T20 World Cup : વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાન સામે ભારત હારશે, મહેન્દ્રસિંહ ધોનીની આગાહી સાચી પડી, જુઓ વીડિયો

|

Oct 25, 2021 | 1:21 PM

ભારત-પાકિસ્તાન મેચ પછી, તે સ્પષ્ટ થઈ ગયું કે ધોની ભવિષ્ય પણ સારી રીતે ભાખી શકે છે. તેથી જ 5 વર્ષ પહેલા કહેલી વાત ગઈકાલ 24મી ઓક્ટોબરે દુબઈમાં સાચી પડી.

T20 World Cup : વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાન સામે ભારત હારશે, મહેન્દ્રસિંહ ધોનીની આગાહી સાચી પડી, જુઓ વીડિયો
MS Dhoni (file Photo)

Follow us on

એમએસ ધોનીને (MS Dhoni) પીચનો અભ્યાસ કરતી વખતે, ખેલાડીઓના મનનો અભ્યાસ કરતી વખતે, ટીમ ઈન્ડિયાના વિરોધીઓની ચાલનો અભ્યાસ કરતી વખતે જોવા અને જાણવામાં આવ્યો હતો. પરંતુ ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચ પછી, તે સ્પષ્ટ થઈ ગયું કે ધોની ભવિષ્ય પણ સારી રીતે ભાખી શકે છે. તેથી જ ધોનીએ ( Dhoni ) 5 વર્ષ પહેલા કહેલી વાત પર, ગઈકાલ 24મી ઓક્ટોબરે મહોર લાગી ગઈ છે. 2021 માં શું થવાનુ છે તેના પર, ધોનીએ 2016 માં જ અનુમાન લગાવ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે એક દિવસ ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ચોક્કસપણે હારી જશે. એવું ન હોઈ શકે કે હંમેશા અમે જ જીતીએ અને જીતતા આવીએ

દુબઈમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાદ મહેન્દ્ર સિંહ ધોનીનું તે નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જે તેણે 2016 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ કહ્યું હતું. ત્યારે ધોનીએ જે પણ કહ્યું હતું તે 2021માં સાચું પડ્યું છે. ચાલો તમને પહેલા એ જણાવીએ કે એમ એસ ધોનીએ 2016માં શું કહ્યું હતું. ધોનીએ કહ્યું હતું કે, “અલબત્ત આપણને આ રેકોર્ડ પર ગર્વ હોવો જોઈએ કે પાકિસ્તાન ક્યારેય વર્લ્ડ કપમાં અમારી સામે જીત્યુ નથી. પરંતુ, હંમેશા એવું નહીં હોય. આજે નહીં, 10 વર્ષ પછી, 20 વર્ષ પછી કે 50 વર્ષ પછી, અમે ચોક્કસપણે કોઈક સમયે તેમની સામે હારી જઈશું. ”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

5 વર્ષમાં ધોનીની વાત સાચી પડી
ધોનીએ પોતાના છેલ્લા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ જે કહ્યું હતું તે કોણ જાણે કેમ તે 5 વર્ષના સમયગાળામાં જ સાચું સાબિત થશે. જો કે, આ ધોનીની ભવિષ્યવાણી બાદ, 2019માં વન ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ભારતે વર્લ્ડ કપમાં હરાવવાની બીજી તક મળી.

ભારત -05, પાકિસ્તાન -01
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની જીત અને હારનો રેકોર્ડ હવે 5-1નો થયો છે. ધોનીની કેપ્ટનશીપમાં જે પાંચ જીત મળી છે. અને, ટી-20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરી રહેલા વિરાટ કોહલીના ખાતામાં પહેલી અને છેલ્લી વખત હાર નોંધાઈ છે. જો કે, ધોની આ વખતે ટીમનો કેપ્ટન કે ખેલાડી નહોતો. પરંતુ તે ટીમનો મેન્ટર હતો. હવે જ્યાં સુધી ધોની ખેલાડી હતો ત્યાં સુધી પાકિસ્તાન તેને હરાવી શકે તેમ ન હતું. પરંતુ, માર્ગદર્શક તરીકે પાકિસ્તાન સામે તેની સારી શરૂઆત નહોતી.

આ પણ વાંચોઃ T20 World Cup IND vs PAK: મેચ બાદ ધોનીએ PAK ખેલાડીઓ સાથે વાત કરી, ICC વીડિયો શેર કરી કહ્યું આ ભારત-પાકિસ્તાન ક્રિકેટની અસલી કહાની છે

 

Published On - 1:15 pm, Mon, 25 October 21

Next Article