મોકો છે.

ચેપલે ઇએસપીએનક્રિકઇન્ફો માટે લખેલી પોતાની કોલમમાં લખ્યુ છે કે, આ ભારતીય બેટીંગ ક્રમમાં ખુબ જ મોટી કમી લાવી દેશે. સાથે જ પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક ને પોતાના કૌશલ્યને બતાવવાનો પણ મોકો મળી રહેશે. અત્યાર સુધી રોમાંચક ટક્કરનો આકાર લઇ રહેલી સીરીઝમાં હવે એક વધુ મોડ આવી ગયો છે. તે છે પસંદગી કરવાનો મહત્વનો નિર્ણય. નિર્ણયનો સ્તર નિચે પણ આવી શકે છે. જે નિર્ભર કરશે કે કોણ નિર્ભીક પસંદકર્તા છે.

પુર્વ ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટને કહ્યુ હતુ કે, આપને ભાગીદારી મહત્વત્તાને લઇને વધારે અંદાજો નહી લગાવવો જોઇએ. બર્ન્સ દ્રારા પાછળના ગર્મીઓના દિવસોમાં પ્રદર્શન 32 ની સરેરાશ સાથે બે અર્ધ શતક થી કુલ 256 રન હતા. આ ટેસ્ટ ખેલાડી માટે સરેરાશ કરતા નિચેના સ્તરનુ પ્રદર્શન છે. ચેપલને લાગે છે તે, કોવિડ-19 મહામારીના સમયગાળાના દોરમાં તૈયારીઓની વાત કરવામાં આવે તો ભારત તેમાં આગળ છે. તેમણે કહ્યુ હતુ કે, આ ગર્મીઓમાં મહામારીને લઇને ઓસ્ટ્રેલીયાના બગડેલા ક્રિકેટ કાર્યક્રમ થી ભારત ને પાછળના પ્રવાસમાં મળેલી જીતને દોહરાવવામાં મહત્વનો ફાયદો મળી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati