T-20 લીગ: હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સે 6 વિકેટ ગુમાવીને 154 રન કર્યા, રાજસ્થાનનો મધ્યમક્રમ અપેક્ષા પ્રમાણે ખરો ના ઉતર્યો

|

Oct 22, 2020 | 9:25 PM

રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મેચ યોજાઈ. દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર ટી-20 લીગની 40 મી મેચ રમાઇ રહી છે. મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે રાજસ્થાને શરુઆત સારી કરી હતી, પરંતુ મેચ આગળ વધતા ટીમનો રન રેટ ધીમો પડ્યો હતો. મધ્યમ ક્રમના ધુંઆધારોમાંથી સફળતા પુર્વક […]

T-20 લીગ: હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સે 6 વિકેટ ગુમાવીને 154 રન કર્યા, રાજસ્થાનનો મધ્યમક્રમ અપેક્ષા પ્રમાણે ખરો ના ઉતર્યો

Follow us on

રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મેચ યોજાઈ. દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર ટી-20 લીગની 40 મી મેચ રમાઇ રહી છે. મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે રાજસ્થાને શરુઆત સારી કરી હતી, પરંતુ મેચ આગળ વધતા ટીમનો રન રેટ ધીમો પડ્યો હતો. મધ્યમ ક્રમના ધુંઆધારોમાંથી સફળતા પુર્વક ઈનીંગ નહી દર્શાવતા આખરે ટીમે છ વિકેટે 154 રનનો સ્કોર ખડક્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજસ્થાન રોલ્સની બેટીંગ

ઓપનર તરીકે રોબીન ઉથપ્પાએ આજે તેના 2000 રન પુરા કર્યા હતા. જોકે ઉથપ્પા 19 રન કરીને રન આઉટ થયો હતો. સંજુ સેમસનના સ્વરુપમાં ટીમે બીજી વિકેટ ગુમાવી હતી. જેમે 26 બોલમાં 32 રન કર્યા હતા. બેન સ્ટોક પણ આજે 32 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. જોસ બટલર પણ આજે ઝાઝુ પીટ પર ટકવામાં સફળ નિવડ્યો નહોતો. તેણે નવ રન બનાવીને વિકેટ ગુમાવી હતી. કેપ્ટન સ્મિથે 19 રન જોડ્યા હતા. જ્યારે રીયાન પરાગ ઝડપી રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હોલ્ડરનો શિકાર બન્યો  હતો. તેણે 12 બોલમાં એક છગ્ગા સાથે 20 રન કર્યા હતા. જોફ્રા આર્ચરે સાત બોલમાં 16 રન કર્યા હતા. તેમે અંતિમ બોલ પર છગ્ગો લગાવ્યો હતો. તેવટીયા બે રન કરીને અણનમ રહ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

જેસન હોલ્ડર આજે હૈદરાબાદનો સફળ બોલર રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી લીધી હતી. વિજય શંકરે પણ એક વિકેટ ઝડપી હતી. પરંતુ કરકસર ભરી બોલીંગ કરીને ત્રણ ઓવરમાં માત્ર 15 રન ગુમાવ્ચા હતા. રાશિદ ખાને પણ કરકસર ભરી બોલીંગ કરીને ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યોર્કર માસ્ટર તરીકે ઓળખ મેળવનાર ટી નટરાજન આજે ટીમ માટે ખર્ચાળ બોલર સાબિત થયો હતો. જેણે ટીમમાં સૌથી વધુ ઇકોનોમી થી રન ગુમાવ્યા હતા. તેણે એક પણ વિકેટ ઝડપ્યા વિના જ ચાર ઓવરમાં 46 રન ખર્ચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article