IPL 2020: આયોજન દ્રારા બીસીબીઆઇને આટલા કરોડની થઇ અધધ કમાણી, દર્શકોની સંખ્યામાં પણ થયો વધારો

|

Nov 24, 2020 | 9:59 AM

કોરોના મહામારીને લઇને વધતા સંક્રમણ ખતરાને ઘ્યાને રાખીને આઇપીએલ 2020 ને ભારત ની બહાર ખસેડવામાં આવી હતી. એક સમયે મોકૂફી ની અસંમજસ વચ્ચે આઇપીએલને તેના નિયત કાર્યક્રમ કરતા મોડી યોજીને પણ તે સફળ બનાવી હતી. આઇપીએલનુ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ, જ્યાં તમામ મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાઇ હતી. હાલમાં જ બહાર આવી રહેલી […]

IPL 2020: આયોજન દ્રારા બીસીબીઆઇને આટલા કરોડની થઇ અધધ કમાણી, દર્શકોની સંખ્યામાં પણ થયો વધારો

Follow us on

કોરોના મહામારીને લઇને વધતા સંક્રમણ ખતરાને ઘ્યાને રાખીને આઇપીએલ 2020 ને ભારત ની બહાર ખસેડવામાં આવી હતી. એક સમયે મોકૂફી ની અસંમજસ વચ્ચે આઇપીએલને તેના નિયત કાર્યક્રમ કરતા મોડી યોજીને પણ તે સફળ બનાવી હતી. આઇપીએલનુ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ, જ્યાં તમામ મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાઇ હતી. હાલમાં જ બહાર આવી રહેલી વિગતો મુજબ આ મેગા ટુર્નામેન્ટ ના આયોજન દ્રારા બીસીસીઆઇને જબરદસ્ત નફો થયો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને યુએઇમાં આયોજન કરવામાં આવેલી આ ટુર્નામેન્ટ થી સો, બસ્સો કે હજાર કરોડ રુપીયાનો ફાયદો નહી પરંતુ ચાર હજ્જાર કરોડ રુપીયાનો ફાયદો થયો છે. આમ બીસીસીઆઇને કોરોના કાળમાં પણ કરોડો રુપીયાની કમાણી આઇપીએલ લીગના આયોજન કરવા થી થઇ શકી છે. આ સાથે જ ટીવી દર્શકોની સંખ્યામાં પણ પચ્ચીસ ટકાનો વધારો થયો છે. સિઝન 2020માં  1800 લોકોને લગભગ 20,000 આરટી-પીસીઆર કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ જ કારણ થી 60 મેચ કોઇ પણ પરેશાની વિના જ સફળ રીતે પાર પડી શકી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દુબઇમાં સરકારે સાત દિવસના ક્વોરન્ટાઇન પછી ટ્રેનીંગની શરુઆત કરવા માટે મંજૂરી આપી હતી. પરંતુ અબુધાબીમાં 14 દિવસ સુધી ક્વોરનટાઇન અવધી અનિવાર્ય હતી. આ સ્થળોને મુંબઇ ઇન્ડિયન્સ, કલકત્તા નાઇટ રાઇડર્સના હોમ ગ્રાઉન્ડ બનાવાવમાં આવ્યુ હતુ. બીસીસીઆઇએ અબુધાબી પ્રશાશનને વાત કરીને આખરે ક્વોરન્ટાઇન સમય ઘટાડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article