Team India: રાહુલ દ્રાવિડે ટીમ ઇન્ડીયાના હેડ કોચ બનવા માટે દર્શાવી તૈયારી, T20 વિશ્વકપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ થશે સમાપ્ત

|

Oct 16, 2021 | 9:42 AM

ટીમ ઇન્ડીયાના કોચના પદ માટે છેલ્લા કેટલાક સમય થી અટકળો ચાલી રહી હતી. આ દરમ્યાન હવે દ્રાવિડે (Rahul Dravid)આ બાબતે સહમતી આપી દીધાના સમાચાર સામે આવ્યા છે.

Team India: રાહુલ દ્રાવિડે ટીમ ઇન્ડીયાના હેડ કોચ બનવા માટે દર્શાવી તૈયારી, T20 વિશ્વકપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ થશે સમાપ્ત
Rahul Dravid

Follow us on

રાહુલ દ્રાવિડ (Rahul Dravid) ટીમ ઇન્ડીયાના નવા કોચ હોઇ શકે છે. આ માટે તેઓ એ હા ભરી દીધી હોવાનો અહેવાલો સામે આવ્યા છે. ટીમ ઇન્ડીયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી20 વિશ્વકપ બાદ ખતમ થઇ રહ્યો છે. જેને લઇ બીસીસીઆઇએ નવા મુખ્ય કોચની શોધ હાથ ધરી હતી. બીસીસીઆઇ માટે દ્રાવિડ એ શાસ્ત્રીનો શ્રેષ્ઠ વિકલ્પ પહેલા થી માનવામાં આવી રહ્યો હતો. માટે જ તેમને શ્રીલંકા પ્રવાસે ભારતીય ટીમ સાથે કોચ ની જવાબદારી સાથે મોકલવામાં આવ્યા હતા.

રવિ શાસ્ત્રીની જવાબદારી સમાપ્ત થયા બાદ હવે દ્રાવિડના શિરે નવી જવાબદારી નિશ્વિત માનવામા આવી રહી છે. રાહુલ દ્રાવિડે આ માટે સહમતી આપી દીધી છે. આ સહમતી તેણે આઇપીએલની ફાઇનલ મેચ દરમ્યાનની રાત્રીએ આપી હતી. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સાથે રાહુલ દ્રાવિડની બેઠક યોજાઇ હતી. જેમાં તેણે નવી જવાબદારી સ્વિકારવા માટે હા કહી હતી. જોકે બીસીસીઆઇ એ સત્તાવાર રીતે આ સંદર્ભે કોઇ જ પુષ્ટી કરી નથી.

હાલ એનસીએના વડા છે દ્રાવિડ

હાલમાં રાહુલ દ્રાવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર ના પદ ની જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યાં તેઓ ભારતીય ક્રિકેટરોને મહત્વની મદદ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત નવા અને યુવા ખેલાડીઓને માટે પણ તેઓ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સુત્રો એ કહ્યુ છે કે, દ્રાવિડ હવે સહમત થઇ ચૂક્યા છે અને તેના થી શ્રેષ્ઠ અન્ય કંઇ હોઇ શકે નહી. વિક્રમ રાઠોડ બેટીંગ કોચ બની રહેશે. એમ પણ કહેવામાં આવ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નવા પદો પણ ભરાશે

આ ઉપરાંત બીસીસીઆઇ હવે અન્ય સહાયક કોચ અને સ્ટાફ સહિતના ખાલી પડનારા સ્થાનોને ભરવા માટે ધ્યાન કેન્દ્રીત કરશે અને આગામી સમયમાં ટીમ ઇન્ડીયાના માળખામાં ઘણાં ફેરફારો જોવા મળી શકે છે. કારણ કે વિરાટ કોહલી ટી20 ફોર્મેટમાં કેપ્ટન નહી હોય, મતલબ નવા કેપ્ટન સાથે વ્હાઇટ બોલના સૌથી ટૂંકા ફોર્મેટમાં દ્વાવિડનુ સમિકરણ રચાશે. સાથે જ દ્રાવિડની ભૂમિકા આવનારા સમય માટે મહત્વની સાબિત થનારી છે.

સૂત્રો મુજબ બીસીસીઆઇ જય શાહ અને સૌરવ ગાંગુલી સાથે દ્રાવિડે બેઠક યોજીને વાતચીત કરી હતી. બાબતો સારી રહી હતી. દ્વાવિડએ હંમેશા ક્રિકેટને ટોચ પર રાખ્યુ છે, જેના થી વાત સરળ થઇ હતી. હવે જ્યારે રાહુલ દ્રાવિડ જેવા ખેલાડી ટીમ ઇન્ડીયાનુ માર્ગદર્શન કરશે તો, ભારત સારુ કરશે.

 

આ પણ વાંચોઃ  IPL 2021: આગામી સિઝન ધોની રમશે કે નહી ? ચેમ્પિયન બન્યા બાદ ઇશારા ઇશારામાં કહી આ વાત

આ પણ વાંચોઃ IPL 2021: સિઝનમાં આ ભારતીય દિગ્ગજોએ કડવા ઘૂંટડા પીધા, એક સમયે ધમાલ મચાવતા મોટા નામ છતાં આ સ્થિતીમાં જોવા મળ્યા હતા

 

Published On - 9:20 am, Sat, 16 October 21

Next Article