T20 world cup 2021 અમ્પાયરે કરી મોટી ભૂલ, 6 દિવસ માટે ટૂર્નામેન્ટમાંથી દુર કરવામાં આવ્યો !

|

Nov 02, 2021 | 11:42 AM

UAEમાં ICC T20 વર્લ્ડ કપ 2021નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત બાયો બબલમાં દુબઈ, અબુધાબી અને શારજાહના મેદાનમાં મેચ રમાઈ રહી છે.

T20 world cup 2021 અમ્પાયરે કરી મોટી ભૂલ, 6 દિવસ માટે ટૂર્નામેન્ટમાંથી દુર કરવામાં આવ્યો !
michael gough

Follow us on

ICC T20 વર્લ્ડ કપ 2021માં બાયો બબલ તૂટવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં કોઈ ખેલાડી નહીં પરંતુ અમ્પાયર દોષિત છે. ઈંગ્લેન્ડના અમ્પાયર માઈકલ ગોફે કથિત રીતે બાયો બબલનું ઉલ્લંઘન કર્યું છે. આ પછી, તેને છ દિવસ માટે T20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગમાંથી હટાવી દેવામાં આવ્યો છે. માઈકલ ગફ (michael gough) હાલમાં ક્વોરેન્ટાઈન (Quarantine)માં છે.

ઈંગ્લેન્ડની એક વેબસાઈટે આ માહિતી આપી છે. ડેઈલી મિરરના સમાચાર મુજબ, યુએઈમાં કોરોના પ્રોટોકોલ ધરાવતા બાયો બબલનું પાલન ન કરવા બદલ આઈસીસીની બાયો-સિક્યોરિટી કમિટી (Bio-Security Committee)દ્વારા માઈકલ ગફ (michael gough)ને ટૂર્નામેન્ટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેને થોડા દિવસો માટે ટૂર્નામેન્ટમાંથી દૂર કરવામાં આવ્યો છે. માઈકલ ગફની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ અમ્પાયરો (Umpires)માં થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગોફ શુક્રવારે (29 ઓક્ટોબર) પરમિશન વિના તેની હોટલમાંથી નીકળી ગયો હતો. તે ટૂર્નામેન્ટના બાયો બબલ (Bio Bubble)ની બહારની વ્યક્તિને મળ્યો હતો. રિપોર્ટમાં ICCના પ્રવક્તાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “બાયો-સિક્યોરિટી એડવાઇઝરી કમિટીએ બાયો-સિક્યોરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ અમ્પાયર માઇકલ ગફને છ દિવસ માટે આઇસોલેટ કરવા કહ્યું છે. આ સમયગાળા દરમિયાન તે ટૂર્નામેન્ટમાં અધિકૃત રહેશે નહીં.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

ગોફ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં અમ્પાયરિંગ કરનાર હતો

માઈકલ ગફ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં અમ્પાયરિંગ કરવાના હતા પરંતુ આ ઘટના બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો. તેના સ્થાને દક્ષિણ આફ્રિકાના મરે ઇરાસ્મસને ફરજ પર મૂકવામાં આવ્યો હતો. અત્યારે માઈકલ ગફ હોટલના રૂમમાં બંધ છે. એક દિવસ સિવાય દરરોજ તેમની તપાસ કરવામાં આવી રહી છે. જો આગામી છ દિવસ સુધી તેમના તમામ ટેસ્ટ નેગેટિવ રહેશે તો તેઓ ટૂર્નામેન્ટમાં જોડાશે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જો તેઓ બાયો બબલ (Bio Bubble) તોડી નાખશે તો ICC તેમની સામે કોઈ પગલાં લેશે કે કેમ.

કોરોના મહામારી પછી પ્રથમ મોટી ટુર્નામેન્ટ

મેન્સ T20 વર્લ્ડ કપ એ કોરોના રોગચાળા પછી આયોજિત પ્રથમ મોટી વૈશ્વિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે. ગયા વર્ષે આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાવાની હતી પરંતુ કોરોનાના કેસને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. આ સાથે તાજેતરમાં વર્લ્ડ કપ પણ ભારતમાં યોજાવાનો હતો પરંતુ ત્યાં પણ કોરોનાના કેસ આવ્યા બાદ આ ટૂર્નામેન્ટને UAE શિફ્ટ કરવામાં આવી હતી. અહીં પણ બાયો બબલમાં મેચ રમાઈ રહી છે.

આ પણ વાંચો : T20 World Cup: ધોની ને પાછળ છોડીને ઇયોન મોર્ગન આ મામલે થઇ ગયો આગળ, મેળવી આ ખાસ ઉપલબ્ધી

Next Article