SA vs BAN, T20 World Cup, LIVE Streaming:જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

|

Nov 02, 2021 | 12:58 PM

દક્ષિણ આફ્રિકાની ટીમે તેની છેલ્લી બે મેચ જીતી છે, જેના પછી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. ટીમની નજર હવે સેમિફાઇનલના સ્થાન પર છે

SA vs BAN, T20 World Cup, LIVE Streaming:જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો
South Africa Cricket Team

Follow us on

SA vs BAN, T20 World Cup :T20 વર્લ્ડ કપ(T20 World Cup)માં મંગળવારે દક્ષિણ આફ્રિકા(South Africa)ની ટીમ સેમિફાઇનલની પોતાની આશા જાળવી રાખવા બાંગ્લાદેશ સામે ટકરાશે. આ ગ્રુપ 1 મેચ અબુ ધાબી શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકાની ટીમનો આત્મવિશ્વાસ છેલ્લી બે મેચોમાં સતત જીત સાથે વધ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામેની જીત દક્ષિણ આફ્રિકાને સેમિફાઈનલ માટે પ્રબળ દાવેદાર બનાવે છે, જેમાં ત્રણ મેચમાંથી ચાર પોઈન્ટ છે અને નેટ રન રેટમાં ઓસ્ટ્રેલિયાથી બીજા ક્રમે છે.

બીજી તરફ બાંગ્લાદેશ સુપર 12ની ત્રણ મેચમાંથી એક પણ જીતી શક્યું નથી. ગયા અઠવાડિયે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ રનથી હાર્યા બાદ સેમિફાઈનલમાં પહોંચવાની તેમની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. 34 વર્ષીય શાકિબ ટૂર્નામેન્ટમાં  નિષ્ફળ રહ્યો છે. તેણે બેટિંગમાં કોઈ અજાયબી કરી ન હતી અને બોલિંગમાં માત્ર બે જ વિકેટ લઈ શક્યો હતો.

બાંગ્લાદેશ હવે બાકીની બે મેચ જીતીને અન્ય ટીમોના સમીકરણને બગાડવાનો પ્રયાસ કરશે. શ્રીલંકા સામેની ચાર વિકેટની જીતમાં દક્ષિણ આફ્રિકાએ તમામ વિભાગોમાં સુધારો કર્યો હતો. તેના વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલરો અને સ્પિનરોએ વ્યૂહરચના અનુસાર બોલિંગ કરી અને વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ક્યારે રમાશે મેચ?

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 02 નવેમ્બર (મંગળવાર)ના રોજ રમાશે.

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ક્યાં રમાશે મેચ?

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ અબુ ધાબીના શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

દક્ષિણ આફ્રિકા v/s બાંગ્લાદેશ મેચ ક્યારે શરૂ થશે?

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ટોસ બપોરે 3 વાગ્યે થશે.

તમે દક્ષિણ આફ્રિકા v/s બાંગ્લાદેશ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ લાઇવ સ્ટ્રીમિંગ ઑનલાઇન ક્યાં જોઈ શકાશે?

ડિઝની+હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે.

આ પણ વાંચો : T20 world cup 2021 અમ્પાયરે કરી મોટી ભૂલ, 6 દિવસ માટે ટૂર્નામેન્ટમાંથી દુર કરવામાં આવ્યો !

Next Article