T20 World Cup : ભારતનો સામનો કરતા પહેલા શોએબ અખ્તરે પાકિસ્તાનને આપી સલાહ, કહ્યું કોહલી નહીં ધોનીને રોકો

|

Oct 24, 2021 | 3:52 PM

T20 World Cup : ભારતનો સામનો કરતા પહેલા શોએબ અખ્તરે પાકિસ્તાનને આપી સલાહ, કહ્યું કોહલી નહીં ધોનીને રોકો

T20 World Cup : ભારતનો સામનો કરતા પહેલા શોએબ અખ્તરે પાકિસ્તાનને આપી સલાહ, કહ્યું કોહલી નહીં ધોનીને રોકો
એમએસ ધોની મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલા છે

Follow us on

T20 World Cup : ટી 20 વર્લ્ડ કપની સૌથી વધુ વોલ્ટેજ મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રમાવાની છે. બંને દેશોના ચાહકો આ શાનદાર મેચ માટે ખૂબ જ ઉત્સુક છે.

ચાહકોથી લઈને દિગ્ગજ દરેક લોકો આ મેચ માટે તેમની ટીમનો ઉત્સાહ વધારવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ બોલર શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયા (Team India)ને હરાવવા માટે પોતાની ટીમને ત્રણ મહત્વની સલાહ આપી છે. શોએબના મતે, આ સલાહને અનુસરીને પાકિસ્તાનની જીત નિશ્ચિત છે.

T20 વર્લ્ડ કપ(T20 World Cup)માં પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. આ ટુર્નામેન્ટની અત્યાર સુધીની છ સીઝનમાં બંને ટીમો પાંચ વખત સામસામે આવી છે અને દરેક વખતે ટીમ ઈન્ડિયાને જીત મળી છે. તે જ સમયે, બંને ટીમો વચ્ચે રમાયેલી 8 ટી 20 મેચોમાં પાકિસ્તાને માત્ર એક જ મેચ જીતી છે. રવિવારે પાકિસ્તાન (Pakistan) આ હારની સીરિઝને સમાપ્ત કરવા ઉતરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શોએબ અખ્તરે તેની ટીમને સલાહ આપી

પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરે (Shoaib Akhtar)આ મેચ જીતવા માટે પોતાની ટીમને એવી ત્રણ સલાહ આપી છે, જેને સાંભળીને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં. શોએબ અખ્તરે સલાહ આપતા કહ્યું, ‘પાકિસ્તાને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઉંઘની ગોળી આપવી જોઈએ કારણ કે તે ખૂબ જ મજબૂત ટીમ છે. મારી બીજી સલાહ છે કે તમે લોકો વિરાટ કોહલીને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા અટકાવો કારણ કે તે ત્યાં ખૂબ જ લોકપ્રિય છે. ત્રીજી સલાહ એ કે ખેલાડીઓએ ઘ્યાન રાખવું કે, મેન્ટર મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા માટે મેદાનમાં ન આવે કારણ કે તે હજુ પણ સૌથી વધુ ફોર્મમાં રહેલા બેટ્સમેન છે.’

શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, તેને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે ખરાબ લાગે છે. આ સિવાય અખ્તરે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનનો હાથ ઉપર છે કારણ કે જ્યારે કેપ્ટનના નસીબની વાત આવે છે ત્યારે તેમાં બાબર આઝમ આગળ છે. તેણે કહ્યું, ‘મને વિરાટ કોહલી માટે ખરાબ લાગે છે, તે ટીમ ઈન્ડિયા માટે લકી કેપ્ટન નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે નજીકનો મુકાબલો જોવા મળશે. બે શ્રેષ્ઠ કેપ્ટન અને બે શ્રેષ્ઠ બેટ્સમેન પોતપોતાની ટીમનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો : India vs Pakistan LIVE Score, T20 World Cup 2021: પાકિસ્તાન સાથે ધમાસાન, ભારત 6-0 માટે તૈયાર

Next Article