T20 World Cup IND vs PAK: મેચ બાદ ધોનીએ PAK ખેલાડીઓ સાથે વાત કરી, ICC વીડિયો શેર કરી કહ્યું આ ભારત-પાકિસ્તાન ક્રિકેટની અસલી કહાની છે

|

Oct 25, 2021 | 11:50 AM

T20 World Cup IND vs PAK ભારતે આપેલા 152 રનના પડકારને 18 મી ઓવરમાં જ પાર પાડી લઇને પાકિસ્તાને પ્રથવાર ભારત સામે વિશ્વકપમાં જીત મેળવી હતી.

T20 World Cup IND vs PAK: મેચ બાદ ધોનીએ PAK ખેલાડીઓ સાથે વાત કરી, ICC વીડિયો શેર કરી કહ્યું આ ભારત-પાકિસ્તાન ક્રિકેટની અસલી કહાની છે
T20 World Cup IND vs PAK

Follow us on

T20 World Cup IND vs PAK:આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાની શરૂઆત બિલકુલ સારી નહોતી, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને તેમના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 10 વિકેટની શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

આ હારથી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો (Indian cricket fans)ના દિલ તૂટી ગયા, પરંતુ મેચ પછી કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા, જેણે સાબિત કર્યું કે ક્રિકેટ એક રમત છે. મેચ બાદ ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી અને મેન્ટર મહેન્દ્ર સિંહ ધોનીએ જે રીતે પાકિસ્તાની ખેલાડીઓ સાથે વાતચીત કરી, તેનાથી દરેક ક્રિકેટ ચાહકોના ચહેરા પર સ્મિત આવી ગયું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

ICC એ એક વીડિયો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘આ ભારત-પાકિસ્તાન ક્રિકેટની વાસ્તવિક સ્ટોરી છે, જે દરેક પ્રચાર અને વલણથી અલગ છે.’ આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના મેન્ટર ધોની પાકિસ્તાની ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળે છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, સિનિયર ઓલરાઉન્ડર શોએબ મલિક, ઈમાદ વસીમ અને યુવા ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની ધોનીને ધ્યાનથી સાંભળતા જોવા મળે છે.

 

 

મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી બાબર અને મોહમ્મદ રિઝવાન પાસે ગયો અને બંનેને જીત માટે અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન રિઝવાન પણ વિરાટને ગળે લગાવ્યો હતો. મેચ બાદ વિરાટે પાકિસ્તાની ટીમની રમતની પ્રશંસા કરી હતી. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 17.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને 10 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી.

 

 

આ મેચ પહેલા, 1992 અને 2019 ની વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 12 (સાત ODI અને પાંચ T20) વર્લ્ડ કપ મેચ રમાઈ હતી, પરંતુ પાકિસ્તાન ક્યારેય જીતી શક્યું ન હતું. શાહીન આફ્રિદીએ ભારતના ટોચના 3 બેટ્સમેનો (રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી) ને આઉટ કર્યા અને આ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : PM Modi UP Visit: PM મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે, વારાણસીને મળશે 5200 કરોડની ભેંટ, ‘આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજનાની કરાશે શરૂઆત

Next Article