T20 World Cup: વિરાટ કોહલીએ શિખર ધવનની સ્ટાઈલમાં બેટિંગ કરી, જુઓ મજેદાર VIDEO

|

Oct 18, 2021 | 4:13 PM

ભારતની પ્રથમ વોર્મ અપ મેચ આજે એટલે કે 18 ઓક્ટોબરની સાંજે ઇંગ્લેન્ડ સામે છે. આ મેચ પહેલા વિરાટ કોહલીએ તેની બેટિંગનો એક વીડિયો શેર કર્યો છે.

T20 World Cup: વિરાટ કોહલીએ શિખર ધવનની સ્ટાઈલમાં બેટિંગ કરી, જુઓ મજેદાર VIDEO
Virat Kohli

Follow us on

T20 World Cup: વિરાટ કોહલી (Virat Kohli)ના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરથી ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પોતાનું અભિયાન શરૂ કરશે. પરંતુ, તે પહેલા તેની વોર્મ-અપ મેચ આજથી શરૂ થઈ રહી છે.

ભારતની પ્રથમ વોર્મ અપ મેચ (Warm up match) આજે એટલે કે 18 ઓક્ટોબરની સાંજે ઇંગ્લેન્ડ સામે છે. આ મેચ પહેલા વિરાટ કોહલીએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેની બેટિંગનો છે પરંતુ તેમાં તેની બેટિંગની સ્ટાઈલ ગબ્બર એટલે કે શિખર ધવન (Shikhar Dhawan)ની છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચ પહેલા જ શેર કરેલા વીડિયો (VIDEO)માં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ બેટિંગમાં શિખર ધવન (Shikhar Dhawan)ની સ્ટાઇલની નકલ કરતો જોવા મળે છે.

 

 

વીડિયોમાં કેપ્ટન કોહલી શિખર ધવન (Shikhar Dhawan)ની બેટિંગ સ્ટાઇલની જ નહીં પણ તેની હરકતોની પણ નકલ કરતો જોવા મળે છે. બોયો ચઢાવે છે વિરાટ કોહલી તેની સ્ટાઈલ કરતો જોવા મળ્યો હતો. ટી 20 વર્લ્ડકપ (T20 World Cup) માટે ટીમ ઇન્ડિયા (Team India)માં પસંદ કરાયેલા 15 ખેલાડીઓમાં શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. શેર કરેલા વીડિયોમાં વિરાટ કોહલીએ શિખર ધવનને રમુજી ગણાવ્યો છે. તેણે કહ્યું કે જ્યારે તે ત્યાં હોય ત્યારે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ વિચિત્ર હોય છે.

ટી 20 વર્લ્ડકપમાં ભારત આજે દુબઈમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ અપ મેચ રમશે. આ પછી, તે 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેની બીજી પ્રેક્ટિસ મેચ રમશે. જ્યારે અભિયાનની ખરી શરૂઆત 24 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે થશે.

ધવનના બદલે આ ખેલાડીઓને તક મળી

ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ભારતીય પસંદગીકારોએ શિખર ધવન (Shikhar Dhawan)ની અવગણના કરી અને ટીમમાં કેએલ રાહુલની જગ્યાએ રોહિત શર્માને ઓપનિંગમાં જોડી દીધા. આ સિવાય ઈશાન કિશનને ટીમના ત્રીજા ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આઈસીસી ટુર્નામેન્ટમાં શાનદાર રેકોર્ડ હોવા છતાં શિખર ધવનની ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) ટીમમાં પસંદગી થઈ નથી.

આ પણ વાંચો : T20 World Cup 2021: ધોનીએ મેન્ટોરની કમાન સંભાળતાની સાથે જ એક્શનમાં, પહેલા જ દિવસે ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફનો ક્લાસ લીધો !

આ પણ વાંચો : Aryan Drug Case : આર્યન ડ્રગ્સ કેસના તાર નેપાળ સુધી ! બિહાર જેલમાં બંધ આ 2 ડ્રગ્સ સ્મગલરોની NCB કરશે પૂછપરછ

Next Article