રોજર ફેડરરે કરી સંન્યાસની જાહેરાત, 20 ગ્રાન્ડ સ્લેમની સાથે શાનદાર કરિયરનો અંત

|

Sep 15, 2022 | 7:30 PM

રોજર ફેડરરે (Roger Federer) પોતાની વ્યાવસાયિક કારકિર્દીનો અંત લાવવાની જાહેરાત કરી છે. ફેડરરે ગુરુવારે જાહેરાત કરી હતી કે આવતા અઠવાડિયે લેવર કપ તેની કારકિર્દીની છેલ્લી એટીપી ટુર્નામેન્ટ હશે અને તે પછી તે કોઈપણ ગ્રાન્ડ સ્લેમ અથવા ટૂર ઇવેન્ટમાં ભાગ લેશે નહીં.

રોજર ફેડરરે કરી સંન્યાસની જાહેરાત, 20 ગ્રાન્ડ સ્લેમની સાથે શાનદાર કરિયરનો અંત
Roger Federer
Image Credit source: File Image

Follow us on

સેરેના વિલિયમ્સની નિવૃત્તિની જાહેરાતથી બાદ ટેનિસ ચાહકો માટે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પુરૂષ ટેનિસના મહાન ખેલાડીઓમાંના એક સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે (Roger Federer) પોતાની વ્યાવસાયિક કારકિર્દીનો અંત લાવવાની જાહેરાત કરી છે. ફેડરરે ગુરુવારે જાહેરાત કરી હતી કે આવતા અઠવાડિયે લેવર કપ તેની કારકિર્દીની છેલ્લી એટીપી ટુર્નામેન્ટ હશે અને તે પછી તે કોઈપણ ગ્રાન્ડ સ્લેમ અથવા ટૂર ઇવેન્ટમાં ભાગ લેશે નહીં. લેવર કપ આગામી સપ્તાહે લંડનમાં 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

ઓપન એરાનો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે ગણવામાં આવતા સ્વિસ સુપરસ્ટારે તેની બે દાયકા લાંબી વ્યાવસાયિક કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીત્યા. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે વિશ્વનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો. તેણે પ્રથમ વખત પીટ સામ્પ્રાસનો 14 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો હતો.

રોજર ફેડરરે કર્યુ ટ્વીટ

24 વર્ષથી વધુની કારકિર્દીમાં 1500થી વધુ મેચ રમનાર ફેડરરે 2003માં માત્ર 21 વર્ષની વયે વિમ્બલ્ડનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. હવે 41 વર્ષની ઉંમરે તેણે કુલ 20 ગ્રાન્ડ સ્લેમ સાથે તેને ટેનિસમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ઈજા સામે ઝઝૂમી રહેલા ફેડરરે છેલ્લે 2021 ફ્રેન્ચ ઓપનમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે ત્રીજા રાઉન્ડની જીત બાદ નિવૃત્તિ લીધી હતી. ત્યારથી તે સતત કોર્ટમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સફળ થઈ શક્યો નહીં.

ફેડરરે તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ 2018માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યું હતું. આ પછી તે 2019 વિમ્બલ્ડનની ફાઈનલમાં પહોંચ્યો હતો, જ્યાં નોવાક જોકોવિચે તેને રોમાંચક મેચમાં હરાવ્યો હતો.

Published On - 7:19 pm, Thu, 15 September 22

Next Article