બલુચિસ્તાનનુ ખૂબસુરત સ્ટેડિયમ જેણે ક્રિકેટ ચાહકોને મોહી લીધા, ICC એ કહ્યુ-આનાથી સુંદર હોય તો બતાવો

બલુચિસ્તાનનુ ખૂબસુરત સ્ટેડિયમ જેણે ક્રિકેટ ચાહકોને મોહી લીધા, ICC એ કહ્યુ-આનાથી સુંદર હોય તો બતાવો
ICC એ પણ તેની ખૂબસુરત તસ્વીરોને સોશિયલ મીડીયા પર શેર કરી છે.

પાકિસ્તાન (Pakistan) નુ એક ક્રિકેટ સ્ટેડિયમ ની તસ્વિરો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવવા લાગી છે. આ તસ્વીરો ગ્વાદર ક્રિકેટ સ્ટેડિયમ (Gwadar Cricket Stadium) ની છે. ગ્વાદર એ બલુચિસ્તાન (Balochistan) નો હિસ્સો છે. તે ક્રિકેટ બલુચિસ્તાનના પહાડો વચ્ચે બનાવાયુ છે.

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Feb 04, 2021 | 8:29 AM

પાકિસ્તાન (Pakistan) નુ એક ક્રિકેટ સ્ટેડિયમ ની તસ્વિરો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવવા લાગી છે. આ તસ્વીરો ગ્વાદર ક્રિકેટ સ્ટેડિયમ (Gwadar Cricket Stadium) ની છે. ગ્વાદર એ બલુચિસ્તાન (Balochistan) નો હિસ્સો છે. તે ક્રિકેટ બલુચિસ્તાનના પહાડો વચ્ચે બનાવાયુ છે. ગ્વાદર બંદર પણ તેના થી દુર નથી. પહાડો વચ્ચે હરીયાળા ઘાસથી ભરેલા આ ક્રિકેટ સ્ટેડીયમ દુર થી જ આકર્ષિત કરી મુકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) એ પણ તેની ખૂબસુરત તસ્વીરોને સોશિયલ મીડીયા પર શેર કરી છે. ICC એ સ્ટેડીયમની તસ્વીરો પોસ્ટ કરતા લોકોને આ આકર્ષક મેદાન અંગે જણાવતા કહ્યુ, કે બલુચિસ્તાનના ગ્વાદર ક્રિકેટ સ્ટેડીયમથી સુંદર કોઇ રમતનુ મેદાન હોય તો અમને બતાવો, અમે ઇંતઝાર કરીશુ.

https://twitter.com/ICC/status/1355944435326980096?s=20

દક્ષિણ આફ્રિકાના સ્પિનર તરબેઝ શમ્સી પણ ગ્વાદર સ્ટેડિયમની તસ્વીરો જોઇને મંત્રમુગ્ધ થઇ ગયો. તેણે પણ લખ્યુ હતુ કે, શુ અમે ત્રીજી T20 મેચને અહીં શિફ્ટ કરી શકીએ છીએ ? કેટલો શાનદાર નઝારો છે. મારા હિસાબ થી ત્રણ સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુલેન્ડસ, ધર્મશાળા અને એક આ સ્થળ આવી શકે છે. ન્યુલેન્ડસ ક્રિકેટ સ્ટેડિયમ દક્ષિણ આફ્રિકાની કેપટાઉન શહેરમાં છે. ત્યાં ધર્મશાળા ભારત ના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલુ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં પાકિસ્તાનના પ્રવાસ પર છે. જ્યા તે ટેસ્ટ અને T20 શ્રેણી રમવા માટે પ્રવાસે છે. સરબેઝ શમ્સી પણ ટીમનો હિસ્સો છે.

https://twitter.com/shamsi90/status/1355821545810239491?s=20

પાકિસ્તાનના એક એક્ટર ફખર એ આલમ એ 31 જાન્યુઆરીએ આ સ્ટેડિયમનો વિડીયો પોષ્ટ કર્યો હતો. જેમાં તેણે પહાડો થી સ્ટેડિયમનો નઝારો દર્શાવ્યો હતો. સાથે જ તેના લોકેશનની પણ જાણકારી આપી હતી. તેણે તે વિડીયો ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, દુનિયામાં દરેક જગ્યાએ રહેવા વાળા તમામ ક્રિકેટ રમનારા મિત્રો માટે. અમારે ત્યાં પધારો.અમારી સાથે ગ્વાદર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમો. આ સૌથી ખૂબસુરત ક્રિકટ મેદાનોમાંથી એક છે.

https://twitter.com/shani_official/status/1356114804109410304?s=20

https://twitter.com/wasimakramlive/status/1356126084442546176?s=20

https://twitter.com/Shah_Rizvi97/status/1356118446589751296?s=20

https://twitter.com/appcsocialmedia/status/1356479197607321601?s=20

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati