T20: સૂર્યકુમારે પ્રેકટીસ મેચમાં ઝડપી સદી ફટકારી, તેંદુલકરના પુત્રની ઓવરમાં 21 રન ફટકાર્યા

|

Dec 24, 2020 | 7:39 AM

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) હાલમાં જ ઇન્ડીયન પ્રિમીયર લીગ (Indian Premier League) ની 13 મી સીઝનમાં મુંબઇ ઇન્ડીન્સ (Mumbai Indians) તરફ થી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. હવે તે એ જ ફોર્મનો દબદબો સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટ (Syed Mushtaq Ali T20)માં રમવા માટે તૈયાર છે. 10 જાન્યુઆરી 2021 થી સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં રમાનારી […]

T20: સૂર્યકુમારે પ્રેકટીસ મેચમાં ઝડપી સદી ફટકારી, તેંદુલકરના પુત્રની ઓવરમાં 21 રન ફટકાર્યા

Follow us on

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) હાલમાં જ ઇન્ડીયન પ્રિમીયર લીગ (Indian Premier League) ની 13 મી સીઝનમાં મુંબઇ ઇન્ડીન્સ (Mumbai Indians) તરફ થી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. હવે તે એ જ ફોર્મનો દબદબો સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટ (Syed Mushtaq Ali T20)માં રમવા માટે તૈયાર છે. 10 જાન્યુઆરી 2021 થી સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં રમાનારી છે. જોકે આ પહેલા જ તેણે એક પ્રેકટીશ મેચમાં સૂર્યકુમારે પોતાના બેટ થી ખૂબ ચોગ્ગા અને છગ્ગા વરસાવ્યા હતા. સૂર્યકુમારે 47 બોલમાં જ 120 રનની ઇનીંગ રમી હતી. જે દરમ્યાન તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર(Sachin Tendulkar) ના પુત્ર અર્જૂન તેંદુલકર(Arjun Tendulkar)ની એક જ ઓવરમાં 21 રન ફટકાર્યા હતા.

આઇપીએલ માં સૂર્યકુમારના પ્રદર્શનને જોતા એમ લાગી રહ્યુ હતુ કે તે ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ ખેડી શકશે. પરંતુ એમ ના થઇ શક્યુ, જેને લઇને ખાસ્સો વિવાદ પણ વકર્યો હતો. સૈયદ મુસ્તાક અલી ટી20 ટુર્નામેન્ટની પ્રેક્ટીશ મેચ દરમ્યાન ફરી એકવાર સૂર્યકુમારે ધૂમ મચાવી છે. તેણે પ્રેકટીશ મેચ ની ટીમ બી અને ટીમ ડીની વચ્ચે રમાઇ હતી. સૂર્યકુમાર નંબર ત્રણ પર બેટીંગ કરવા માટે આવ્યો હતો અને વિરોધી ટીમના કોઇ પણ બોલરને છોડ્યા નહોતા

અર્જૂન તેંદુલકરની એક જ ઓવરમાં તેણે 21 રન કર્યા હતા. સૂર્યકુમારે 6,4,2,4,4,1 રન ફટકાર્યા હતા. લેફ્ટ આર્મ ઝડપી બોલર તેંદુલકરે આ ઓવર સીવાય સારી બોલીંગ કરી હતી. અર્જૂને પોતાની ચાર ઓવરમાં 33 રન આપીને એક વિકેટ ઝડપી હતી. મતલબ 21 રનની એક ઓવરને બાદ કરતા ત્રણ ઓવરમાં 12 રન આપ્યા હતા. સૂર્યકુમારની વાત કરીએ તો, તેમણે આ ઇનીંગ દરમ્યાન 10 ચોગ્ગા અને 9 છગ્ગા લગાવ્યા હતા. સૂર્યકુમારે 255.32 રનના સ્ટ્રાઇક રન રેટ સાથે આ રન બનાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

 

 

 

Next Article