T20 WC2021: ભારતમાં વધતા કોરોનાને લઈને UAE બની શકે છે ટી20 વિશ્વકપનું બેકઅપ સ્થળ

|

Apr 30, 2021 | 11:45 PM

હાલમાં ભારતમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધતુ જઈ રહ્યુ છે. સ્થિતી અંકુશ બહાર છે. આવી પરિસ્થિતી વચ્ચે હવે T20 વિશ્વકપ (World Cup 2021) ભારતમાં યોજવાને લઈને આશંકાઓ પણ વર્તાવા લાગી રહી છે.

T20 WC2021: ભારતમાં વધતા કોરોનાને લઈને UAE બની શકે છે ટી20 વિશ્વકપનું બેકઅપ સ્થળ
T20 World Cup 2021

Follow us on

હાલમાં ભારતમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધતુ જઈ રહ્યુ છે. સ્થિતી અંકુશ બહાર છે. આવી પરિસ્થિતી વચ્ચે હવે T20 વિશ્વકપ (World Cup 2021) ભારતમાં યોજવાને લઈને આશંકાઓ પણ વર્તાવા લાગી રહી છે. જોકે આ દરમ્યાન BCCIના અધિકારીએ પુષ્ટી કરી છે કે, કોરોના સંકટ નિયંત્રણમાં નહીં આવે તો UAEને બેકઅપના રુપમાં તૈયાર રાખવામાં આવ્યુ છે.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એટલે કે T20 વિશ્વકપ 2021 યુએઈમાં યોજાઈ શકે છે. ભારતમાં આગામી 18 નવેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે આંતરરાષ્ટ્રીય T20 ટુર્નામેન્ટની યજમાની કરનાર છે. જોકે ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ખૂબ ઝડપે ચાલી રહી છે. સમગ્ર દેશ તેની સામે હાલમાં લડી રહ્યો છે. આાવામાં હવે વિશ્વકપનું આયોજન સંકટની સ્થિતીમાં આવી ચુક્યુ છે.

 

 

જેને લઈને બીસીસીઆઈના અધિકારીનું નિવેદન મીડિયા રિપોર્ટ્સ દ્વારા સામે આવ્યુ છે. જેમાં બીસીસીઆઈના ધીરજ મલ્હોત્રાએ કહ્યુ હતુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતમાં આ કાર્યક્રમની યજમાનીને લઈ હજુ સુધી આશા છોડી નથી.

 

 

તેમણે કહ્યુ હતુ કે, મને આ ટુર્નામેન્ટના નિર્દેશક સભ્ય પૈકી એક નિમવામાં આવ્યો છે. જેને લઈને હું એ સુનિશ્વિત કરવા બધુ જ કરી રહ્યો છુ કે તેનું આયોજન ભારતમાં થાય. અમે સમાન્ય પરિસ્થિતી અને સૌથી ખરાબ સ્થિતીના અંગે વિચારી રહ્યા છીએ, જેથી અમે આ સમયે હાલમાં આઈસીસી સાથે વાતચીત કરી રહ્યા છીએ.

 

 

મલ્હોત્રાએ સ્વીકાર કર્યો કે, જો દેશમાં અભૂતપૂર્વ સ્વાસ્થ્ય સંકટ તોળાય છે તો બીસીસીઆઈ ટુર્નામેન્ટને ભારત બહાર લઈ જવા માટે નિર્ણય કરે છે તો તેના માટે યુએઈ શ્રેષ્ઠ સ્થળ હશે. મલ્હોત્રાએ કહ્યુ હતુ કે તે સ્થાન યુએઈ જ હશે. અમે ફરીથી આશા રાખી રહ્યા છીએ કે બીસીસીઆઈ દ્વારા એમ કરવામાં આવે.

 

 

એટલે જ ટુર્નામેન્ટને ત્યાં લઈ જવામાં આવશે. જોકે એમ બીસીસીઆઈ દ્વારા કરવામાં આવશે. બીસીસીઆઈ હાલના સમયે આઈપીએલની 14 મી સિઝનના આયોજનને લઈને વ્યસ્ત છે. જે હાલમાં ભારતમાં રમાઈ રહી છે. મીડિયા રિપોર્ટનુસાર આઈસીસી ભારતમાં સ્થિતી પર નજીકથી નજર રાખી રહ્યુ છે. આ પહેલા આઈસીસીના મુખ્ય કાર્યકારી જ્યોફ અલાર્ડીસ એ કહ્યું હતુ કે, T20 વિશ્વકપના માટે ટુર્નામેન્ટને લઈને બેક અપ યોજના છે.

 

 

જોકે હાલના ધોરણે તે યોજના પર કોઈ સક્રિયતા દાખવી નથી. કારણ કે અમે ભારતમાં નિર્ધારિત કાર્યક્રમના મુજબ જ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છીએ. યુએઈએ વર્ષ 2020માં ભારતમાં કોરોનાને લઈને આઈપીએલની યજમાની કરી હતી.

 

આ પણ  વાંચો: IPL 2021 PBKSvsRCB: હરપ્રિતે બેંગ્લોરની બેટીંગ લાઈન તોડી નાંખી, પંજાબે બેંગ્લોરને 34 રને હરાવ્યુ

Next Article