T-20 લીગ: બેંગ્લોરની 59 રને શરમજનક હાર, રબાડાએ ચાર વિકેટ ઝડપી

|

Oct 05, 2020 | 11:27 PM

ટી-20 લીગની તેરમી સિઝનની 19મી મેચ રમાઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમ્યાન બેંગ્લોરે પ્રથમ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનીંગ જોડીની સારી રમતને લઈને સારા સ્કોર સુધી દિલ્હી પહોંચી શક્યુ હતુ અને તેને પરીણામે એક જીત મેળવવાની યોજનાપુર્વકના રન સ્કોર પર દિલ્હી પહોંચ્યુ હતુ. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે […]

T-20 લીગ:  બેંગ્લોરની 59 રને શરમજનક હાર, રબાડાએ ચાર વિકેટ ઝડપી

Follow us on

ટી-20 લીગની તેરમી સિઝનની 19મી મેચ રમાઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમ્યાન બેંગ્લોરે પ્રથમ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનીંગ જોડીની સારી રમતને લઈને સારા સ્કોર સુધી દિલ્હી પહોંચી શક્યુ હતુ અને તેને પરીણામે એક જીત મેળવવાની યોજનાપુર્વકના રન સ્કોર પર દિલ્હી પહોંચ્યુ હતુ. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 196 રન કર્યા હતા. જેના જવાબમાં બેટીંગ કરતા બેંગ્લોરના ખેલાડીઓ કેપ્ટન કોહલી સિવાય મોટેભાગે એક બાદ એક પેવેલીયન ફરતા રહ્યા હતા. કાગીસો રબાડાએ ચાર વિકેટ ઝડપી હતી. આમ બેંગ્લોર 20 ઓવરના અંતે નવ વિકેટ ગુમાવીને 137 રન કર્યા હતા. બેંગ્લોરે 59 રને હાર સહન કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

જવાબમાં બેંગ્લોર ખખડ્યુ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જાણે કે એક મજબુત રમત દાખવશે એમ લાગતુ હતુ. ફોર્મમાં પરત ફરેલી આરસીબી માટે 197નો આંકડો અશક્ય પણ નહોતો. પરંતુ એક બાદ એક બેટ્સમેનોએ પેવેલીયનનો રસ્તો માપવા લાગતા જ આરસીબી જીતથી દુર તો ઠીક પણ નજીકમાં પણ પહોંચવા પણ સમર્થ રહ્યુ નહોતુ. એક આશા વિરાટ કોહલી ક્રિઝ હોવા પર હતી તે પણ તેના આઉટ થતાં જાણે પુરી થઈ હતી. કોહલીએ 39 બોલમાં 43 રનની ટીમની સૌથી મોટી ઈનિંગ રમ્યો હતો. બેંગ્લોરના દેવદત્ત પડીક્કલ અને એરોન ફીંચ બંને ઓપનરો પણ ચાર અને 13 રન પર આઉટ થયા હતા. ડી વીલીયર્સ પણ નવ રને આઉટ થયો હતો. મોઈન અલી 11 રન, સુંદર 17 રન, શિવમ દુબે 11 રને ઉડાના એક જ રન બનાવી શક્યા હતા. 115થી 119 રનના સ્કોર વચ્ચે જ ત્રણ વિકેટો બેંગ્લોરે ગુમાવી હતી.

દિલ્હીની બોલીંગ

કાગિસો રબાડાએ જાણે કે દિલ્હીને આજે મહત્વની ભુમિકા પુરી પાડી હતી. આરસીબીને ધરાશયી કરવાનો તેનો મહત્વનો ફાળો રહ્યો હતો. રબાડાએ બેંગ્લોરની બાજી બગાડતી બોલીંગ કરીને ચાર ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી. રબાડાએ ચાર ઓવરમાં 24 રન આપ્યા હતા. એનરીચ નોર્ત્ઝેએ ચાર ઓવરમાં 22 રન આપીને બે વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ આજે જોરદાર દેખાવ કર્યો હતો. તેણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આર આશ્વિને ચાર ઓવરમાં 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દિલ્હી પ્રથમ બેટીંગ

સ્ટોઇનીશે આજે અડધીસદી ફટકારી હતી. જેને લઈને દિલ્હી એક મજબુત સ્કોર સુધી પહોંચી શક્યુ હતુ. મિડલ ઓર્ડરમાં આવેલા સ્ટોઈનીશે ઝડપી રમત રમી હતી અને માત્ર 26 બોલમાં જ તેણે 53 રન ફટકાર્યા હતા. સ્ટોઈનીશ અંત સુધી અણનમ રહ્યો હતો. દિલ્હી કેપીટલ્સના ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ પણ શાનદાર શરુઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટની 68 રનની ભાગીદારી રમત રમાઈ હતી. પૃથ્વી શોએ 23 બોલ પર 42 રન બનાવ્યા હતા, શિખર ધવન 32 રન બનાવીને ઈસુરુ ઉડાનાના બોલ પર મોઈન અલીના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર ફક્ત 11 રન કરીને આઉટ થયો હતો.

બેંગ્લોરની બોલીંગ

મોહંમદ સિરાજે ચાર ઓવરમાં 34 રન આપવા સાથે બે વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ પણ બે ઓવર કરીને 21 રન આપી એક વિકેટ ઝડપી હતી. તેમજ ઇસુરુ ઉડાનાએ ચાર ઓવરમાં 40 રન ગુમાવીને એક વિકેટ ઝડપી હતી. નવદિપ સૈની આજની મેચમાં બેંગ્લોર માટે વધુ ખર્ચાળ સાબિત થયો હતો. 16ની ઇકોનોમી સાથે ત્રણ ઓવરમાં 48 રન આપ્યા હતા. જોકે તેણે એક પણ વિકેટ ઝડપી નહોતી. જ્યારે વોશીંગ્ટન સુંદર સૌથી કરકસર ધરાવતો બોલર રહ્યો હતો. તેણે ભલે વિકેટ નહોતી ઝડપી નહોતી પરંતુ ચાર ઓવરમાં 20 રન આપ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article