T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ફરી એકવાર નિષ્ફળ રહી છે. રોહિત અને વિરાટ કોહલીની જોડી અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચોમાં નિષ્ફળ રહી છે. બાંગ્લાદેશ સામેની સુપર 8 મેચમાં રોહિત શર્માની ભૂલને કારણે આ જોડી તૂટી ગઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ વિરૂદ્ધ શાનદાર શરૂઆત કરી હતી, બોલ તેના બેટ પર સારી રીતે આવી રહ્યો હતો પરંતુ ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં રોહિતે તેની વિકેટ ફેંકી દીધી હતી.
રોહિત શર્મા ક્રિઝ પર આવ્યો અને તેણે આવતાની સાથે જ બાંગ્લાદેશી બોલરો પર દબાણ બનાવવાનું શરૂ કર્યું. રોહિતે શાનદાર સ્ટાઈલમાં ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. પરંતુ આ પછી રોહિતે ચોથી ઓવરમાં મોટી ભૂલ કરી. શાકિબ અલ હસનના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા બોલ હવામાં ફટકાર્યો અને ઝાકિર અલીએ એક શાનદાર કેચ લીધો હતો. રોહિત શર્માને આ શોટ રમવાની જરૂર નહોતી કારણ કે તેણે આ ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો પરંતુ તેણે તેમ કર્યું નહીં અને તેની વિકેટ ગુમાવી દીધી.
રોહિત શર્માની વિકેટની ખાસ વાત એ હતી કે તે સતત ચોથી વખત ડાબા હાથના બોલર સામે આઉટ થયો હતો. છેલ્લી ત્રણ મેચમાં તેને લેફ્ટ આર્મ પેસરે આઉટ કર્યો હતો અને આ વખતે તે લેફ્ટ આર્મ સ્પિનરનો શિકાર બન્યો હતો. જો કે, રોહિત શર્માની વિકેટ શાકિબ અલ હસન માટે ખૂબ જ ખાસ બની હતી. હકીકતમાં, તે T20 વર્લ્ડ કપમાં પચાસ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ બન્યો હતો.
આ પણ વાંચો: T20 World Cup 2024: ICCએ ટીમ ઈન્ડિયાને પૈસાના મામલે ફસાવી, કેપ્ટન રોહિત શર્મા ટેન્શનમાં